ગાયોને ઘાંસચારા સાથે અઝોલા આપવું: નફાકારક અથવા માત્ર પ્રચાર

વર્તમાન  સમયમાં  વિશેષ  કાર્યક્રમો  લેવામાં  આવે  છે  જેનાં  ધ્વારા  ગાયોને  ઘાંસચારામાં  અઝોલાને  ખવડાવવાનાં મતને  લોકપ્રિય  કરવામાં  આવ્યું. અઝોલાને ઘાંસચારાની  અવેજીમાં  વાપરી  શકાય  એવો  એક  દાવો  કરવામાં  આવી રહ્યો   છે,  જેથી  બીજું  ખાણદાણ  ઓછું  આપવું  પડે  અને  ચારા  પર  થતો  ખર્ચો  ઓછો થાય.  પ્રકાશિત   પેપર  અને  સાહિત્ય  ઘ્વારા  આ  વાતોની  વાસ્તવિકતાનું  અધ્યયન  કરી એનાં  વિવિધ  પાંસાઓની  અહીં  ચર્ચા  કરીશું.  ઘણી   વખત   અમે  વિશેષજ્ઞો   અને  ગામડાઓમાં   જઈને   શિક્ષણ  આપતાં   કાર્યકરો   ખેતીની  પધ્ધતિ,  વ્યવહારિકતા  અને  સંપૂર્ણ  ઉપયોગિતા   જોઈ   શકતાં   નથી. આ   મુશ્કેલી  ત્યારે   વધે    છે,  જયારે  આ   ઝુમ્બેશ  માત્ર  લક્ષ્ય  સાધ્ય  કરવાં   માટેની  કૃતિ   થઈ  જાય  છે.  આવી  પરિસ્થિતિમાં  આપણે  યોગ્ય  શાસ્ત્રીય  ઉપયોગ,  કિંમત, સગવડતા  આ  બધાં  પાંસાઓને  ભૂલી  જઈએ  છે.

ગાયોને  ચારામાં  અઝોલા  આપવું  આ  એક  જૂની  અને  ત્યજાયેલી  પધ્ધતિ  છે.

અઝોલાની  ખેતી  અને  ઉપયોગ  નવું  નથી, આની  શરૂઆત  1990  નાં  દાયકામાં થઈ.  ચીન,  જાપાન  અને  ફિલિપીન્સ  જેવા  દેશોમાં  ડાંગર  સાથે  અઝોલાનું  પાક લેવામાં  આવતું  હતું,  પરંતુ   થોડાં   સમયમાં   જ   આ   બંધ  થયું.  ભારતમાં  જયારે અઝોલાનો   વપરાશ  શરૂ  કરાયો  ત્યારે  ઘણાં  પાંસાઓ  ધ્યાનમાં  ના  લેવાયા. અઝોલા  ઘાંસચારાની  અવેજીમાં  નથી  લઈ  શકાતું.

ટેબલ 1

સુકો ચારો % કુદરતી પ્રોટીન ડીએમ % ડીએમ પાચનથી મળતી ઉર્જા = 1 કિલો અઝોલા (એમ જે)
અઝોલા 6.7 20.6 0.49
કપાસિયાનો ખોળ 92 34.3 0.96
રાસાયણિક પ્રક્રિયા કરેલું ખાણદાણ 92 18.0 0.80
સાયલેજ 23.5 8.0 2.99
જૂવાર, બાજરાનાં પૂળા 93 3.7 0.49

કોઈપણ  ઘાંસચારા  અથવા  ખાણદાણનું  મુલ્ય  એમાં  રહેલાં શુષ્ક  પદાર્થ અને પોષકતત્વો  પરથી નક્કી  કરવું  જોઈએ, ઉપસ્થિત  પાણીમાં  કોઈ પોષકતત્વ  નથી.   સૌપ્રથમ  વિચાર  કરવાં  જેવી  બાબત  છે  કે  શુષ્ક  પદાર્થમાં  પોષકતત્વોની   ઘનતા  કેટલી  છે.  બીજી  ધ્યાન  આપવાં  જેવી  બાબત  છે  એમાં  રહેલું  પ્રોટીન  અને પાચન  ધ્વારા  પ્રાપ્ત  ઉર્જાનું  પ્રમાણ.  છેલ્લી  અને  સૌથી  મહત્વની  બાબત  છે  શુષ્ક પદાર્થનું  કિલો  દીઠ  મુલ્ય.  રીપોર્ટ  ધ્વારા  જાણવા  મળે  છે  કે  24  ચોરસ  ફુટ આકારનાં  તળાવમાંથી  લગભગ  1 કિલો  અઝોલાનું  ઉત્પન્ન  મળી  શકે  છે.  ટેબલ  1 માં  અઝોલા અને સામાન્યરીતે વપરાતાં ચારામાં રહેલાં પોષકતત્વનું પ્રમાણ આપવામાં આવ્યું છે.

