પશુપાલકે ગાયના રોજિંદા આહારમાં સાઇલેજ શા માટે ઉમેરવું જોઈએ
ડૉ. અબ્દુલ સામદ
ભાષાંતર :ડૉ. ઘનશ્યામ ધોળકિયા (વડોદરા)
પશુપાલક દ્વારા જાનવરોને આહાર આપવાની પદ્ધતિ જાનવરની દુધ આપવાની ક્ષમતા પર સીધી અસર કરે છે. અને અંતે દુધ ઉત્પાદન નફા પર અસર થાય છે. મોટા ભાગ નાં પશુપાલકોને જાનવરો માટે યોગ્ય ગુણવત્તા ધરાવતા પ્રમાણમાં ઘાસ ઉગાડવાનો પ્રશ્ન રહે છે. સામાન્ય રીતે પશુપાલક જરૂરીયાત મુજબ દરરોજ ઘાસ કાપી ટુકડા કરી જાનવરોને આપે છે. આ પદ્ધતિના ત્રોણ મોટા ગેરફાયદા છે.
(૧) આ રીતે દૈનિક કાપણી કરવાથી લગભગ ૧ માસ જેટલો સમય લાગે છે.આટલો સમય ખેતર ખાલી રહે છે.
(૨) ચારાના પોષક ગુણોમાં ઘટાડો થાય છે.
(૩) આ પદ્ધતિ મજુરીયાત આધારિત થઇ જાય છે. જેથી ખવડાવવામાં બેદરકારી અથવા મોડું થાય તો સીધી અસર દુધ ઉત્પાદન પર થાય છે. આ કરતાં જયારે પાકમાં પૂરતાં પ્રમાણમાં ભેજ અને પોષક તત્વો હોય ત્યારે પાકની સંપૂર્ણ કાપણી કરી સારી રીતે સાચવવાથી ફાયદો થાય છે. જેમ કે દૈનિક મજુરી ખર્ચમાં બચાવ થાય છે. નિયમિત સમયસર ચારો મળવાથી પૂરતુ દુધ ઉપલબ્ધ થાય છે ને ૧ માસ જેટલો સમય મળતા બીજા પાક માટે ખેતર તૈયાર કરી શકાય છે. ચારા ને કાપ્યા બાદ સુર્યના તાપમાં મૂકી સુકવણી કરી શકાય. ઉપરાંત લીલા ચારાને હવા મુક્ત બંધિયાર વાતાવરણમાં આથો આપી રાખી શકાય જેને સાઇલેજ અથવા તો ‘મૂર’ કહે છે તે બનાવી શકાય. વિશ્વભરમાં સાઇલેજને મુખ્ય પશુ આહાર તરીકે આપવામાં આવે છે. જેમાંથી વધુ પ્રમાણમાં ખાદ્ય ઉર્જા, પ્રોટીન અને રેશાવાળ ખોરાકની જરૂરિયાત પુરી પડે છે.
સાઇલેજ કેમ બનાવવું.
સાઇલેજ બનાવવાનો સિદ્ધાંત ઘણોસાદો છે, જે રૂમેન(પેટ) માં આથો આવવાની પ્રક્રિયાની નકલ છે. હકીકતમાં સાઇલેજ ને પૂર્વ-પાચક ખાદ્ય પણ કહેવાય છે. મોટાભાગના ઘાસ ચારા પાકમાં ૬-૧૦% જેટલા દ્રાવ્ય સર્કરાનું રૂપાંતર એસિટીક એસિડ અથવા એસિટેટમાં થાય છે. આ આખી પ્રક્રિયાનો મુખ્ય મુદ્દો હવા વિના આથો લાવવાનો છે. પ્રાણવાયુની હાજરીમાં સાઇલેજ બગડે છે. કારણકે હવામાન સાથે ઉત્પન થતાં બેક્ટેરિયા (જીવાણું) અને ફૂગની વ્રુધિ થાય છે. જયારે પાકમાં ૬૫% જેટલો ભેજ હોય અને ડુડા આવવાની તૈયારી હોય તે કાપણી માટેનો મહત્વનો સમય છે. પાકમાના ભેજની ટકાવારી જાણવા માટે સામાન્ય રીતે તેની પાંદડીને મસળવી જોયે તે નરમ જણાય અને થોડો ભેજ નીકળે તો તે યોગ્ય છે. પુરા પાકની બે દિવસમાં કાપણી કરવી જોઈએ. કાપણી બાદ જો ભેજનું પ્રમાણ વધુ જણાય તો રાત્રી દરમિયાન છાયડામાં નીચે સુકવી તેની સંભાળ લેવી.
ટૂકડા કરેલ ઘાસને કેવી રીતે રાખવું?
ટુકડા કરેલ ઘાસ ને જમીન નીચે કોઠારમાં,ઉભા કોઠારમાં, બંધિયાર ઓરડામાં એ સાઇલેજ બેગમાં સાચવી શકાય. સાઈલેજને કેવી રીતે સ્ટોર (સાચવવું) તેનો આધાર બનાવેલ સાઇલેજ,આર્થિક રોકાણ અને બે સાઈલેજ વચ્ચેના સમયગાળા પર આધારિત છે.
સાઈલેજ બનાવતી વખતે શું ઉમેરી શકાય ?
