ગાયોનાં ઘાંસચારામાં કેળાંનાં પાંદડાનો ઉપયોગ

એક  પશુપાલકે  મને  ગાયોને  કેળાંનાં  પાંદડા  ખવડાવવાં  બાબત  સૂચનો  આપવાં કીધું.  ઘણાં  વિસ્તારોમાં  કેળાંનું  ઉત્પાદન  લેવું  પ્રચલિત  છે અને  ખેડૂતો  કેળાંનાં થડ,  કુમળાં  અંકુર  અને  પાંદડાંનો  ઉપયોગ  પશુઓનાં  ઘાસચારામાં  પણ  કરે છે.

સામાન્ય  રીતે  કેળાંનાં  પાંદડાંને  પશુઓને  ત્યારે  જ  ખવડાવવાં  જયારે  બીજાં ઘાસચારાની  અછત  હોય.  એનાં  પાંદડાંમાં  ટેનિન  નામનું  આમ્લતત્વ વધારે હોવાથી  પશુઓ  એને  ઓછું  ખાય  છે.  પ્રકાશિત  સાહિત્ય  દર્શાવે  છે  કે  ગાયો  જેમનું  વજન  લગભગ  500  કિલો  છે,  એમને  કેળાંનાં પાંદડાં માંથી મળતાં  શુષ્ક  પદાર્થ  (ડીએમ) નું  પ્રમાણ  3.5  થી  5  કિલો   હોવું  જોઈએ.  ગાયોને  બીજો  કોઈ  ઘાંસચારો  અપાતો ના  હોય  તો  આ  પ્રમાણ  વધી  શકે  છે.  કેળાંનાં  થડનું  પાચન  (75%  ડીએમ પ્રમાણે)  પાંદડાંનાં  પ્રમાણમાં  (60% – 65%)  વધારે  થાય  છે.  શક્ય  હોય  ત્યાં સુધી  પાન  અને  થડને  કાપીને  એક  સાથે  જ  ખાવા  આપવું.  કેળાંનાં  પાનમાં શુષ્ક  પદાર્થ  (ડીએમ)  નું  પ્રમાણ  24%,  કુદરતી  પ્રોટીન  14.6%,  કુદરતી  રેશા 7.5%  છે.  ચાવવું  અને વાગોળવું ગાયો જયારે પણ બેઠી હોય અથવા આરામ કરતી હોય છે ત્યારે એ સતત કંઈક ચાવતી હોય એવું સામાન્ય રીતે જોવા મળે છે. ગાયો ઘાંસને ટુકડા કરી ગળી જાય છે, અને પછી જયારે આરામ કરતી હોય ત્યારે એજ ઘાંસને ફરીથી મોઢામાં લાવી વ્યવસ્થિત ચાવે છે. આ ક્રિયાને વાગોળવું કહેવાય. કુદરતે વાગોળતાં પશુઓ જેમ કે ગાયોને ચાર પેટ આપેલાં છે. ગાયો જયારે ચરવા જાય છે ત્યારે ઝડપથી ઘાંસચારો ગળી જાય છે, જે એમનાં પ્રથમ પેટમાં જાય છે. ત્યાં રહેલા સુક્ષ્મ જંતુઓ દ્વારા એ ઘાંસની પાચનક્રિયાની શરૂઆત થાય છે.  એ  પાચનક્રિયા  માટે  આવશ્યક  છે  અને ઘાંસચારામાં  પૂરતાં  પ્રમાણમાં  આરોગ્યવર્ધક  રેશા  હશે  તો  જ  આ  થઈ  શકે છે.  આહાર  વિશેષજ્ઞ  માને  છે  કે  ઘાંસચારામાં  આવાં  આરોગ્યવર્ધક  રેશાનું પ્રમાણ  75%  થી  ઓછું  ના  હોવું  જોઈએ.  કેળાંનાં  પાનમાં  સારી  ગુણવત્તાવાળા  રેશાનું  પ્રમાણ  ઓછું  હોય  છે  (માત્ર  55%  ની  આસપાસ). સારી  ગુણવત્તાવાળા  ઘાસચારામાં લિગ્નિન લિગ્નિન આ એક નૈસર્ગિક  રસાયણ છે જે વનસ્પતિને મજબુતી આપે છે. દરેક વનસ્પતિમાં લિગ્નિનનું પ્રમાણ અલગ-અલગ હોય છે અને એનાં વિકાસ સાથે વધતું જાય છે. સારી ગુણવત્તાવાળા ઘાંસચારામાં લિગ્નિનનું પ્રમાણ ઓછું હોય છે જેથી એ વધારે પાચક હોય છે. પશુ ચારા તરીકે લેવાતાં પાકમાં લિગ્નિનનું પ્રમાણ વધે એ પહેલાં સમયસર કાપવું જોઈએ.  પ્રમાણ  ઓછું  હોઉ  જોઈએ  જેથી વાગોળતા  પશુઓમાં  પણ  એનું  પાચન  સરળતાથી  થઇ  શકે.  કેળાંનાં  પાનમાં લિગ્નિનનું  પ્રમાણ  7.7%  હોય  છે  જે  લગભગ  રેશાનાં  પ્રમાણ  જેટલું  જ  છે. જો  કે  સ્થૂળ  ઉર્જા  કિલો  દીઠ  19.7%   એમજે    હોય  છે,  પરંતુ  ઉપયોગી  ઉર્જાનું  પ્રમાણ  ઓછું  હોય  છે.  આ  બધાં  પાંસાઓને  ધ્યાનમાં  લેતાં  કેળાંનાં  પાન  એ  ગાયો માટે  આદર્શ  ચારો  ના  કહી  શકીએ.

