વધુ ગરમીને સહન કરી શકે તેવી ગાયો ઉત્પન્ન કરી શકાય?

લેખક: ડો અબ્દુલ સામદ , રિટાયર્ડ ડીન , મુંબઈ વેટરનરી કોલેજ,પરેલ, મુંબઈ

અનુવાદક: ડો ઘનશ્યામ ધોળકીયા, વડોદરા

વૈશ્વિક ઉષ્ણતામાનમાં વધારો એ હકીકત બની છે અને કેટલાક દેશોમાં તાપમાન ગણુ ઉચુ જઈ રહ્યુ છે ત્યારે ગરમી સહન કરી શકે તેવી ઓલાદો ઉત્પન્ન કરવી તેવી બૂમો થઇ રહી છે.વધુ પડતી ગરમી અને ભેજમાં  ગાયો ઓછો ખોરાક લે છે અને શક્તિ ઓછી થાય છે જેને પરિણામે દૂધ ઉત્પાદન ઘટે છે અને પ્રજનન ઓછું થાય છે.

અભ્યાસ પરથી જોવામાં આવ્યુ છે કે ગાયો માટે  25થી 30*સે તાપમાન આરામદાયક થાય છે. માત્ર તાપમાન જ નહીં પણ ઓછા ભેજવાળુ હવામાન પણ માફક આવે છે. આથી ભેજ-ગરમીનુ પ્રમાણ નક્કી કરવામાં આવે છે.હાલમાં એવુ પણ વિચારવામાં આવે છે કે ગરમી-ભેજના પ્રમાણ/ગણતરી સાથે સૂર્યના કિરણોથી થતી અસરની પણ ગણતરી કરવી જોઈએ કારણ કે રૂવાટીના મૂળમાં તેની વિપરીત અસર જોવામાં આવે છે.ગણા ઉષ્ણકટિબંધ દેશોની ગાયોનુ દૂધ તેમજ પ્રજનન શક્તિ ઓછી જોવા મળે છે જેમનું એક કારણ બિનઆરામદાયક હવામાન હોઈ શકે.ગરમી સામે સહનશીલતા અને ઉત્પાદકતા એ પરસ્પર વિરોધી છે આથી ગાયની વધુ ઉત્પાદકતા પસંદ કરતી વખતે હંમેશા ગરમી સામે ટકી રહેવા સહનશક્તિ જોવામાં આવે છે.જો કે ગરમી-ભેજની અસરને ઓછી કરી શકાય પરંતુ તે માટે વધારે આર્થિક રોકાણ અને ટેકનીકલ જ્ઞાન હોવું જરૂરી છે.

ગાય વધુ ગરમી સામે કેવી રીતે ટેવાય છે તે એક  પ્રશ્ન છે.શુ ગરમી સહન કરવી એ આનુવંશિક છે? એવું જોવામાં આવ્યુ  છે કે ઓછી રૂવાટીવાળી ગાયની સહનશક્તિ વધુ રૂવાટીવાળી ગાય કરતા વધુ હોય છે. વધુમાં એવુ પણ જોવામાઆવ્યુ  કે ઓછી રૂંવાટી એ સ્લીક જીન/ગુણ(ખાસ પ્રકારના જનીન) ના પ્રભાવને કારણે હોય છે. ખૂંધ વગરની વિદેશી ગાયોમાં ઓછી રૂવાટીવાળી ગાયોના રંગસૂત્રોમાં આવા સ્લીક જીન જોવામાં આવ્યા છે.અન્ય બે વિદેશી સંકરિત ઓલાદની ગાયોમાં પણ ઓછી રૂવાટી અને સ્લીક જિન જોવામાં આવ્યા છે.આવા સ્લીક જીનની અસર ઉમર અને વિયાણ  પર પણ અધાર રાખે છે. સ્લીક જિન ધરાવતી ગાયોનું તાપમાન સામાન્ય કરતા 0.018 થી 0.4*સે. ઓછું હોય છે કેટલાક પશુપાલકોએ ગાયોનું સંકરીકરણ સ્લીક જિન ધરાવતી ગાયો સાથે કરાવે છે.

ભારતની ગાયોમાં સ્લીક જિન જોવા મળતુ નથી તેથી ગરમી સામે રક્ષણ એ અન્ય કોઈ વાંશિક ગુણોની લીધે હોઈ શકે.

પરિણામો દર્શાવે છે કે એચ એફ ગાયો જે સ્લીક જિન ધરાવતી હોઈ ,ગરમી સામે સારી રીતે શરીરના ઉષ્ણતામાનનું  નિયંત્રણ કરે છે.આ પરથી બ્રીડર દ્વારા કાળજી રાખી ગાયોને  ફેળવવામાં આવે અને સ્લીક જિન ગાયોમાં દાખલ કરવામાં આવે તો વધુ ગરમી સામે ટકી રહે તેવી ઓલાદ તૈયાર કરી શકાય.