ઉમ્બલાચેરી ગાય
ઉમ્બલાચેરી એક સ્વદેશી પશુ જાતિ છે જે મુખ્યત્વે કૃષિ કાર્ય માટે ઉપયોગી છે. આ જાતિ તમિલનાડુ રાજ્યના નાગપટ્ટીનામ અને તિરુવરુર જીલ્લાના તટવર્તી મેદાનોની વતની છે. ઉમ્બલાચેરી જાતિના નરનો ઉપયોગ કૃષિ હેતુ માટે કરવામાં આવે છે જેમ કે ગાડું હાંકવાં અને વાવણીના તથા તમિલનાડુના પૂર્વી જીલ્લાના કાદવવાળા ચોખાના ખેતરોમાં કામ કરવા માટે યોગ્ય છે. આ જાતિ જાથી માડુ, મોટ્ટાઈ મદુ, સધર્ન તંજૂર અને થેરકુથી મદુ જેવા કેટલાક અન્ય નામથી પણ જાણીતી છે.
શારીરિક લાક્ષણિકતાઓ
કાંગાયમ કરતાં ઉમ્બલાચેરીનું કદ નાનું હોય છે પણ દેખાવે સમાન હોય છે. આ જાતિ સામાન્ય રીતે સફેદ ટપકા અને કાળી લીટીઓ સાથે રંગમાં ભૂખરી હોય છે. વાછરડાઓ સામાન્ય રીતે સફેદ નિશાનીઓવાળા લાલ અથવા ભૂરા હોય છે અને પુખ્ત વયના પ્રાણીઓ કરતાં અલગ દેખાય છે. તેમના રંગ ધીમે ધીમે તેમની ઉંમર અનુસાર ભૂખરા રંગમાં બદલાય છે. ઉમ્બલાચેરી પ્રાણીઓનું કપાળ એકદમ વ્યાપક હોય છે અને હંમેશાં તેના પર એક અગ્રણી સફેદ તારો હોય છે, જ્યારે આ ક્ષેત્રમાં અન્ય પશુની જાતિઓના કપાળમાં આ સફેદ તારાનો અભાવ હોય છે.
(ફોટો ક્રેડિટ: ફેસબુક)
(છબી સૌજન્ય: રોયસ ફાર્મ)
આખલા અને ગાયો બંને ટૂંકા અને જાડા શિંગડા ધરાવે છે. તેમના કાન ટૂંકા, સીધા અને સમસ્તરીય ગોઠવાયેલ હોય છે. આખલાઓમાં ખૂંધ સારી રીતે વિકસેલી હોય છે, જે નાની ગાયમાં ઓછી વિકસિત હોય છે. ઉમ્બલાચેરી પશુઓ પાસે ટૂંકા પરંતુ ખૂબ જ મજબૂત પગ હોય છે. ગાયમાં બાવલું સારી રીતે વિકસિત હોતું નથી. આખલાઓની સરેરાશ શરીરની ઊંચાઈ ૧૩૫ સે.મી. અને ગાયોની ૧૦૫ સે.મી. હોય છે.
ઉમ્બલાચેરી જાતિ તેમના તાકાત અને ખડતલપણા માટે જાણીતી છે. તે તમિલનાડુની ઉત્તમ ભારવાહી જાતિઓ છે. તેમનું નિવાસ કાવેરી નદીના મુખત્રિકોણ પ્રદેશમાં છે અને આ પ્રદેશમાં કૃષિ ઉત્પાદન ખાસ કરીને ચોખાનું ઉત્પાદન ખૂબ જ સઘન છે. અને આ પ્રાણીઓ ખૂબ જ સખત અને કાદવવાળા ચોખાના ક્ષેત્રોમાં કામ માટે યોગ્ય છે. ઉમ્બલાચેરી ગાયનું દૂધ ઉચ્ચ ચરબીયુક્ત પદાર્થ સાથે ખૂબ જ સારી ગુણવત્તાનું હોય છે.
(છબી સૌજન્ય: રોયસ ફાર્મ)
ઉપયોગો
ઉમ્બલાચેરી જાતિનો મુખ્યત્વે કૃષિ કાર્ય હેતુ માટે ઉપયોગ થાય છે. પરંતુ ગાયોમાંથી દૂધનો વપરાશ ઘર વપરાશ માટે થાય છે.
(વિડિઓ ક્રેડિટ: AgVid)
સંદર્ભ
- https://scialert.net/fulltext/?doi=ajava.2007.218.222
- http://www.roysfarm.com/umblachery-cattle/
- https://www.facebook.com/1618454338408442/photos/a.1618470931740116.1073741828.1618454338408442/1986485691605303/?type=3
- http://nattumadu.in/blog/umblachery-breed-cattle/