ટેબલ 2

કુલ પ્રમાણ ઉપલબ્ધ શુષ્ક પદાર્થ શુષ્ક પદાર્થમાં પ્રોટીનનું પ્રમાણ (ગ્રામ) ડીએમ એમજે માં એમઈ નું પ્રમાણ
અઝોલા (1000 ગ્રામ) 1000 67 14.0 0.49
કપાસિયાનો ખોળ 73 67 34.3 0.96
રાસાયણિક પ્રક્રિયા કરેલું ખાણદાણ 73 67 12.0 0.80
સાયલેજ 215 67 22.8 2.99
જૂવાર, બાજરાનાં પૂળા 72 67 2.48 0.49

ટેબલ 2 માં  મેં  અઝોલામાં રહેલાં પોષકતત્વોની તુલનામાં કપાસિયાનો ખોળ, રાસાયણિક પ્રક્રિયા કરેલું  ખાણદાણ, સાયલેજ  અને  જૂવાર,  બાજરાનાં  પૂળામાં  રહેલાં પોષકતત્વોનાં  આંકડા  આપ્યાં  છે. (આ પોષકતત્વોનાં આંકડા  www. Feedipedia.org  આ  વેબસાઈટ  પરથી  લેવામાં  આવ્યાં  છે.)  અઝોલામાં  શુષ્ક પદાર્થનું  પ્રમાણ  6.7%  હોય  છે  જે  બીજાં  સામાન્યરીતે  ઉપલબ્ધ  ઘાંસચારા  કરતાં બહુંજ  ઓછું  છે.  અર્થાત  રોજ  1  કિલો  અઝોલા  ખવડાવવામાં  આવે  તો  એમાંથી માત્ર  67ગ્રામ  પોષકતત્વ  મળે  છે. એની તુલનામાં જો 1 કિલો સાયલેજ ખવડાવવામાં  આવે  તો  5  ગણા  વધારે  (235 ગ્રામ)  પોષકતત્વો  મળે  છે.  એવી  જ રીતે  પશુપાલક  જો  માત્ર  73 ગ્રા  કપાસિયાનો  ખોળ પશુને  ખવડાવશે  તો  એમાંથી  1 કિલો  અઝોલામાંથી  મળતાં  પોષકતત્વો  પ્રાપ્ત  થઇ  શકે  પરંતુ  બમણાં  પ્રમાણમાં પ્રોટીન  અને  ઉર્જા  મળશે.  પશુપાલક  જો  50%  ઘાંસચારા  અથવા  સાયલેજની જગ્યાએ  અઝોલા ખવડાવવાનું વિચારે તો રોજનું  ગાય  દીઠ  50 કિલો  અઝોલા ખવડાવવું  પડશે  અને  આટલા  પ્રમાણમાં  અઝોલાનાં  ઉત્પાદન  માટે  એને  ગાય દીઠ  1200 ચોરસ  ફૂટનો  તળાવ  બનાવવો  પડે.  એટલે  જ  અઝોલાને  ઘાંસચારા અથવા  ખાણદાણનાં  મુખ્ય  ભાગ  તરીકે  આપી  ન  શકાય.

વધારાનું  પુરકતત્વ  તરીકે  શું  અઝોલાને  આપી  શકાય?

અહીંયા  મેં  અઝોલાનાં  શુષ્ક  પદાર્થમાં  રહેલાં  પોષક  તત્વોનાં  આધારે  બીજાં ચારાની  તુલના  કરી  છે.  આ  તુલના મેં  એક  કિલો  અઝોલાની  સામે  એટલાં  જ પ્રમાણમાં  શુષ્ક  પદાર્થ  એવી  રીતે  કરી  છે.  khol,  પ્રક્રિયા  કરેલું  ખાણદાણ  અને પૂળામાં  આ  પ્રમાણ  72-72 ગ્રામ  થાય  છે.  સાયલેજમાં  શુષ્ક  પદાર્થનું  આ  પ્રમાણ 285 ગ્રામ  છે. 1 કિલો  અઝોલા  14 ગ્રામ  પ્રોટીન  ધરાવે  છે  જયારે  285 ગ્રામ સાયલેજમાંથી  28 ગ્રામ  પ્રોટીન  મળે  છે.  અઝોલા  પ્રોટીનનું  વધારાનું  પુરકતત્વ નથી,  જે  લોકોએ  કરેલાં  દાવાઓની  વિરુધ્ધ  જાય  છે.  ચારામાં  રહેલાં  1 ગ્રામ અથવા 1 કિલોમાં રહેલાં એમઈ (ME) નાં  પ્રમાણ પરથી  એની  યોગ્યતાની  ગણના કરવામાં  આવી  છે.  આ  પ્રકારની  તુલનામાં  અઝોલા  72 ગ્રામ  જુવારનાં  પૂળા જેટલી  ઓછી  ગુણવત્તાનું  પુરવાર  થાય  છે. 285 ગ્રામ  સાઇલેજમાં  એમઈ (ME) નું પ્રમાણ  અઝોલા  કરતાં  પાંચ  ગણું  છે.  પ્રાપ્ત  આંકડાઓ  દર્શાવે  છે  કે  અઝોલાને ઉર્જાનું  પૂરકતત્વ  તરીકે  પણ  ગણી  શકાતું  નથી.

