નાની પ્રજાતિના દુધ ઉત્પાદન માટેનો અવકાશ અને તક

લેખક : બી ચૌધરી,આશા અશોક,અસ જે પ્રજાપતિ,રંજન કુમાર,હરીન સુતરીયાઅને પી ઈ કાટે.

અનુવાદક: ર્ડો ઘનશ્યામ ધોળકીયા (વડોદરા).

વિશ્વના કેટલાક પ્રદેશોમાં અન્ય જાતિઓના પશુઓના દુધ ઉત્પાદન અને ઉપયોગીતામાં મોટો ફાળો છે.વિશ્વભરમાં ગાયો (85%),ભેંસો (11%)બકરીઓ (2.3%), ઘેટાં (1.4%),ઊંટડીઓ (0.2), ઉપરાંત ઘોડી,ગધેડી,યાકના દુધ 0.1%જેટલો ફાળો છે અને નજીવા પ્રમાણમા રેન્ડિયર,લામા, ઝિબ્રા અને અલ્લાન્ડેનું દુધ પણ સમાવિષ્ટ થાય છે.આ જાનવરો વિષમ વાતાવરણને પણ સહન કરી શકતા હોય,યોગ્ય હવામાન અને સંવર્ધન ની સવલતો આપવામાં આવે તો દુધ ઉત્પાદનમાં વધારો કરી શકાય છે.આવી નાની પ્રજાતિઓ જેમકે ઊંટડી,બકરી,ઘેટી,ઘોડી,ગધેડી અને યાકના દુધમાં રહેલ સત્વો તંદુરસ્તી માટે ગણા ફાયદાકારક છે, જેમકે ટૂંકી કડી  વાળા ફેટી એસિડ,વિટામીન એ,સી અને બી 12,મહત્વના અમીનો એસિડ,ઇન્સુલીન જેવા દૂધમાંના સત્વો કેટલીક ગંભીર બિમારીઓ જેમકે ડાયાબીટીસ,કેન્સર,જાડાપણું,સાંધાનો સોજો,પ્રોટીનની એલર્જી વિગેરે. ઘોડી અને ગધેડીનુ દુધ મનુષ્યના દુધ જેવું હોઈ બાળકોને આપી શકાય છે.

ભવિષ્યમાં આવી પ્રજાતિનું દુધ વૈકલ્પિક ખોરાક તરીકે વાપરી શકાશે.આવા દુધનું ઉત્પાદન વધારવા અને તેની બનાવટો બનાવવાના પ્રયત્નો થયા છે પરંતુ તે માટે જરૂરી માનકીકરણ(નિતિનિયમો) કરવાનુ અને ગાયો ભેંસોના દુધની સરખામણી માટે સેન્સર,ગાઢાપણું અને ઉત્પાદન જરૂરીછે.