કેળાની છાલ ગાય માટે વૈકલ્પિક આહાર તરીકે ‌વાપરવામા આવે છે

કેળા એ ગરીબ માણસનો ખોરાક જે વિશ્વભરમાં એક મહત્વપૂર્ણ રોકડ પાક ગણાય છે. ૨૦૧૭ માં, વિશ્વમાં કેળાનું ઉત્પાદન ૧૧૭ મિલિયન ટન હતું, ૩૦ મેટ્રિક ટન ઉત્પાદન ૮૩૦ મિલિયન યુએસ ડોલરનું મૂલ્ય હતું, ભારત પ્રથમ ક્રમાંકે છે. મહારાષ્ટ્ર રાજ્ય કેળાના ઉત્પાદનમાં પ્રથમ ક્રમ છે, ત્યારબાદ તમિલનાડુ છે. એક અંદાજા મુજબ ઓછી સંગ્રહ અને યોગ્યતા ની અછતને કારણે ૨૦-૩૫% વ્યર્થ થાય છે. કેળામાંથી કાળવામાં આવેલા સ્ટાર્ચમાં અસંખ્ય ઓદ્યોગિક વપરાશ હોય છે, જેમ કે, બચ્ચાનું ભોજન, કાપડના ઉત્પાદનમાં વગેરે. ભારતમાં, કેળાના વેફર, ભુજિયા ઘણાં ઔધોગિક એકમોમાં કાચા / લીલા અથવા પાકેલા કેળાનો ઉપયોગ કરીને લોકપ્રિય બન્યા છે. જોકે પલ્પનું સેવન અથવા પ્રક્રિયામા ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક આફ્રિકન દેશોમાં લોકો છાલનો ઉપયોગ રાંધવામાં કરે છે, પરંતુ ભારતમાં અને અન્ય દેશોમાં છાલને ફેંકી દેવામાં આવે છે. આ બ્લોગમાં મેં વારંવાર પૂછાતા પ્રશ્નોને સંબોધિત કર્યું છે, ‘કેળાની છાલ ગાયને સલામત રીતે કેવી રીતે આપી શકાય’. હું લાંબા ગાળાના જાળવણી માટેની વિવિધ પદ્ધતિઓ વિશે પણ ચર્ચા કરીશ કારણ કે મોસમીમાં મોટો જથ્થો ઉપલબ્ધ હોય છે.

ઘટકો % સુકા પદાર્થ
તાજી છાલ ૧૯.૮-૨૧
એનસાલ્ડ ૨૩-૨૮
સૂકો         ૮૪-૮૬
મકાઈનુ સાઇલેજ ૨૮-૩૦

૧૯૬૦ ના દાયકાથી પશુઓને કેળાની છાલ ખવડાવવાનાં અસંખ્ય અહેવાલો પ્રકાશિત થયા છે. રાસાયણિક રીતે છાલ લગભગ ૨૦% જેટલું પાણી ધરાવે છે, જેનો અર્થ છે કે ૧૦ કિલો માત્ર ૨ કિલો પોષક તત્વો પૂરો પાડે છે. આની મકાઈના સાઇલેજ સાથે તુલનાત્મક કરી શકાય છે.

પોષક મૂલ્યો: ઉપરના કોષ્ટકમાં કેળાની છાલમાં રહેલા પોષક મૂલ્યો સૂચવવામાં આવ્યા છે જે www.feededia.org માં જણાવ્યા છે. સ્થાનિક જાતોમાં નજીવા તફાવત જોવા મળે છે કારણ કે, લણણી અને પાકના પાકવા ની તબક્કા દરમિયાન ના પરિબળો માટે. મોટા પ્રમાણમાં વપરાશકારોએ સ્થાનિક રીતે ઉપલબ્ધ છાલને રાસાયણિક રીતે વિવિધ પરિમાણો, જેમ કે સ્ટાર્ચ, દ્રાવ્ય ખાંડ, લિગ્નીન અને સેપોનિન માટે વિશ્લેષણ કરાવવું જોઈએ. આ પરીક્ષણો કોઈપણ પોષણ વિશ્લેષણ અથવા નજીકની પશુચિકિત્સા સંસ્થાથી મંગાવવામાં આવી શકે છે અથવા કરાવી શકાય છે. કૃપા કરીને સંપર્ક વિગતો માટે પોર્ટલ www.indiancattle.com  ના ડિરેક્ટરી વિભાગનો સંદર્ભ લેવો.

પરિમાણો કેળાની છાલ મકાઈનું સાઇલેજ
ક્રૂડ પ્રોટીન ૮.૨-૮.૫ ૭.૨-૮.૦
ક્રૂડ ફાઇબર ૧૦-૧૨ ૨૧.૪ – ૨૫.૦
એનડીએફ ૪૭-૪૯ ૪૬-૪૮
એડીએફ ૨૯-૩૨ ૨૪.૬-૨૭
ઈથર એક્સ્ટ્રાકટ ૬-૨૫ ૨.૫-૩.૦
લીગનીન ૧૦-૧૧ ૨.૦-૯.૦
દ્રાવ્ય ખાંડ ૧૨-૧૩ ૦.૦
ખનિજો ૧૨-૧૩ ૩.૭-૪.૦
એમઈ ૯.૫ એમજે ૧૦.૮

