ગાયનું દૂધ: આરોગ્યની દ્રષ્ટીએ એક સંપૂર્ણ આહાર
વિશ્વમાં ગાયના દુધની તુલનામાં આવે એવો બીજો કોઈ પૌષ્ટિક આહાર નથી. આરોગ્યની દ્રષ્ટીએ તેને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. ગાયનું દૂધ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. તે મનુષ્યની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિ વધારે છે.
આયુર્વેદમાં જણાવ્યા મુજબ ગાયનું દૂધ, દહીં, ઘી અને માખણ બાળક, યુવાન, વૃદ્ધ અને રોગી વ્યક્તિ માટે કલ્યાણકારી તથા અમૃત સમાન છે. ધાર્મિક પુસ્તકોમાં ગાયના દૂધને સાત્વિક અને બુદ્ધિવર્ધક ગણવામાં આવ્યું છે. ગાયના દૂધમાંથી મનુષ્યને જરૂરી તમામ પોષક્દ્રવ્યો મળી રહે છે. તેથી માતાના દૂધ પછી ગાયના દુધને જ સ્થાન આપવામાં આવ્યું છે. સંશોધનો પ્રમાણે મૂત્ર ઉપરાંત દુધમાં પણ સોનું હોય છે. ૫૦ મણ દુધમાં ૧૦ ગ્રામ સોનું હોય છે. સુવર્ણનું ઉત્પત્તિસ્થાન ગીર ગાયની ખુન્ધમાં હોય છે. ગાયનું દૂધ સુપાચ્ય અને પચવામાં હલકું હોવાથી બાળકો, વૃદ્ધો તથા સગર્ભા સ્ત્રીઓ માટે ઉપયોગી છે. ગાયના દુધમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક, આયોડીન અને વિટામીન એ, બી, ડી, ઈ પ્રચુર માત્રામાં હોય છે.
ગાયના દુધમાં રહેલા તત્વો:
લેક્ટોઝ – ૪.૮%
ચરબી – ૪.૫%
પ્રોટીન – ૩.૫%
ખનિજદ્રવ્યો – ૦.૭%
ગાયના દૂધનો ઉપયોગ:
- ગાયના દૂધને પ્રોટીન અને ચરબીનો મહત્વનો સ્ત્રોત ગણવામાં આવે છે.
- દરરોજ ગાયના દુધના સેવનથી દાંત અને હાડકાં મજબુત બને છે.
- થાઈરોઈડ ગ્રંથીની કાર્યક્ષમતા વધે છે, માંસપેશીઓનો યોગ્ય વિકાસ થાય છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે.
- તે મોટા આંતરડામાં પડેલા ચાંદા રૂઝાવામાં ખુબ જ ઉપયોગી છે.
- નિયમિત ગાયના દુધના ઉપયોગથી ચામડી તથા સ્તન કેન્સર સામે રક્ષણ મેળવી શકાય છે.
- ગાયનું દૂધ શરીરની યુવાની જાળવવામાં મદદરૂપ થાય છે. તેમજ આંખનું તેજ વધારવામાં પણ ઉપયોગી છે.
- કોસ્મેટીકની દ્રષ્ટીએ ગાયના દૂધમાંથી બનાવેલ મલાઈનો ઉપયોગ ચામડીને સુવાળી બનાવવા માટે કરવામાં આવે છે.
- ગાયના દૂધમાંથી બનાવેલ ઘીનો ઉપયોગ મંદિરમાં તથા ઘરોમાં દીવા કરવા માટે થાય છે, એટલે કે તેને પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે.