‘મિથુન’ ની આનુવંશિકતાની ક્રમબધ્ધતા : નર ગૌર અને ગાય ની સંકરીત ઓલાદ
લેખક: ર્ડો અબ્દુલ સામદ રીટાયર્ડ ડીન,મુંબઈ વેટ કૉલેજ, પરેલ, મુંબઈ.
અનુવાદ્ક: ર્ડો ઘનશ્યામ ધોળકીયા (વડોદરા ).
મિથુનને ગૌર તરીકે પણ ઓળખવામાં આવેછે તે અર્ધ જંગલી પ્રકારના ગૌ જાતિનું જાનવર છે ,માન્યમાર જેવા પહાડી પ્રદેશોમાં મળી આવે છે.મિથુનમાં 58રંગસૂત્રો છે જયારે ગાયમાં 60 રંગસૂત્રો હોય છે.મિથુનની ઉત્પત્તિ વિશે હજુ સુધી સ્પષ્ટતા નથી. કેટલીક માન્યતા મુજબ તે પોતાની મેળે ઉત્પન્ન થયેલ જાનવર છે જયારે કેટલાક મત મુજબ તે ગૌર નર અને માદા ગાયની સંકરીત ઓલાદ છે.અગાઉ થયેલ અભ્યાસ મુજબ નર મિથુન અને ગાયનુ સંકરીકરણ થઇ શકે છે અને તેમાંથી ઉત્પન્ન થયેલ માદા જાનવર પ્રજનન માટે સક્ષમ છે જયારે ઉત્પન્ન થયેલ નર જાનવર પ્રજનન માટે અક્ષમ છે.મિથુનમાં કૃત્રિમ વીર્યદાન થતુ ન હોઈ બાહ્ય રંગરૂપમાં ફેરફાર જોવા મળતો નથી. આ જાનવરનુ માથુ નાકની બન્ને બાજુએથી ઉપસેલું હોય છે,કાન ટૂંકા અને પહોળા હોય છે તેમજ ઘુટણથી નીચેનો પગ સફેદ હોય છે.
મિથુન ગણા પ્રકારના છોડ,ઝાડ,વાંસના પાંદડા,ડાળી -ડાળખાં ખાય છે અને પહાડ પરની વિષમ પરિસ્થિતીમાં પણ રહી શકે છે. કમનશીબે મિથુન પ્રજાતિની સંખ્યા ઝડપથી નાશ થતી જાય છે તેથી આંતરરાષ્ટ્રીય પ્રાકૃતિક સંરક્ષણ સંસ્થાને મિથુન જાનવરને વિલુપ્ત થતી જાતિ તરીકે માન્ય કરેલ છે.
મિથુનની આનુવાંશિક ગુણોની ક્રમબધ્ધતાનો અભ્યાસ કરવા ચીનમાં રીસર્ચ કરવામાં આવ્યું છે આ અભ્યાસમાં ગણી જ વિવિધતા જોવામા આવી છે જેમાં 62.24%એકસૂત્રી ગુણો જોવામાં આવ્યા છે.16901 જાનવરોનો અભ્યાસ ગણોજ રસપ્રદ છે.
આનુવાંશિક પ્ર્થકરણ પરથી સાબિત થયેલછે કે મિથુનએ જંગલી નર ગૌર અને ગાયનુ સંકરીત જાનવર છે.