સાયલેજ : ગુણવત્તા યુક્ત ખાદ્ય

લેખક :ડો અબ્દુલ સામદ , રીટાયર્ડ ડીન , મુંબઈ વેટરનરી કોલેજ , પરેલ , મુંબઈ

ભાષાંતર : ડો ઘનશ્યામ  ધોળકીયા, વડોદરા

ભારત જેવા વરસાદ પર આધારીત દેશમાં બારેમાસ લીલો ચારો મળવો બહુ મુશ્કેલ છે.જયારે લીલો ચારો પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય ત્યારે તેનો સંગ્રહ કરી સાયલેજ બનાવવો એ જરૂરી અને નવીનતમ છે.સાયલેજ દુધાળા જાનવરો માટેના પોષણ તત્વો ,દુધ ઉત્પાદન,તેમજ ખર્ચ ઓછો કરવા માટે જરૂરી છે..

ફાયદા :

  • ગાયોને બારેમાસ લીલો ચારો ખવડાવી શકાય.
  • સાયલેજ બનાવવાનો ખર્ચ બહુ ઓછો આવેછે.
  • સમજદાર  પશુપાલક જયારે લીલો ચારો વધુ મળતો હોય ત્યારે સાયલેજ બનાવે છે અને ઉનાળામાં તંગીના સમયે ઉંચા ભાવે વેચે છે.
  • સાયલેજમાંથી બારેમાસ વધુ પોશાક તત્વો માઈએ છે.
  • સાયલેજ બનાવવાથી સુગંધિત,સ્વાદિષ્ટ અને સુપાચ્ય બને છે.

સાયલો (કોઠાર): સાયલો એ સાયલેજ બનાવવાની જગા કે ખાડો છે. પશુપાલકે જગાની ઉપલબ્ધી, કામદાર અને યાત્રી સાધનોની ઉપ્લબ્ધીને આધારે સાયલોની જગા અને ડિઝાઇન નક્કી કરવી જોઈએ.સાયલેજની જરુરીયાત પ્રમાણે તેની ઊંડાઈ ,લંબાઈ અને પહોળાઈ નક્કી કરાવી જોઈએ.એક ઘનફૂટમાં સારી રીતે દબાવીને ટુકડા કરેલ 20 થી 25 કિલ્લો ચારો દબાવી શકાય. લીલાચારાને યોગ્ય દબાણ આપી સાચવવાથી હવા નીકળી જાય છે અને સારો સાયલેજ તૈયાર થાય છે. જયારે વધુ સાયલેજની જરુરીયાત હોય અને ખાડાવલોણે મોટા વિસ્તારમાં બનાવવો હોય ત્યારે ટ્રેકટરની જરુરીયાત ઉભી થાય છે. ખાડો જમીનની નીચે હોવો જોઈએ. જો ખાડો અર્ધો ઉપર હોય તો તેની બધી ખુલ્લી બાજુ લાકડાના પાટીયાથી અથવા સારી જાતની તાડપત્રીથી ઢાંકી દેવી જોઈએ જેથી હવા અંદર ન જાય અને સાયલેજની ગુણવત્તા ખરાબ ન થાય. ઉભો સાયલો પણ બનાવી શકાય પરિતુ મશીનથી દબાવવું પડે. હાલમાં બજારમાં ઉપલબ્ધ પ્લાસ્ટિકના થેલાઓ સાયલેજ સાચવવામાં તેમજ  તેની ગુણવત્તા માટે સારા પડે છે.

સાયલેજ બનાવવું : સાયલેજનો જથ્થો ગૌશાળામાં જાનવરોની સંખ્યા અને દરરોજ આપવાના પ્રમાણ પાર આધારીત છે. દા ત ફાર્મમાં 10 પુખ્ત જાનવરો હોય અને દરેકને 20કિલ્લો સાયલેજ આપવાનો હોય તો દૈનિક 200કિલ્લો સાયલેજની જરૂરિયાત પડે.

યાંત્રિક કાપણી (વાઢ કરવી)

યાંત્રિક વાઢથી સમય અને મજૂરી ખર્ચમાં બચત થાય છે.લણવાનું મશીન ટ્રેકટરથી ચલાવી શકાય છે અને જમીનથી 1-2ઈંચ ઉપર  કાપણી  કરી શકાય છે. એક કલાકમાં એક એકર જેટલી કાપણી  થઇ શકે છે.

