ગીર ગાય માં રોગ પ્રતિરોધકતા અને ગરમી સામે સહનશીલતા માટેના આનુવંશિક ગુણોનું પૃથ્થકરણ
લેખક : ડો અબ્દુલ સામદ , રિટાયર્ડ ડીન , મુંબઈ વેટરનરી કોલેજ , પરેલ , મુંબઈ
અનુવાદક : ડો ઘનશ્યામ ધોળકીયા , વડોદરા
ગીર ગાય ગરમી સામે સહનશક્તિ તેમજ રોગ અને બાહ્ય અને આતરિક પરોપજીવો સામેની પ્રતિરોધકતા માટે વિશ્વભર માં જાણીતી થઇ છે. વિશ્વભર માં હવામાનમાં થઇ રહેલ ફેરફાર તેમજ ઉષ્ણતામાનમાં થઇ રહેલ વધારાને લીધે દૂધ ઉત્પાદનમાં એકદમ થતા ઘટાડા થી ચિંતિત છે કારણ કે યુરોપ અને અમેરિકાની ખૂંધ વગરની ગાયોમાં ગરમી તેમજ ભેજવાળા હવામાન સામે ટકવાની સહનશક્તિ અને દૂધ ઉત્પાદકતા ઓછી છે. ખૂંધવાળી ગાયોની ઓલાદમાં ગીર ગાયોની પસંદગી વધુ છેકારણે તેનું દૂધ પ્રમાણમાં વધુ છે.
આ પરિસ્થિતિ સામે ટકી રહેવાનો એક વિકલ્પ ગાયોની કૃત્રિમ (સંકરિત) ઓલાદ તૈયાર કરવાનો છે જેમાં ખુંધ વગરની વધુ દૂધ આપતી ગાયોને ખૂંધવાળી ગયો સાથે સંકરીત કરવી જેથી આવી ગાયોમાં ખૂંધવાળી ગાયોના વધુ ગુણ હોય. આથી ગરમી સામે સહનશીલતા તેમજ રોગ સામે વધુ પ્રતિરોધકતા હોય તેવી ગાયો વિકસાવવા પ્રતિબદ્ધ છે.
2016માં અમેરિકાની એલ્બર્ટા યુનિવર્સિટીમાં પ્રયોગોને આધારે ગીર સાંઢને લગતા રસપ્રદ લેખ પ્રકાશિત કરવામાં આવેલ જેના અવલોકન વાષિક સારા ગુણોને પ્રસાર કરવા પાયાના કામમાં ઉપયોગી થશે. આલેખ એ વાત પાર ભાર મૂકે છે કે ગરમી અને રોગ સામે લડવામાં અનુવાંશિક ગુણો મૂળમાં છે.વધુમાં ખુંધ વગરના અને ખૂંધવાળા પશુઓને વૈજ્ઞાનિક પધ્ધતિએ સંકરિત કરી કૃત્રિમ ઓલાદ તૈયાર કરી શકાય.