મેં ઉપરના કોષ્ટકમાં સાઈલેજ સાથેના છાલના પોષક મૂલ્યોની તુલના પણ કરી છે, તે સાબિત કરવા માટે કે પશુઓના ખોરાકમાં ઘાસચારો અથવા સાઇલેજને બદલી શકે છે. સાઈલેજ અથવા મકાઈના ચારા જેવું જ, કેળાની છાલમાં પણ પ્રોટીન ઓછું જોવા મળે છે (લગભગ ૮%). તેથી જો છાલ એ આહારનો મુખ્ય ભાગ હોય તો કપાસિયાના પદાર્થો, ચૂની જેવા ઉચ્ચ પ્રોટીન પૂરવણીઓ ઉમેરવા જોઈએ. લિગ્નીન, સેપોનિન, ઓક્સાલેટ અને ખનિજ તત્વો વધારે હોવાથી ગાયને ક્યારેય ફક્ત કેળાની છાલ ખવડાવવી જોઈએ નહીં. સામાન્ય ભલામણ એ છે કે મકાઈ / જુવારના સાઈલેજ ને ૫૦% (અથવા ડીએમ આધારે લીલો ઘાસચારો) પ્રમાણે બદલવું જોઈએ. ઉદાહરણ તરીકે, હાલમાં ૩૦ કિગ્રા નેપિઅર અથવા મકાઈની સીલેજ અથવા જુવાર અથવા લીલી મકાઇ (ડીએમ ૧૦.૫કિગ્રા) પરની ગાયને ૨૫કિગ્રા છાલ (ડીએમ આધારે ૫.૨૫કિગ્રા) સુધી ખવડાવી શકાય છે.

 કેળાની છાલને ખવડાવવાની પદ્ધતિઓ:

ઉદ્યોગોમાંથી છાલની ઉપલબ્ધતા મોટી માત્રામાં હોઈ શકે પરંતુ સમયાંતરે. ઉષ્ણકટિબંધીય હવામાનમાં સૂર્ય થી સૂકવણી એ ખૂબ જ ખર્ચાકારક અને અસરકારક વિકલ્પ છે. પાવડરને લાંબા સમય સુધી જાળવી શકાય છે અને તેને સરળતાથી સાઈલેજ અને બીજા ખોરાક ના પ્રકાર માં મિશ્રણ કરી શકાય છે. પ્રાણી તાજા છાલની તુલનામાં પાવડરને સ્વાદિષ્ટ બનાવે છે. જો મોટી માત્રામાં અને ઝડપી સૂકવણીની ઇચ્છા હોય તો સોલાર થી સુકાવુ એ બીજો વિકલ્પ છે.

પુખ્ત વયની ગાયો માટે કેળાની છાલ માટેના ખોરાકનાં ધોરણો
તાજો ખોરાક ૨૫ કિગ્રા
સૂકો ખોરાક ૬-૬.૫ કિગ્રા
મિશ્રિત સઇલેજ ૩૦કિગ્રા

બીજી જાળવણી પદ્ધતિ ઓ નો ઉપયોગ કરી શકાય છે. આ પ્રક્રિયા મકાઈ / જુવાર અથવા નેપીઅર સાઇલેજ માટે અનુસરવામાં આવી હતી. છાલને યોગ્ય કદમાં કાપવું એ મહત્વપૂર્ણ છે. બંનેને સમાન પ્રમાણમાં ઉમેરીને કેળા અને મકાઇના સાઇલેજ મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. છાલમાં લગભગ ૧૩% દ્રાવ્ય કાર્બોહાઇડ્રેટ હોય છે તેથી છેલ્લા લણણી કરેલ ઘાસચારો શ્રેષ્ઠ ગણાય છે. મિશ્રિત સાઇલેજ માં પણ પીએચ, બગાડ અટકાવવા માટે મહત્વપૂર્ણ છે. કેળાની છાલ જે સાઈલેજ માટે વપરાય છે તેને,ઓછી ખાંડ ધરાવતા શેરડીનો ઉપર નો ભાગ અથવા પાંદડાવાળા શાકભાજી સાથે ભેળવી શકાય છે.

સારાંશમાં, કેળાની છાલ ખોરાકમાં પ્રમાણભૂત કોષ્ટકમાં વર્ણવેલ મુજબ ખવડાવી શકાય છે. સલાહ, આ મહત્તમ મર્યાદા છે અને નિર્ધારિત કરતા હમેંશા ઓછું ખવડાવવું. દૂધ આપતા પ્રાણીઓને વિશેષરૂપે, આપેલી છાલ-મિશ્રિત, પ્રોટીન, ઊર્જા અને એનડીએફ માટે યોગ્ય રીતે સંતુલિત હોવા જોઈએ. જો આ સૂચનાઓનું પાલન કરવામાં આવે તો, જમીન વગરના અને નાના ધારણા ધરાવતા ખેડુતો માટે આવી કેળા ની છાલ ખવડાવવું એ આર્થિક વિકલ્પ રહશે.

(કૃપા કરીને આ જ લેખક દ્વારા ગાયને કેળાના પાંદડા ખવડાવવાનો બ્લોગ પણ વાંચવા વિનંતી).

તમને વાંચવું ગમશે: ગાયો નું કોલોસ્ટ્રમ પૂરક કોવિડ દર્દીમાં શ્વસન દુઃખ ધટાડે છે


લેખક

ડો. અબ્દુલ સમાદે
એમ.વી.એસ.સી., પી.એચ.ડી. (કેનેડા)

અનુવાદક

ડો. બટુલ અખુંજી
સલાહકાર પશુચિકિત્સક