ઉત્પાદનની  સરળતા

અઝોલાનાં  ઉત્પાદનની  સરળતાને  પણ  એક  મહત્વનાં  પાંસા  તરીકે  ગણવું  જોઈએ. કેટલાક  પ્રકાશિત  પેપર  જણાવે  છે  કે  અઝોલા  ઉપર  તાપમાન  અને  ભેજનો પરિણામ  જોવા  મળે  છે.  ઉનાળાનાં  સુકા  મહિનાઓમાં  એ  સુકાઈ  જાય  છે  અને ઉત્પાદનમાં 50% નો ઘટાડો જોવા મળે છે. ભારતમાં મોટાં ભાગનાં વિસ્તારોમાં ઉનાળાનાં 3-4 મહિનાઓ  અત્યંત  ગરમ  અને  શુષ્ક  હોય  છે  જે  અઝોલાની  ખેતી માટે  ઉપયોગી  નથી. અઝોલાનાં  ઉત્પાદન માટે તળાવમાં  દર  અઠવાડિયે  છાણ  અને  સુપર  ફોસ્ફેટને  ભેગું કરીને  આપવું  પડે  છે  જેને  માટે  ખેત  મજૂરોની  જરૂર  પડે  છે.  બીજું,  દર  3-4 મહિનામાં  તળાવનું  પાણી  અને માટી બદલવી પડે છે અને છેલ્લે ભૂમિહીન પશુપાલકને  એમની  2-3  ગાયોનાં  ચારા  માટે  100  ચોરસ  ફૂટનો  તળાવ બનાવવાનું  શક્ય  નથી.  એક  વયસ્ક  ગાયને  થોડાં  વધારે  ગ્રામ  શુષ્ક  પદાર્થ આપવા  માટે  12-14 કિલો  શુષ્ક  પદાર્થ  આપવો.  આટલા  ઓછાં  પ્રમાણમાં  મળતાં શુષ્ક  પદાર્થથી  ચારાની  ગુણવત્તામાં  કોઈ  પણ  વિશેષ  અસર  થવાની  નથી.

અઝોલાની  ખેતી  નૈસર્ગિક  તળાવમાં  કરવામાં  આવે  તો  પ્રક્રિયા   કરેલાં  ચારા  તરીકે  આપી  શકાય. આ  તળાવ  મોટા  હોય  છે  એટલે  ઉત્પાદન  વધારે  થશે  અને પાણી  તથા  માટી  બદલવાં  વધારાનાં  મજૂરોની  જરૂર  નથી.  બીજું,  ઘણાં  દેશોમાં અઝોલાને  ડાંગર  સાથેનું  બીજું  પાક  તરીકે  આની  ખેતી  થાય  છે.  એટલે  ડાંગરની ખેતી  કરતાં  વિસ્તારમાં  આની  લોકપ્રિયતા  વધારી  શકાય.

નિષ્કર્ષ

પ્રાપ્ત  ડેટાનો  અભ્યાસ  કરતાં  એ  વાત  સ્પષ્ટ  થાય  છે  કે  ગાયોને  અઝોલા  ઘાંસ તરીકે  આપવું  અનેક  મુશ્કેલી  ભર્યું  અને  બધાંજ  પશુપાલકોને  પોસાય  એવું  નથી. આ  પધ્ધતિ  એવા  ખેડૂતોને / પશુપાલકોને  સમજાવી  શકીએ  જેમની  પાસે  નૈસર્ગિક તળાવ  છે  અથવા  જેઓ  ડાંગરની  ખેતી  કરે  છે.


ડૉ.  અબ્દુલ  સમદ

એમ. વી. એસ. સી. , પીએચ. ડી. (કૅનેડા)

પશુપાલન તજ્ઞ