દુધાળુ જાનવર ખરીદતી વેળા ધ્યાનમા રાખવાના ખાસ મુદ્દા

ડેરી પશુ ખરીદવા માટે નો મુદ્દો

હાલના ધણમાં નવા જાનવરનો ઉમેરો કરવો હોય, કે નવી ગૌશાળા શરુ કરવા જાનવરો ખરીદવા હોય તો ઘણી ગણતરી ધ્યાનમાં રાખવી જોઈએ. ગૌશાળાની સફળતામાં પશુ ખરીદતી વેળા લીધેલ મહત્વના મુદ્દા મહત્વનો ભાગ ભજવે છે. ઘણી વખત નવા પશુપાલકને દલાલો કે વચેટિયાઓ, વેપારીઓ છે તરપીંડી કરે છે અને ઓછા દૂધ આપતી ગાયનુ વધુ દૂધ દેખાડવામાં આવે છે અથવા વધુ ઉત્પાદકતા દર્શાવવામાં આવે છે. પશુની ઉત્પાદકતા એ તેની વારસાઈ,જે વાતાવરણમાં ઉછેરવામાં આવેલ હોય તે અને આ બંનેનો સરવાળા પર નિર્ભર છે.આને આ પ્રમાણે દર્શાવી શકાય, P =G + E જ્યાં P એટલે બાહ્ય દેખાવ, G એટલે વારસાગત અને E એટલે વાતાવરણ જે બહારના વાતાવરણ જેમકે વ્યવસ્થાપન પર આધારિત છે જે વારસાગત ગુણો સાથે લેવાદેવા નથી.

જો આદર્શ ગાય ખરીદવી હોય તો પશુની કાર્યક્ષમતા અને વારસાઈ અને બીજા સંલગ્ન પરિબળોનો ખ્યાલ હોવો જોઈએ. દા. ત. દેશમાં દૂધ સંઘો, દૂધનો ભાવ, ફેટ ટકાવારી પર આપે છે આથી આ ગુણ પર વધુ ભાર આપવો જોઈએ.આ જ પ્રમાણે ઉષ્ણકટિબદ્ધ હવામાનમાં પરજીવી જીવાણુ સામે પ્રતિરોધકતાના ગુણ પર ધ્યાન આપવુ જોઈએ જે પરજીવીની ગણતરી પરથી ખ્યાલ આવે.

સમશીતોષ્ણ હવામાનમાં પરજીવી જીવાણુ પર ઓછું ધ્યાન આપવામાં આવે છે અને બીજા ગુણો પર વધુ ધ્યાન આપવામાં આવે છે. નેધરલેન્ડની સારામાં સારી ગાય ભારતીય ઉપદ્વીપમાં સારી ન પણ હોઈ શકે.

દૂધાળુ જાનવરને પસંદ કરતી વેળા શું ધ્યાનમાં લેવુ ?

આદર્શ ગાયની પસંદગી પહેલા ધ્યાન રાખવાની બાબત

  • વાતાવરણને અનુકૂળ
  • હવામાનના મહત્વના પરિબળ જેમકે ઉષ્ણતામાન, વરસાદ
  • ચારાની ઉપલબ્ધતા અને કોઠારાની વ્યવસ્થા
  • જમીન : કેટલા જાનવર રાખી શકાય તે માટે જરૂરી છે
  • ઉત્પાદનની તીવ્રતા: ગૌચરમાં ચરવા દેવાની છે કે બંધિયાર રાખવાની છે.
  • નાણાકીય વ્યવસ્થા
  • જોઈતા પશુઓની ઉપલબ્ધતા અને પરિવહન ખર્ચ
  • દૂધનુ બજાર અને જરૂરીયાત

ગાય પસંદ કરતી વેળા શું જોવું?

અ) ઉત્પાદકતાના લક્ષણો
મુખ્યત્વે દૂધનો જથ્થો, અને તેમાં રહેલા તત્વો જેમકે ફેટની ટકાવારી, પ્રોટીન અને ફેટ સિવાયના અન્ય ઘન પદાર્થ.દૂધનો જથ્થો એ ખાધેલ ખોરાક સાથે સબંધિત છે કારણ કે પ્રમાણમાં ઓછો ખોરાક લેવાથી પણ વધુ દૂધ ઉત્પન્ન થાય તો તે ખોરાકની રૂપાંતર ક્ષમતા દર્શાવે છે. દૂધમાં વધુ ઘન પદાર્થ દૂધની ગુણવત્તા સુધારે છે.વધુ સારી દેખાતી ગાય હોય પણ દૂધ ઉત્પાદકતા ઓછી હોય તેવી ગાયનું સંવર્ધન કરવું એ બીન ઉપયોગી છે.આથી એવી ગાય પસંદ કરવી જેમાં વધુ દૂધ ક્ષમતા છે.

