પશુને શેરડી ખવડાવી શકાય?
ભારતમાં અને દક્ષિણ અમેરિકામાં પશુઓને આખી શેરડી ખવડાવવી એ સામાન્ય છે. ઉનાળામાં જયારે અન્ય ચારો આસાનીથી ઉપલબ્ધ ન હોય ત્યારે શેરડી આસાનીથી ઉપલબ્ધ હોઈ તેનો વપરાશ થતો હશે. 1970 દરમિયાન ક્યુબા અને અન્ય દેશોમાં સાકરની ફેકટરીઓમાં પ્રશ્નો ઉભા થતા શેરડી ઉત્પાદકોને આ પાકનો વૈકલ્પિક ઉપયોગ કરવો પડ્યો.ગણા પ્રદેશમાં અન્ય ચારા કરતા શેરડી એ પસંદગીનો પાક છે કારણકે તે બારમાસી છે ઉપરાંત વધ સારી છે અને જથ્થો વધુ હોય છે. શેરડીના વાવેતરથી કાપણી સુધીની સપૂર્ણ કાર્યવાહી અને મજૂરી સુધીની જવાબદારી સાકર કારખાનાની હોઈ વધુ જવાબદારી રહેતી નથી.ગ્રામ્ય વિસ્તારમાં ખેત મજુર દ્વારા સાઇકલ પર માથાપર કે બળદગાડામાં લઈ જતા જોવા એ સામાન્ય છે. તેમ છતાં દૂધ ઉત્પાદકોને મુખ્ય ખોરાક તરીકે અપાતી શેરડીમાના પોષક તત્વો વિષે માહિતી હોતી નથી. આ લેખનો મુખ્ય ઉદેશ સરળ રીતે આ માહિતી આપવાનો છે. પશુ ડોકટરો એ આ માહિતી પશુપાલકોને એવી જોઈએ.
શું આખી શેરડી ગાયોને ખવડાવવી જોઈએ? એનો જવાબ છે હા પરંતુ ખોરાકના અન્ય પોષણ (ખાદ્ય) પ્રમાણસર હોય તો જ. શેરડી ખવડાવવાથી અને અન્ય જરૂરી પોશાક તત્વો ન આપવાથી થતી ખરાબ અસરની વિગતો મેળવીએ.
શેરડીમાંના પોષક તત્વો
સામાન્ય રીતે શેરડીમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય છે અને રેશા વધુ હોય છે. એવું માનવામાં આવે છે કે શેરડી ઉતરતી કક્ષાનો ચારો છે. શેરડીમાંનો સૂકા પદાર્થની પાચકતા 74-86% જેટલી તેમજ સેન્દ્રીય પદાર્થની પાચકતા 68-85% જેટલી છે એટલે વાગોળ કરતા જાનવરોનો સારો ખોરાક છે પશુપાલકને આ બાબત સમજાવવાનો છે કે શેરડીની આડઅસર અટકાવવા સમતોલ આહાર આપવો જરૂરી છે.ગણા લેખ દ્વારા સમજાવવામો આવ્યું છે તે પ્રમાણે શેરડીના આહારમાં પ્રોટીન, ખનીજ, વિટામિન ઉમેરવાથી હોજરીના જીવાણું આડઅસરને દૂર કરે છે.ક્યુબામાં “સચેરીના” નામની બનાવટ મળે છે હજાર કિલ્લો ટુકડા કરેલ શેરડીનાચારામાં માં 14% પ્રોટીન, અને 90% સૂકો ચારો, 15 કિલ્લો યુરિયા, 5 કિલ્લો ખનીજ મેળવી આહાર બનાવવામાં આવે છે. આ મિશ્રણને બજારમાં વેંચતા પહેલા સૂકવવામાં આવે છે.
શેરડીનો આહારમાં ઉમેરવાનો ઉદ્દેશ
આ અંગે નો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગાયને શેરડી ખવડાવવા સાથે હોજરીમાંના જીવાણુઓને આથો આવે તેવા એમોનિયા, યુરિયા અને શૂક્ષ્મ પોષક તત્વો જેવા કે અમીનો એસિડ, વિટામિન,ખનીજ દ્રવ્યો પૂરતા પ્રમાણમાં મળી રહે.આ ઉપરાંત બાયપાસ પ્રોટીન, કાચી સાકર, બાયપાસ ફેટી એસિડ પણ ઉમેરવાની જરૂર હોય છે.દાણાના પ્રમાણમાં 2-3% જેટલો જ યુરિયા ઉમેરવો જોઈએ જે કુલ ખોરાકના 1%થી વધારે ન હોવો જોઈએ.કેટલાક દેશોમાં 10 કિલ્લો યુરિયા એક ટન તાજી કાપેલી શેરડીમાં ખનીજ દ્રવ્યો, વિટામીન વિ ઉમેરવામાં આવેછે. ઔપરાંત એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ખોરાકમાં તબકાવાર યુરિયાનો ઉમેરો કરવો જેથી પેટના જીવાણુઓ ટેવાય। યુરીયાને બદલે કઠોળ વર્ગનો ચારો જેમકે રજકો,ઓટ,બરસીમ 600ગ્રામ/100કિલ્લો જાનવરના વજન પ્રમાણે આપી શકાય ચોખાની ભૂંસી 500ગ્રામથી 1 કિલ્લો જેટલી એવી વધુ સારી છે કારણકે તેમાં વધુ પ્રમાણમાં અમીનો એસીડ, કાંજી અને ચરબી છે.પ્રોટીન માટે બીજા પદાર્થ જેમકે તૈલી ખોળ , માછલીનો ભૂકો પણ આપી શકાય જે સારા પરિણામ આપે છે. જયારે પણ યુરિયા નાખવામાં આવે ત્યારે પ્રોટીન ઉમેરવું જોઈએ.
