ડેરી ઉધોગમાં QR કોડ ટેકનોલોજી
દૂધાળા પશુઓમાંથી ઉત્પાદિત ખાદ્ય પદાર્થ મનુષ્યના ખોરાક શૃંખલામાં મહત્વનું સ્થાન ધરાવે છે. પશુઓમાંથી કેટલીક બીમારિઓ મનુષ્યમાં ફેલાતી હોય ઉપભોક્તાઓ અને નિયમ ઘડનારાઓ માટે ચિંતાનો વિષય છે. જાગૃતતા વધવાને કારણે ખાદ્ય પદાર્થ ક્યાંથી આવે છે, ઉત્પન ક્યાં થાય છે તેનું મહત્વ ઘણું વધી ગયું છે. ઘણા દેશોમાં ખાદ્ય પદાર્થનાં ઉત્પાદનની કડી મેળવવા ઘણા માપદંડ નિયમો બનાવવામાં આવે છે. આ કાયદા પ્રમાણે દૂધ અને માંસની ગુણવત્તાની જાળવણીની જવાબદારી ઉત્પાદકની રહે છે. જે આખરે યોગ્ય ઇનપુટ પશુઓના દૂધ ઉત્પાદન/માંસનું પ્રાથમિક સ્તોત્ર હોઈ તેની ચકાસણી/તપાસણી પશુઓથી સરુવાત થઇ ઉપભોક્તા સુધી રહે છે.
આ પદ્ધતિમાં દરેક પશુની ઓળખ એ પહેલું પગથિયું છે જેની માહિતી પશુપાલક કે ફાર્મ મેનેજેર આપે છે. ભારત સરકારને આ અંગેનું મહત્વ સમજાયેલ હોઈ, પશુ ઓળખ માટે વિગતવાર કાર્યક્રમનું આયોજન કરેલ છે.
આ ક્ષેત્રમાં છેલ્લા ૨૦ વર્ષમાં ટેકનોલોજીનો ઘણો વિકાસ થયેલ છે. વિશ્વભરના પશુપાલકો પોતાની સાથે સંકળાયેલ ઉપભોક્તાઓ સાથે આધુનિક ટેકનોલોજીથી સંપર્કમાં રહે છે.
ભૂતકાળમાં બ્રિટનમાં પોતાની ગાયો વેચવા બજારમાં લઇ જતાં હતા. આ બજાર ભારતના ગ્રામ્ય બજાર જેવું હતું.(હરાજી થતી હતી) પરંતુ મોટા ગ્રાહકોને જોઈતી માહિતી ઉપલબ્ધ ન હોય સંતોષ થતો ન હતો. QR કોડ ઘણા ઉધોગોમાં, ડેરી અને ખાદ્ય ઉદ્યોગોમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. જેથી આશાનીથી માહિતી ઉપલબ્ધ થાય છે. QR કોડ એ બે તરફી કોડ છે જે યુનિફોર્મ રિસોર્સ લોકેટર (પશુ) સાથે સાંકડી શકાય. URL એ વેબ સાઈટ સાથે જોડાયેલ હોઈ જરૂરી માહિતી આપી શકાય છે. (up load) મોબાઈલ ફોન પર તેની એપ્લીકેશન દ્વારા URL સાથે જોડાણ કરી માહિતી મેળવી શકાય છે.
સને ૨૦૧૦માં બ્રિટનમાં ગાયોની બાજુ પર રંગ લગાવી હરાજી કરવામાં આવતી.આ રીતે પ્રાથમિક તબક્કે QR પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો. આ માટે ભૂસી શકાય તેવા રંગનો ઉપયોગ થતો હતો . આ વિચારે ઘણી ઉત્કઠા જાગૃત કરી પરંતુ કોડને છાપવો, ગાય પર લખાણ કરવું , સાફ કરવું વગેરે પ્રક્રિયા કામમાં રોકાયેલ પશુપાલકો માટે ઘણો સમય લેતું હતું.