બ) ઓલાદ ના ગુણોનું સમર્થન
આ ગુણ દૂધાળુ જાનવરની શક્તિનું પ્રદશન કરે છે જે બાવલાનો આકાર, પગનો બાંધો અને દૂધાળુ જાનવરના સામાન્ય લક્ષણો.

  1. બાવલુ લચીલું, રેશમ જેવી શુંવાળી રચના, હોડી જેવો આકાર, લટકતું પણ યોની તરફ સ્નાયુથી મજબૂત રીતે જોડાયેલું હોવુ જોઈએ. મોટું બાવલુ એ વધુ દૂધ આપવાની નિશાની નથી. એવી ભલામણ કરવામાં આવે છે કે મધ્યમ કાળના બાવળા જે ઘૂંટણ થી નીચે ન આવતા હોય. આંચળ મધ્યમ માપના અને સરખી રીતે (સમભાગે) હોય અને નીચેની દિશા તરફ હોય.
  2. લાંબા મજબૂત પગ એ લાંબા દુગ્ધકલ અને વાછરડાને સારી રીતે ધવડાવી શકે છે.(સરેરાશ દૂધાળું ગાય દોહન કાળના 80% જેટલો સમય ધવડાવે છે) ગાયના લાંબા મજબૂત પગ એ સારી રીતે સમાગમ થઇ શકે પરંતુ હાલમાં ગાય અને વોડકીઓ માં કૃવિ ને વધુ મહત્વ અપાતું હોઈ તેઓના પગ વિષે વિચારવામાં આવે છે.પાછળથી જોતા ગાય સીધી અને પગ પહોળા હોવા જોઈએ જયારે બાજુ તરફથી જોતા ઘૂંટણથી બાજુ તરફ વળેલા હોવા જોઈએ. આગળના પગ પણ સીધા અને ઘૂંટણ સાથે મજબૂત રીતે જોડાયેલ હોવા જોઈએ.
  3. આદર્શ ગાય નો બાંધો ઉંડાણ વાળો, લાંબો અને ખુલતી પાંસળીઓ જે પેટને અને બીજા પાચન અવયવોને પૂરતી જગ્યા આપી શકે.સારી દૂધાળુ ગાય નો આકાર હોડી જેવો, ડોક લાંબી ,આગળના બંને પગ વચ્ચેથી ખુલ્લા થાપાના હાડકા ખુલ્લા પહોળા મોઢાનો ભાગ,અને લાંબી કરોડરજ્જુ હોવી જોઈએ.
  4. સારી ગાયના ખભા અણીયારા ,અને શરીરનો સામાન્ય બાંધો એકવડો અને પાતળી લાંબી પૂંછડી હોવી જોઈએ. સારી દૂધાળુ ગાય જાડી અને માંસલ ન હોવી જોઈએ કારણ કે તે ખાદ્ય રૂપાંતર નબળુ દર્શાવે છે. સામાન્ય રીતે વંશ વાળી ગાયના હાડકા સીધા ,ખાસ કરીને સાથળના ભાગમાં હોય છે

ક) ફળદ્રુપતાના ગુણો

પ્રજનન કાર્યક્રમની સફળતા પ્રતિ ગર્ભધારણ માટે કરવામાં આવેલ વીર્યદાન પર આધારીત છે.ગર્ભ ધારણ માટે જેટલા ઓછા વીર્યદાન તેટલી ગાયની ગર્ભધારણ ક્ષમતા સારી ગણાય. સારી ગર્ભધારણ ટકાવારી વાળી ગાયો પસંદ કરવી એ હિતાવહ છે કારણકે ઉથલા મારતી ગાયની માવજતનો ખર્ચ વધુ થાય છે અને નુકશાન કરતા છે. પશુપાલક વર્ષ દરમિયાન ગાય દીઠ વાછરડુ મેળવવા સક્ષમ થવો જોઈએ.જે પશુપાલકો કુદરતી સમાગમ માટે સાંઢનો ઉપયોગ કરે છે તે સાંઢ ગાય સાથે સમાગમ વેળા શરમાળ કે વધુ પડતો કામુક થવો ન જોઈએ. જે સાંઢની વૃષણ થેલી મોટી અને અંડકોષ સંપૂર્ણપણે નીચે ઉતરેલા હોય છે તે સારી રીતે ગાયને ફેળવી શકે છે.

