સાંઢ અને ગાયમાં રહેલ બીટા કેસીન(પ્રોટીન) જનીનના તફાવત જાણવા માટે પરીક્ષણ

હાલમાં એ 2 પ્રકારના દૂધની માંગણી એ 1 પ્રકારના દૂધ કરતા વધી રહી છે તો આ તબ્બકે બન્ને જનીન વિષે માહિતી મેળવીએ.

એ 1 કે એ 2 પ્રકારના દૂધમાં રહેલ કેસીન(પ્રોટીન) ના ફાયદા/ગેરફાયદા વિષે પૂરતા વૈજ્ઞાનિક પુરાવા ન હોવા છતાં જાહેરાતના આધારે એ 2 પ્રકારના દૂધની માંગણી વધી રહી છે.ઉપભોક્તાઓએ આ બાબત વિશે  કેટલીક પ્રાથમિક માહિતી મેળવવી જોઈએ। એ 1 તેમજ એ 2 દૂધમાં રહેલ કેસીન નો તફાવત એ અલગ જનીનને કારણે છે. સામાન્ય રીતે એલિલિસ પરના જનીન દબાયેલ કે પ્રભાવશાલી હોય છે. સામાન્ય રીતે ગાય અને સાઢમાં દૂધમાંના કેસીન માટે 3 પ્રકારની જનીનની જોડી હોય છે. એ 1, એ1;એ1,એ2; અને એ2,એ2.સામાન્ય સંજોગોમાં બેમાંથી એક જનીન પ્રભાવશાળી હોય જયારે બીજુ દબાયેલુ હોય છે. પ્રભાવશાળી જનીનની હાજરીમાં દબાયેલ જનીનની પ્રત્યક્ષ હાજરી જણાતી નથી. જયારે એલીલીસ પર બંન્ને  જનીન નબળા હોય તો આ બંને જનીનની  અસર દેખાય છે. જયારે બન્ને પ્રકારના જનીન હાજર હોય તો બન્ને પ્રકારનું દૂધ ઉત્પન્ન કરે છે.દા.ત.જો ગાય એ1, એ1 પ્રકારના જનીનવાળી હોય તો એ1 પ્રકારનું દૂધ ઉત્પન  કરશે। જો એ1,એ2 પ્રકારના જનીનવાળી હશે તો બન્ને પ્રકારનું દૂધ ઉત્પન્ન કરી શકે અને જો એ2, એ2 પ્રકારના જનીનવાળી ગાય હોય તો એ2 પ્રકારનું દૂધ ઉત્પન્ન કરશે. એ2 પ્રકારનું દૂધ તો જ ગણાય જો એલિલિસ પર બંને જનીન એ2 પ્રકારના હોય.

આ અંગે પરીક્ષણ શું કરાય ? આ એક સાદુ પરીક્ષણ છે જેને પોલિમેરેઝ ચેન રિએક્શન(પીસીઆર ) ટેસ્ટ કહે છે. આ પરીક્ષણ લેબોરેટરીમાં જાનવરના ડીએનએ પર કરવામાં આવે છે. જે જાનવરના ડીએનએનું પરીક્ષણ કરવાનું હોય તેના ડીએનએનો યોગ્ય નમૂનો લઈ, તેના પર ખાસ રસાયણ નાખી આ ડીએનએની પ્રતિલિપીઓ તૈયાર કરવામાં આવે છે અને મૂળ ડીએનએ સાથે મેળવવામાં આવે છે.

પરીક્ષણ માટેના નમૂના : લોહી, દૂધ કે વાળ ને ડીએનએના પરીક્ષણ માટે મોકલી શકાય। વાળ લાંબા સમય સુધી રાખી શકાતા હોઈ મૂળ સાથે નો વાળનો ગુચ્છો પૂરતો છે. આ અંગે લેબોરેટરીની તપાસ માટે (www.indiancattle.com , અને પરીક્ષણ માટે PCR શબ્દ ઉમેરવો)પરીક્ષણ બાદ જો ગાયો પસંદ કરવાની હોય તો એ1, એ2 પ્રકારના જનીનવાળી ગાયો પસંદ કરવી અને જો સાંઢ પસંદ કરવો હોય તો એ2 એ2 જનીનવાળો જ પસંદ કરવો.

આ પ્રકારના પરીક્ષણ માટે કોઈ ઝડપી ટેસ્ટ નથી. ઉપરાંત આ પીસીઆર ટેસ્ટમાં અર્ધા દિવસ જેટલો સમય લાગે છે.

 


લેખક: ડો.અબ્દુલ સામદ ,  રિટાયર્ડ ડીન , મુંબઈ વેટરનરી કોલેજ, પરેલ

અનુવાદક: ડો. ઘનશ્યામ ધોળકીયા, વડોદરા