વાસ્તવિકમાં સાઈલેજ બનાવતી વખતે કોઈ પણ પદાર્થ ઉમેરવાની જરૂરિયાત નથી પરંતુ જો જણાય કે તેમાં સાકરવાળા દ્રાવ્ય પદાર્થ ઓછા છે તો ગોળની રસી કે ગોળ નાં પાણીનો છંટકાવ કરવો. આ વિશે નોધવું જરૂરી છે કે વધારે સાકર વાળા પદાર્થથી સાઈલેજની ગુણવત્તા પર અસર થાય છે. કેટલાક પશુપાલકો યુરિયા અથવા ખનીજ દ્રવ્ય (મિનરલ મીક્ષર) ઉમેરે છે જે ફાયદાકારક નથી.
સાઇલેજ કેવી રીતે દબાવવું ?
ટુકડા કરેલ ઘાસને પ્રાણવાયુ મુક્ત વાતાવરણમાં સાચવવું મુશ્કેલ હોઈ, તેના થરને પાથર્યા પછી તેના પર દબાણ આપવું જરૂર છે. જેથી હવા બહાર નીકળી જાય. તેને હાથ વડે કે મશીન વડે દબાવી શકાય વધુ સાઈલેજ માટે યાંત્રિક રોલર અથવા ટ્રેકટરનો ઉપયોગ કરી શકાય. હવા મુક્ત પરિસ્થિતિ જાળવવા બનાવેલ સાઈલેજ ને ચારે તરફથી પ્લાસ્ટીકથી ઢાકી દેવું . ઉપરના ભાગે જુના ટાયર અથવા પથ્થર મૂકી દબાણ આપી શકાય. નાના ખેડૂતો કે જેમને જગ્યાનો પ્રશ્ન હોય તેઓ માટે બજારમાં સાઇલેજ બેગ ઉપલબ્ધ છે. જેમાં ૫૦ કી.થી .૧૦૦૦ કિલો સાઈલેજ ભરી શકાય. નાની સાઈલેજ બેગ નું પરિવહન આશાનીથી થાય છે.ઉપયોગમાં લીધેલા ખાતરની ખાલી થેલીઓનો ઉપયોગ કરવો હોય તો અંદરનાં અસ્તરને દરેક વખતે બદલવું.
સાઇલેજ બનવામાં લાગતો સમય
સામાન્ય રીતે સાઇલેજ તૈયાર કરવામાં ૧ મહિનો લાગે છે. સાઈલેજ તૈયાર થયે તેમાંથી મીઠી સુગંધ આવે છે જે દૂર થી પણ જાણી શકાય.
સાઇલેજની ગુણવત્તા કેવી રીતે જાણવી ?
સાઈલેજની ગુણવત્તા પ્રત્યક્ષ પરિક્ષણથી, પોષક તત્વોની તેમજ જીવાણુઓનો લેબોરેટરીમાં તપાસ કરવાથી જાણી શકાય. સારા સાઇલેજની મીઠી સુગંધ આવે છે. જયારે ખરાબ થઇ ગયેલ સાઇલેજમાં થી દુર્ગંધ આવે છે જો ફૂગ લાગી ગયેલ હોય તો સાઇલેજ કાળો થઇ જાય છે. સાઇલેજ નાં પોષક તત્વોની પરિક્ષણ ન્યુત્રીશનીષ્ટ પાસે કરાવી લેવી હિતાવર છે. જે ખવડાવવા બાબતે યોગ્ય સલાહ આપે અને ખાસ ખર્ચનો બચાવ થાય. જીવાણું વિશે પણ પરીક્ષણ (તપાસ) કરાવવી હિતાવર છે. જેથી જાણી શકાય કે સાઇલેજ લીસ્ટેરિયા કે કલોસ્ટેડીયમ જેવા જીવાણું થી મુક્ત છે.
કયા ચારાનો સાઇલેજ બનાવી શકાય ?
કોઈ પણ પાંદડા કે ઘાસ કે જેમાં ૭ થી ૧૦ % દ્રાવ્ય સાકર અને ડુડા સાઇલેજ બનાવવા યોગ્ય છે. સામાન્ય રીતે મકાઈ, જુવાર, અને સંકરીત નેપીયર માંથી સારો સાઇલેજ તૈયાર થાય છે. જયારે જવ વાઈનરી, શાકભાજી કે ફળોનાં કૂચાનો બગાડ ઉપલબ્ધ હોય તો ઉપયોગ કરી શકાય.
દુષ્કાળ અસરગ્રસ્ત કે નિષ્ફળ પાકમાંથી પણ સાઇલેજ બનાવી શકાય. જો કે તેની ગુણવત્તા તેમાં રહેલ ભેજ, પોષક તત્વો અને પાકની ઉમર પર આધાર છે.
મકાઈ સાઇલેજમાં પોષક ઘટક
સુકા પાંદડા ૨૩.૫ -૨૫ %
કાચું પ્રોટીન ૬.૫ – ૮ %
રેશાવાળા કાચા પદાર્થ ૨૩.૫ % – ૨૫ %
NDF ૪૯ .૩ %
ADF ૨.૫ -૨.૬ %
રાખ/ભસ્મ ૪.૮ %
કૂલ ઉર્જા ૧૯ mj/kg સુકા પદાર્થ