સને ૨૦૧૨, માં બી.બી.સી. ન્યૂઝ પર એક રમુજી વાર્તા રજુ થઈ જે જેમ્સ બાર્ન્સ ઓફ સોમરબય, લેઇસેસ્ટરશિરે ના રહેવાસી હતા. જેમ્સ કે જે પોતાના ફાર્મમાં જે ગાયોનાં દુધ માંથી પ્રીમીયમ સ્ટીલસ્ટોન ચીઝ બનાવતો હતો તે ગાયો ને QR કોડ આપી રંગતો હતો જેથી જે મુલાકાતીઓ ફાર્મની મુલાકાત લે અને ઉત્પાદન ખરીદે તેની માહિતી મેળવી શકે.
ફ્રાંસનાં પશુપાલકોએ આથી પ્રોત્શાહિત થઇ આ QR ટેકનોલોજીને અપનાવી પોતાની ગાયોનો જાહેરાત માટે થતો દૂરુપયોગ અટકાવ્યો.
બીજો રમુજી પ્રયોગ ઈંડા પર QR કોડ પ્રીન્ટ કરવાનો હતો. અમેરિકાની એક કંપનીએ વધુ ઈંડા ઉત્પાદકકારોને પોતાના ફાર્મ પરના ઈંડા પર QR કોડ લખવાનું જણાવ્યું . જેનો ઉદેશ ઈંડાના કવચ પરથી વધુ માર્કેટિંગ કરવા માટેનો હતો.પરન્તુ લાંબા સમય સુધી આ પ્રયોગ ચાલ્યો નહી કારણકે જે ઈંડા પર સોનેરી કોડ હતો તેને ટ્રાન્સપોર્ટ કરવામાં મુશ્કેલી પડતી હતી.
પશુની ઓળખ માટે કાનમાં કડી પહેરાવવાનો વિકાસ થયો અને હક્ક પણ મળ્યા.કાનની કડીમાં લીનીયર બાર કોડને બદલે ક્રીપ્તિકલ QR કોડને છાપવામાં આવ્યા જે પશુની ડેટા ફાઈલ સાથે જોડાણ થાય છે.પશુની માહિતી કાનની કડી પરથી ક્લાઉડ સર્વર પર થી મોબાઈલ ફોનના QR સ્કેનર પર થી મેળવી શકાય છે. આ પદ્ધત્તિનો મોટો ફાઈદો એ છે કે તેના ડેટા QR કોડને સ્કેનિંગ કરવાથી ઉમેરી પણ શક્ય છે. જેથી ખોટી આંકડાકીય માહિતી (ડેટા) ભરવાનું ટાળી શકાય.
એક વખત પશુને ક્રીપ્તિક્ કોડ વાળી કડી પહેરવાથી, આજીવન ગમે ત્યાં ગમે ત્યારે મોબાઈલ ફોનથી સ્કેનિંગ કરવાથી માહિતી મેળવી શકાય છે. પશુપાલક પોતાના જાનવર માટે એક વખત મામુલી ફી ભરી નોંધણી કરાવી શકે છે. ઉપરાંત પશુઓની આંકડાકીય માહિતી તેમજ વ્યવસ્થાપનની મદદ મેળવી શકે છે. દક્ષિણ ભારતની એક અગ્રગણ્ય ડેરીએ ૧.૩ લાખથી વધુ જાનવરોના કાનમાં કડી પહેરાવી નોંધણી કરાવી છે. આ પદ્ધતિનાં ઉપયોગ થી સંપૂર્ણ પશુ વૈધકિય સેવાઓ, વંશવેલો, સુધારણા, કુત્રિમ રેતન દાન, આહાર બાબતનું માર્ગદર્શન, ઉત્પાદન વધારવાનું માર્ગદર્શન વગેરે લાભ લઇ શકાય છે.
આ ટેકનોલોજીથી રખડતા ઢોર, પશુઓની હેરાફેરી અને ફાર્મનાં ઉપભોક્તાઓ માટે ખુબજ ઉપયોગી નિવડે છે.
લેખક
ડૉ. ઘનશ્યામ ધોળકિયા (વડોદરા)