દૂધમાં ભેળસેળ માટે વપરાતા કેટલાક પદાર્થો-રસાયણોથી થતી આડઅસરો

દૂધ એ એક એવું કુદરતી ખાદ્ય પદાર્થ છે કે જેમાં સરળતાથી ભેળસેળ કરી શકાય છે. કેટલાક હોંશિયાર લોકો દૂધમાં એકસાથે એકથી વધારે પદાર્થો કે રસાયણોનો સુમેળ કરી ભેળસેળ કરે છે અને તેની દૂધમાં ચકાસણી મુશ્કેલ બનાવે છે. તાજેતરનાં વર્ષોમાં કેટલાક નવીન તત્વો-રસાયણોની દૂધમાં ભેળસેળ કરવામાં આવી હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જેમના પરીક્ષણ માટેની અસરકારક પદ્ધતિઓ શોધાયેલ નથી, તેથી આવા કિસ્સાઓમાં ભેળસેળ ની પરખ ખાતરીપૂર્વક થઈ શકતી નથી.

આવો જાણીએ, દૂધમાં ભેળસેળ માટે વપરાતા કેટલાક પદાર્થો-રસાયણો અને તેની આડઅસરો:

ફોર્મેલીન:

આ એક ઝેરી અને જીવલેણ રસાયણ છે, તેને કેન્સરકારક પણ ગણવામાં આવે છે.

યુરિયા:

આ રસાયણ પેટ અને જઠરની બીમારીઓ પેદા કરી શકે છે.

હાઈડ્રોજન પેરોક્સાઈડ:

પ્રોટીનની ગુણવત્તાને અસર કરે છે. પ્રજીવકો તથા સલ્ફર ધરાવતા એમિનો એસિડની ઉપયોગિતાને અસર કરે છે.

ડિટર્જન્ટ:

પેટનો દુખાવો, પેટના ચાંદા વગેરે જેવા વિકારો પેદા કરે છે.

કોસ્ટીક સોડા:

તે એક કેન્સરકારક રસાયણ ગણાય છે. પેટ અને ચામડીના દર્દો પેદા કરી શકે છે. ઉપરાંત પ્રોટીનની ગુણવત્તાને પણ અસર કરે છે.

સ્ટાર્ચ:

ભેળસેળમાં સાવ સસ્તા પ્રકારનું સ્ટાર્ચ વાપરવામાં આવે છે, જે રોગજન્ય જીવાણુંઓ ધરાવી શકે છે.

પાણી:

મોટાભાગે દૂષિત અને રોગજન્ય જીવાણુંઓ ધરાવતું પાણી વાપરવામાં આવે છે, જે ઝાડા, ઊલટી, પેટના વિકારો જેવા પાણીજન્ય રોગો પેદા કરી શકે છે.

મેલામાઇન:

મૂત્રપિંડ અને પ્રજનનતંત્રનાં રોગો પેદા કરે છે, તેની અસરથી બાળકોની મૂત્રપિંડ સંપૂર્ણપણે કામ કરતી બંધ થઈ શકે છે.

તેલ અને વનસ્પતિ ઘી:

સસ્તા પ્રકારનું અને નીચી ગુણવત્તાવાળું ખાદ્ય તથા અખાદ્ય તેલ ઉમેરવામાં આવે છે, જે સ્વાસ્થ્યને વિવિધ રીતે હાનિકારક છે.