મકાઈ ચોપર:   આ એક છરા જેવું સાધન છે જે ઓછું ખર્ચાળ છે જેના ઉપયોગથી ભેજ અને પોષક તત્વોનો નાશ થતો નથી તેથી ગુણવત્તા જળવાઈ રહે છે. વધુમાં જરૂરીયાત મુજબના ટૂકડા કરી શકાય છે.

પાકની કાપણીમાં સંભાળ  :  સાયલેજ બનાવવા માટે વધુ પ્રમાણમાં શર્કરા  અને 35%સુકાયેલ અને 65% જેટલો ભેજ વાળો ચારો સારો ગણાય છે. સાયલેજ બનાવવા માટે મકાઈ, જુવાર, બાજરી, નેપીયરબાજરી તેમજ ઓટ સારા ગણાય છે. પાકની વાઢ ફૂલ બેસતા  પહેલા  કરવી જોઈએ

મકાઈના સાયલેજની તૈયારી :  રોપણીના 55-60 દિવસ દરમિયાન , ડૂંડામાં દૂધ (ખીર)ભરાવવાના પહેલા મકાઈના ચરણે ડૂંડા સહિત સાયલેજ બનાવી શકાય. ડૂંડામાં દૂધ ભરાયું છે કે કેમ તે તેના દાણા ને દબાવવાથી  સફેદ પાણી જેવો રસ નીકળે છે તેને કહે છે.

ચારામાં પાણી નું પ્રમાણ : સાયલેજ બનાવવા માટે નું આ મહત્વનું પાસું છે.સાયલો ભરવાના દિવસે ચારામાં ભેજનું પ્રમાણ 60 થી 65 % હોવું જોઈએ. પાકને એક અઠવાડિયા પહેલા પાણી એવું બધી કરવું જેથી પાક માં ભેજનું યોગ્ય પ્રમાણ જાળવી શકાય. અથવા તો કંપની બાદ થોડા સમય માટે છાયામાં મૂકી રાખવું જેથી ભેજનું પ્રમાણ ઓછું થાય.

ટુકડા કરવા :  ચારાના 1ઈંચ જેટલા  ટુકડા કરવા ટુકડા કરવા માટે મશીન (ચાફ કટર ) મળે છે જેનાથી ટુકડા કરી ટ્રેકટરમાં ભરી શકાય.

ચારને દબાવવું અને ઢાંકવું : બારીક ટુકડાને  ભારે દબાણઆપવું , વધુમાં એક મિનિટમાં એક ટન ભરાય તેટલી ઝડપથી ભરવું. વધુમાં એક ઘન મીટરમાં 700કિલ્લો જેટલો ચારો ભરાય।  પૂરો ખાડો 1-2 દિવસમાં ભરાય તે રીતનું આયોજન કરવું. ત્યાર બાદ બધી બાજુથી સારી રીતે પ્લાસ્ટિકથી દબાણપૂર્વક ઢાંકી દેવું.

બજારમાં સારી જાતની દવાઓ મળે છે જે ઉમેરવાથી એસિડનું પ્રમાણ જળવાય અને સારો સાયલેજ તૈયાર થાય.

સાયલો ખોલવો :  સાયલોને ખોળવોએ ખૂબ મહત્વની પદ્ધતિ છે કારણકે જો તે યોગ્ય રીતે ખોલવા માં ન આવે તો હવા ને લીધે આથો આવી શકે છે. અને ટાળવા માટે એક છેડાથી ખોલવું જેથી તૈયાર થયેલસાયલૅજ ઓછા હવામાનના સંપર્કમાં આવે.સાયલેજમાં દુર્ગધ  જીવાણુને (ક્લોસ્ટ્રેડીઅમ ) લીધે હોય છે જયારે સરકા જેવી વાસ વધુ પડતા એસેટિક એસિડને લીધે તેમજ આલ્કોહોલ (દારૂ) જેવી વાસ આથાને લીધે હોય છે. સારા સાયલેજમાં મંદ એસિડ જેવી ખટાશ જેવી  વાસ લેક્ટિક એસિડને લીધે હોય છે જેને  જાનવરો સારી રીતે ખાય છે,

ફાર્મ પર સૂકો ચારો પૂરતા પ્રમાણમાં હોવો જોઈએ જેથી નિભાવણી ખર્ચ ઓછો આવે.સાયલેજ તરીકે સાચવવા માં આવેલ ચારામાં લીલા ચાર જેટલા પોશાક તત્વો મળી રહે છે અને વધુ જાનવરોને પોષી શકાય છે.શરૂઆતમાં થોડો સાયલેજ બનાવી ,જાતઅનુભવ મેળવી સાયલેજ બનાવવાની કળા હસ્તગત કરી લો.