ભારતીય ગાયો પર ગરમીની અસરના અભ્યાસનુ અવલોકન

લેખક:કુસુમ મેહલા,અંકિત મલ્હોત્રા અને અન્ય, NDRI, કરનાલ

દેશી ઓલાદની ગાયો વધુ ગરમી અને ભેજ સહન કરી શકે છે જે વધી રહેલ વૈશ્વિક ઉષ્ણતામાન સામે ટકી રહેવા સારુ છે. આ અંગે ગણા અભ્યાસ કરવામા આવ્યા છે.અગાઉ માનવામા આવતુ કે આ હવામાન સાથે ગાય ટેવાઈ ગયેલ છે પરંતુ આનુવંશિક ગુણોના અભ્યાસ પરથી જોવામા આવ્યુ કે તે વારસાગત હોઈ શકે.પશુપાલકો માટે આ લેખ ગણો ઉપયોગી થાય તેમ છે કારણ કે ઉષ્ણકટિબંધ હવામાન ઓછુ દૂધ તેમજ ગર્ભધારણના પ્રશ્નો  માટે જવાબદાર હોઈ શકે છે.વારસાગત આ બન્ને ગુણોને સમજી નવી ઓલાદ વિકસાવવામાં મદદ થઈ શકે છે.

NDRI,કરનાલના વૈજ્ઞાનીકો દ્વારા mRNA વાંશિક ગુણોનો અભ્યાસ કરવા કેટલીક સાહીવાલ ગાયોને અતિ ઉષ્ણતામાનમા રાખવામા આવી જયારે કેટલીક ગાયોને સામાન્ય વાતાવરણમાં રાખવામા આવી. 42*સે. તાપમાનમાં 4કલાક સુધી રાખી વધારે તાપમાનમાં રાખેલ ગાયોના  લોહીના નમૂનાની RNA તપાસ કરી આ જ ગાયોને સામાન્ય વાતાવરણ(ગરમી તથા ભેજ)મા લાવી ફરીને RNAની વિશિષ્ટ પધ્ધતિથી ચકાસણી કરવામા આવી. આ પરથી એવું જોવામા આવ્યું કે ગરમીને લીધે જિન(સૂત્રો)ની અભિવ્યક્તિ બદલાઈ જાયછે(HSF1). ગરમીને લીધે અમૂક પ્રકારના પ્રોટીનમાં વધારો જોવા મળ્યો જયારે બીજા પ્રોટીન તેમજ પ્રતિકાર શક્તિમા ઘટાડો જોવામાં આવ્યો. અન્ય પદ્ધતિ ધ્વારા cDNA ની ચકાસણી કરતા બદલાયેલ પરિણામ જોવા મળ્યું.

આ અભ્યાસ પરથી ફળીભૂત થયું કે ગરમી સામે પ્રતિભાવ આપવા વાંશિક ગુણ પાયો છે.

બીજા તબ્બકે આ બદલાવ માટે 1 કે વધુ જીન(ગુણસૂત્ર) જવાબદાર છે કે કેમ તે અંગે અભ્યાસ તેમજ આવા જીનને(ગુણસૂત્રને) ઓળખવાનો છે.