વાછરડાનો પિતા નક્કી કરવા માટે પિતૃત્વ પરીક્ષણ
લેખક: ડો. અબ્દુલ સામદ , રિટાયર્ડ ડીન, મુંબઈ વેટરનરી કોલેજ, પરેલ
અનુવાદક: ડો. ઘનશ્યામ ધોળકીયા, વડોદરા.
કેટલાક કિસ્સામાં વાછરડી કે સાંઢના પિતા નક્કી કરવા તે કઠીન હોય છે. ખાસ કરીને ભારતમાં જ્યાં ગરમીમાં આવેલ ગાયને કૃત્રિમ વીર્યદાન ઉપરાંત સાંઢ સાથે સમાગમ પણ કરાવવામાં આવે છે.
પિતૃત્વ પરીક્ષણ શું છે ?
આ એક પરમાણુ પરીક્ષણ છે જે વાછરડાના પિતા વિષે ચોખવટ કરે છે.આ પરીક્ષણથી ખોવાયેલા વાછરડાના માલિકનું માલિકીપણું નક્કી કરવામાં મદદરૂપ થાય છે. વધુમાં જયારે વાછરડીને અનુવાંશિક પરીક્ષણ કાર્યક્રમમાં આવરી લેવામાં આવે છે ત્યારે આ પરીક્ષણ અનિવાર્ય છે.જો વાછરડાને પ્રજનન કાર્યક્રમમાં આવરી લેવાનો હોય તો તેના પિતાની ચોક્કસ માહિતી મેળવી શકાય છે.
લેબોરેટરીમાં મોકલવાના નમૂના :
વાછરડાં, માતા તેમજ પરીક્ષણ માટેના સાંઢ નું લોહી અથવા વાળ નો નમૂનો મોકલવાનો હોય છે.સુકાયેલ લોહી પણ લઈ શકાય ,લોહીને ચોખ્ખા ફિલ્ટર કાગળ પર સુકવી મોકલી શકાય પરંતુ Oxalate/EDTA ઉમેરેલ નમૂનો આવકાર્ય છે.1-2 મિલી। નમૂનો જ લેવાનો હોય છે જો વધુ લોહી લેવામાં આવે તો કદાચ જામી જાય. નમૂના માટેની શીશી સામાન્ય લેબોરેટરીમાંથી મળી શકે છે.
શુ પરિણામ જાણી શકાશે ?
વાછરડું એ માંની ઓલાદ છે.( સાંઢ બીજો છે)
પરીક્ષણ માટે લેવાયેલ સાઢ એ એનો પિતા છે.
આ પરીક્ષણ ક્યાં થઇ શકે?
(1) Gen Ombio Technologies,39/3, House No 1043, Yogi park,Off Mumbai Bangalore Highway, Baner, Pune. Phone No 9960000984.
(2) Sandor Animal Biogenics Pvt Ltd, #8-2-326/5 Road no 3 Banjara Hills, Hydrabad 500034 AP, India. Phone No 04023357048,2335 4824, Mob 7382621817. email: info@sandorbiogenics.co.in