દૂધાળું ગાયને શેરડી ખવડાવવી.
આહારમાં 40-45%થી વધુ શેરડી ન ઉમેરવી જોઈએ.આટલા પ્રમાણમાં પ્રોટીન સોયાબીનખોલ+યુરિયા ઓછાપ્રમાણમાં(10ગ્રામ/કિલ્લો સૂકો ચારો) આખું સોયાબીન ,મકાઈનું છીલકા વિ. ઉમેરી શકાય.સોયાબીન + ઓછા પ્રમાણમાં યુરિયા ઉમેરવાથી દૂધમાં પ્રોટીન પ્રમાણ વધુ મળે છે. રજકો અથવ બીજા કઠોળ વર્ગનો ચારો મળતો હોય તો યુરિયા ન ઉમેરવું. વધુ દૂધ આપતી ગાયો માટે શેરડી ખવડાવવાની ભલામણ કરવામાં આવતી નથી, ખાસ કરીને વધુ ઉત્પાદનનો તબકકો હોય ત્યારે.ભારતમાં 10-15 કિલ્લો દૂધ આપતી ગાયને 20-25 કિલ્લો શેરડી ખવડાવવાનો રિવાજ છે. પરંતુ આવી ગાયોની શારીરિક ક્ષમતા ઓછી હોઈ ગર્ભધારણના પ્રશ્નો ઉભા થાય છે.આવા પ્રશ્નોના નિરાકરણ માટે અગાઉ જ્ણાવ્યુ એ પ્રમાણે ખોરાક આપવો હિતાવહ છે.
ઉછરતા પશુઓને શેરડી ખવડાવવી
શેરડીના રેશાનું પાચન ઓછું થતું હોઈ પશુના ખોરાકમાં તેનું પ્રમાણ 20-50% જેટલું વધઘટ થઇ શકે છે. દૂધ પીવડાવવાનું છોડાવ્યા બાદ સંકર વાછરડીઓને 70% ટુકડા કરેલ શેરડી, 30% દાણ અને 13% પ્રોટીન આપવાથી પાચન શક્તિમાં વધારો થયેલ અને તંદુરસ્તીમાં સુધારો જોવા મળેલ।ક્યુબામાં સંકર વાછરડીઓને 73% શેરડીના પાંદડાં, 10% મોલાસીસ (ગોળની રસી) અને 17% દાણ આપતા દૈનિક 840 ગ્રામ વજનમાં વધારો થયો જયારે 2 વખત દાણ આપતા 950 ગ્રામ વજનમાં વધારો નોંધવામાં આવ્યો।આ પરથી એવું સૂચન કરવામાં આવ્યું કે બે વખત દાણ આપવાથી પ્રોટીન અને સાકરનો સારો ઉપયોગ થયો.
સાયલેજ બનાવવો
શેરડીનો પણ સાયલેજ બનાવી સાચવી શકાય છે.પરંતુ તેમાંની સાકર પીગળી જવાથી આલ્કોહોલ (દારૂ)માં રૂપાંતર થતા પોષક તત્વો ઓછા થઇ જાય છે. આથી બચવા માટે તાજી ટુકડા કરેલી શેરડીને પ્લાસ્ટિકના થેલામાં ભરી દેવાજોઈએ।આ એક સારો પર્યાય છે. અભ્યાસ પરથી જણાય છે કે આવા સાયલેજમાં યુરિયા (0.5%), કેલ્શિયમ પાવડર (0.5%) અને સોડીયમ બેંઝોનેટ (સાયલેજ સાચવવા માટેનો પદાર્થ 0.1%) ઉમેરવાથી ગુણવત્તા સારી થાય છે. આ પદ્ધતિનો ગેરફાયદો એ છે કે તાજી શેરડી કરતા જાનવર ઓછું ખાય છે પરંતુ ગાયના દૂધમાં ફેટ અને ઘન તત્વોમાં વધારો થાય છે. આ ફાયદો એટલા માટે હોઈ શકે કે નાની (અપક્વ) શેરડીમાં પોષક તત્વોનું પ્રમાણ ઓછું હોય જયારે મોટી શેરડીના સાયલેજમાં વધૂ પોષક તત્વો હોય સારો સાયલેજ તૈયાર થાય છે.એનું કારણ એ છે કે મોટી શેરડીમાં સાકરનું પ્રમાણ ઓછું હોય છે અને સૂકો માલ જથ્થો વધુ હોય છે.
સૂકવણી કરવી (સૂકાવવી)
ટુકડા કરેલ શેરડીને સૂર્યના તાપમાં સુકવી શકાય છે.શેરડીના નાના ટુકડાને પ્લાસ્ટકની ચાદર પર પાતળો થર કરી સૂર્યના તાપમાં સૂકવી દિવસ દરમિયાન 2-3 વખત ઉપર-નીચે કરવું.રાત્રે છાયામાં મૂકવું.
સૂચન
શેરડી મર્યાદિત પ્રમાણમાં દૂધ આપતી ગાયોને જયારે અન્ય ચારો ન મળતો હોય ત્યારે ખવડાવી શકાય. સામાન્ય પરિસ્થિતીમાં પણ પ્રમાણસર આપી શકાય.સામાન્ય રીતે અન્ય દાણ, મિનરલ મિક્ષર સ્સાથે 10-15 કિલ્લો દૂધ આપતી ગાયને 15-20 કિલ્લો શેરડી અગાઉ જણાવ્યા પ્રમાણે ખવડાવી શકાય.
લેખક:
ડો અબ્દુલ સામદ
|
ભાષાંતર :
ડો ઘનશ્યામ ધોળકીયા વડોદરા. |