બ્રાઝીલ  અને  બીજાં  દક્ષિણ  અમેરિકાનાં  દેશોમાં કેળાંનાં  પાંદડાં  અને  થડનું સાયલેજ વધારાનાં લીલાં  ઘાંસચારાને કાપીને એનો બગાડ ન થાય એવી રીતે સંઘરવામાં આવે છે એ પ્રક્રિયા. જેવી રીતે વિવિધ શાકભાજી ને એની મોસમમાં અથાણાં તરીકે સંઘરવામાં આવે છે, જેથી એને ત્યારે આહારમાં લઇ શકીએ જયારે એનો મોસમ ના હોય. સાયલેજ બનાવવાની પ્રક્રિયા એટલે ઘાંસમાં આથો લાવવો જેથી એનું પીએચ જળવાય અને એનો બગાડ ન થાય. (અથાણું)  બનાવાય  છે.  એમાં  પ્રવાહી કાર્બહાઈડ્રેટનું  પ્રમાણ  ઓછું  હોય  છે  માટે  એમાં  ગોળની રસી (મોલાસિસ)  અથવા  ગોળ  (6% – 7%) ભેળવવું  પડે  છે  જેથી  ઈચ્છીત  પીએચ  (3.5 – 3.8)  મેળવી  શકાય  અને  સાયલેજની ગુણવત્તા  વધી  શકે.

કેળાંનાં  પાન  અથવા  સાયલેજ  ખવડાવતી  વખતે  એની  સાથે  યુરિયા  (નાઇટ્રોજનનાં સ્ત્રોત  તરીકે)  ભેળવીને  ખવડાવવાની  ભલામણ  કરાય  છે.

કેળાંનાં  પાનનો  ઉપયોગ  કરવા  માટે  મારી  ભલામણ –

  • કેળાંનાં પાન  અને  થડને  નાનાં-નાનાં  ટુકડાં  કરીને  ખવડાવવામાં  આવે.
  • કેળાંનાં પાન  અને  થડને  સુકા  પશુઓ  અને  વાછરડાંને  ખવડાવી  શકાય  પરંતુ દુધાળા  પશુઓને  આપવું  નહિ.
  • ઘાંસચારાની ઉણપનાં  કારણે  કેળાંનાં  પાન  ખવડાવવાની  જરૂર  પડે  તો  એનું કુલ  પ્રમાણ  શુષ્ક  પદાર્થનાં  પ્રમાણનાં  15%  થી  વધારે  ના  હોવું  જોઈએ. કેળાંનાં  પાન  વધારે  ખવડાવવામાં  આવે  તો  એનાં  પરિણામે  ઓછી  શારીરિક ક્ષમતા/ શક્તિ,  ઓછું  દૂધ  ઉત્પાદન  અને  ગર્ભાધાન  વિશેની  મુશ્કેલી  થઇ  શકે  છે.
  • કેળાંનાં પાન  અને  થડ  જો  પૂરતા  પ્રમાણમાં  હોય  (દા.  કેળાંનાં  પાક  પછી)  તો એનું  સાયલેજ  બનાવી  સંઘરવું. સાયલેજ  પશુઓને  ઘાંસચારાનાં  15%   થી વધારે  ના  ખવડાવવું  જોઈએ.
  • કેળાંનાં પાન / થડ  ચારા  તરીકે  આપતી  વખતે  કાયમ  યુરિયા (નાઇટ્રોજન માટે) અને  ગોળની રસી (મોલાસિસ – ઉર્જા સ્ત્રોત તરીકે) નો  ઉપયોગ  કરવો.

Read: કેળાની છાલ ગાય માટે વૈકલ્પિક આહાર તરીકે ‌વાપરવામા આવે છે

Banana Peels for cows


ડૉ અબ્દુલ  સમદ

એમ. વી. એસ. સી. , પીએચ. ડી. (કૅનેડા)

પશુપાલન તજ્ઞ