A2 પ્રકારના દૂધની સમાલોચક સમીક્ષા

આ સમીક્ષા નો ઉદ્દેશ A1 પ્રકારના વધુ પ્રોટીન ધરાવતી ગાયના દૂધમાં સામાન્ય વિસંગત એવુ બીટા કેસીન પ્રતિરોધક ઉત્પન્ન કરે છે કે જે ડાયાબિટીસ 1(DM1) ઉત્પન્ન કરે છે. વધુમાં એવુ પણ સૂચવવામાં આવ્યુ કે A1 બીટા કેસીન હૃદયની શિરાઓની બીમારી (CHD) પણ કરે છે.બે દેશો માં CHD ને લીધે થતા  મૃત્યુ અને  A1 પ્રકારના દૂધનો વિકસિત દેશોમાં થતા  ઉપયોગ સાથે સરખાવવામાં આવ્યા.1990મ ન્યુઝીલેન્ડમાં A2 કોર્પોરેશન નામની કંપની સ્થાપવામાં આવી જેણે  ગણા દેશોમાં ગાયોમાં અને બજારમાં મળતા માત્ર A2 પ્રકારના બીટા કેસીન વાળા દૂધનો અભ્યાસ કર્યો  જેમાં A1 પ્રકારના બીટા કેસીન જેવો ગેરફાયદો જોવા મળ્યો નહી. બીજા તબ્બકે  A1/A2 પ્રકારના દૂધના અનુમાનની સમીક્ષા કરવામાં આવી.ડાયાબિટીસ1 અને હૃદયને લગતી બીમારી બે દેશોના પરિણામની ફરીને પરીક્ષણ કરતા બિન ભરોસાપાત્ર અને નકારાત્મક જણાઈ. ડાયાબિટીસ થાય તેવા ઉંદરડા પર  આધુનિક અને જુદા જુદા કેન્દ્રો પર પ્રયોગ કરવામાં આવતા ડાયાબિટીસને લગતુ અનુમાન નક્કી થયુ નહી. માત્ર એક જ જાનવર પર કરવામાં આવેલ પ્રયોગમાં A1 બીટા કેસીન અને હૃદયને લગતી બીમારીજોવામાં આવી પરંતુ આ પ્રયોગ નાનો અને ટૂંકા સમય માટે હતો વધુમાં જાનવરનો પ્રકાર પણ યોગ્ય નહોતો અને આયોજન પણ યોગ્ય ન હતુ. A1/A2 નું અનુમાન યુક્તિ ભર્યું હતું,જો વૈધાનિકો એ સાબિતી માંગી હોત તો દુનિયાની ડેરીઓને ગણું મોટુ રોકાણ કરવું પડે. આથી સમીક્ષાના અંતે એવું જણાય કે ગાયના  A1 બીટા કેસીન પ્રકારના દૂધથી મનુષ્યને  હાનિકારક અસર થતી નથી . A1 અને A2 પ્રકારના દૂધની ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ખાદ્ય સલામતી અને ખાદ્ય નિયમન સંસ્થાઓએ સ્વંતત્ર રીતે પરીક્ષણ કરેલ પરંતુ તેઓએ સાબિતી અને આંકડાકીય માહિતી કે  પરિણામ જાહેર કરેલ નહીં.2003માં એવું કહ્યુ કે A1, A2 દૂધને અને ડાયાબિટીસ અને હૃદયની બીમારી કે અન્ય બીમારીને કોઈ લેવાદેવા નથી.

A1 / A2 દૂધ , હકીકત શું છે?

ફ્રાન્સ અને સ્પેન વૈજ્ઞાનિકોએ A2 પ્રકારના દૂધનો ઉપયોગ કરવાથી થતી અસર પર પ્રયોગ કર્યા. તેઓએ આવા દૂધની બનાવટ કે જે સીધુ આંતરડામાં પાચન થઈ બીટા કેસોમોર્ફીન7નામનો પદાર્થ ઉત્પન્ન કરે. A1 પ્રકારના  દૂધ નો ઉપયોગ કરવાથી મહત્વના અમીનો એસિડ ન હોવાથી બીટા કેસોમોર્ફીન7 ઉત્પન્ન થતુ નથી. તેઓએ આંતરડાની આતરત્વચાના કોષોનો ઉપયોગ કર્યો જે મ્યુસીન નામનો ચીકણો પદાર્થ ઉત્પન્ન કરે છે અને આંતરડાને રક્ષણ આપે છે અને ચીકણો પદાર્થ આંતરડાને જીવાણુઓની બીમારીઓથી બચાવે છે. એવું જોવામાં આવ્યું છે કે જે લોકો આંતરડાની જૂની બીમારીથી પીડાય છે તેઓના આંતરડામાં આવુ મ્યુસીન ઓછુ ઉત્પન્ન થાય છે. વૈજ્ઞાનિકોએ એવુ પણ અનુભવ્યુ કે જો આંતર ત્વચાના કોષોને બીટા કેસોમોર્ફીન7 આપવામાં આવે તો મુસીનનુ પ્રમાણ વધે છે. લેખક અંતે એવા અભિપ્રાય પર આવે છે કે  A2 પ્રકારના દૂધમાનુ  બીટા કેસોમોર્ફીન7 આંતરડાને રક્ષણ આપતુ હોઈ નવજાત બાળકો અને મોટી ઉંમરના લોકો માટે સારું છે.


( સંક્ષિપ્ત સાર વિજ્ઞાનિક સાન્દ્રા ઝોઘબી ના 2006 ના લેખમાંથી)

લેખક : ડૉ અબ્દુલ સામદ , રિટાયર્ડ ડીન, મુંબઈ વેટરનરી કોલેજ, પરેલ, મુંબઈ

અનુવાદક: ડો ઘનશ્યામ ધોળકીયા, વડોદરા