ડ) દીર્ઘાયુ ના લક્ષણો

આ ગાયનો જીવન દરમિયાન દૂધ આપવાનો ગાળો દર્શાવે છે પરંતુ આ સાથે અન્ય લક્ષણો ,ગુણો ની અસર હોય છે જેમકે તંદુરસ્તી,ફળવણી ક્ષમતા વિ. એવી વોડકીઓ કે સાંઢનું વીર્ય પસંદ કરો કે જેના પરિવારમાં પ્રત્યેક વિયાણ બાદ દુગ્ધકાળમાં વધુ દૂધ આપેલ છે અને સામાન્ય વિયાણ થયેલ છે.

ઇ) તંદુરસ્તીના લક્ષણો /ગુણ

જે રીતે દૂધ ઉત્પાદકતા જાળવી રાખવા, રોગ અટકાવ અને નિયંત્રણના પગલા જરૂરી છે એ જ રીતે પશુ પસંદગી વેળા લાંબો ગાળો દૂધ ઉત્પાદકતા જાળવી શકે તેવા રોગપ્રતિકારક ક્ષમતા અને સહનશક્તિ ધરાવતા જાનવરો પસંદગી કરવી જોઈએ.ઉષ્ણકટિબંધિત જેવી કઠોર,કર્કશ હવામાન સહન કરી શકે તેવા જાનવરો હોવા જોઈએ. આ માટે વિદેશી ઓલાદના દૂધાળુ જાનવરનું દેશી જાનવર સાથે સંકરીકરણ કરવુ જોઈએ જેથી સખત ખરાબ/કર્કશ વાતાવરણને સહન કરી શકે.

ફ) વિયાણના સામાન્ય લક્ષણો/ગુણ

શરીરિક ગુણો કે જે વિયાણ ને સરળ બનાવે જેમાં પાછળથી જોતા થાપાના સાંધાનો વધુ ઘેરાવો અને સૌમ્ય વળાંક જરૂરી છે. ગાયના શરીરનુ કાઠુ સીધુ અને પીઠ સીધી જે ગર્ભકાળ દરમિયાન ગર્ભને સારી રીતે સંભાળી શકે અને પોષણ આપી શકે.

જી) કાર્યક્ષમતા

દૂધ દોહવાની ઝડપ એ વધુ દૂધ મેળવવાનો સાર છે કારણકે દૂધનો પાનો મુકવાની પ્રક્રિયા ઓક્સિટોસીન નામના અંતઃસ્ત્રાવને લીધે થાય છે જેનું સમય સાથે લોહીમાં પ્રમાણ ઓછું થાય છે.આથી યોગ્ય જાનવરને પસંદ કરવુ જેના આંચળની લાબીં માપસરની ,આકાર અને આચલના છિદ્ર યથાસ્થાને હોય ઓક્સિટોસીનનું પ્રમાણ ઉગ્ર સ્વભાવવાળા જાનવરની ઉશ્કેરણીથી ફેરફાર થાય છે માટે શાંત સ્વભાવનુ જાનવર પસંદ કરવું.

માતા પિતા કરતા વોડકીઓનુ વધુ ગુણવત્તાવાળુ પ્રજનન કેવી રીતે કરવુ ?

ગણા પશુપાલકો પાસે વાડામાં એક બે જાનવરો હોય છે. વધુ સારા જાનવર ખરીદવુ શક્ય ન હોઈ શકે પરંતુ પોતાની પાસેના જાનવરને ઉપલા સ્તરે લાવવા ઈચ્છા ધરાવે છે.દૂધાળુ જાનવરના જનીનની સુધારણા પસંદગી અથવા પ્રજનનના લક્ષાંક પર આધાર રાખે છે જે પશુપાલકને બજારની પરિસ્થિતિ ,જરૂરિયાતનો નિર્દેશ આપે છે.જયારે લક્ષાંક ની વાત આવે છે ત્યારે આપણી જાતને પૂછવુ જોઈએ કે કઈ જાતના અને ક્યા ગુણોવાળા જાનવર જોઈએ છે.

લક્ષાંક સિદ્ધિ માટે નીચે મુજબના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ.

  1. વારસાઇના અને પ્રદર્શિત આંકડાકીય માહીતી ઉપરાંત આર્થિક મહત્વની વિગતની નોંધ પ્રત્યેક જાનવરની હોવી જોઈએ.આર્થિક ફાયદો માત્ર ગાય દ્વારા પ્રદર્શિત કરવામાં આવે છે અને વારસાઈ ઓછી આપવામાં આવે છે અને સાંઢ ની વારસાઈ પ્રદર્શિત કરવા માટે પુષ્કળ આંકડાકીય વિગત હોવી જોઈએ જે સ્વીકાર્ય હોય.
  2. પ્રજનનના લક્ષાંક માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ વારસાગત મૂલ્યાંકન કરવા કરવો જોઈએ. ગાયને લગતી આંકડાકીય માહિતીમાં દૂધ ઉત્પાદનનો ઈતિહાસ,લક્ષણોનું મૂલ્યાંકન અને ફલીકરણ. સાંઢ માટે તેના કુટુંબીજન અને તેની વાછરડીઓની વિગત ઉપયોગમાં લેવામાં આવે છે. કૃવિ થી ગાયો ફેળાવવી હોય તો કર્મચારી પાસેથી સાંઢની યાદી મેળવી, ગાયનું સ્તર ઉપર લાવવા ઉત્તમ સાંઢ પસંદ કરવો જોઈએ. એક સાંઢનું વીર્ય એક ગાયની ઓલાદ સુધારવા મદદ રૂપ થાય તે કદાચ બીજી ગાય માટે યોગ્ય ન હોઈ શકે.
  3. વાસ્તવમાં ઉત્તમ પરિણામ આપતા જાનવર તે આવનારી પેઢીના મા-બાપ હોવા જોઈએ.
  4. પસંદીના જાનવરના જનીનનો ફેલાવો આધુનિક પ્રજનન વિજ્ઞાનની પદ્ધતિઓ જેમાં કૃત્રિમ વીર્યદાન અને ગર્ભ ટ્રાન્સફર દ્વારા કરવામાં થાય છે.
  5. પ્રજનન માટે સારી ગાય શોધતા પહેલા રાષ્ટ્રીય દૂધાળુ પશુઓની સંખ્યા(ગણતરી) જાણવી જરૂરી છે જેથી તેની ઉપલબ્ધી વિષે માહિતી મેળવી શકાય,મોટા ભાગે આ માળખું પિરામિડ(શંકુ) આકારનું હોય છે જેમાં સારી જાતના જાનવરની સંખ્યા ઓછી હોય છે જે મોટી સંખ્યાના ગુણાંકમાં ફેલાવો કરે છે અને આખરે બહોળા પ્રમાણમાં ઉપભોક્તા ને આપે છે.
  6. શંકુ આકાર સૂચવે છે કે જનીનનો પ્રવાહ એ જીવંત પશુ,વીર્ય કે ગર્ભના રૂપમાં ઉપરથી નીચે તરફ જતા નિપુણ સંવર્ધક આધુનિક જાનવરો ઉત્પન્ન કરી, જુદા જુદા સંવર્ધક પ્રતિકૃતિ તૈયાર કરે છે અને અંતે પશુપાલક ને સુધારેલ વાંશિક સુધારણાનો લાભ મળે છે. હકીકતમાં સંવર્ધકે દરેક સ્તરે જે પશુની વધુ માગણી હોય તેવા જાનવર ઉત્પન્ન કરવા જોઈએ જેથી સારા જાનવરો પશુપાલકને વધુ ફાયદા કારક નીવડે, આખરી ઉપભોક્તાની જરૂરિયાત એ પ્રજનનનો પાયાનો ઉદ્દેશ હોવો જોઈએ.

પશુ ખરીદતી વેળા ગણતરીમાં લેવાના મુદ્દા

દૂધાળુ લક્ષણ

આ ખાદ્યને દૂધમાં રૂપાંતર કરવાની ક્ષમતા નો પુરાવો છે જે રોકાણ સામે વળતર દર્શાવે છે નહી કે માંસ અથવા ફેટ. પડખે થી જોતા તે કોણીય દેખાવું જોઈએ અને ખુલ્લી પાંસળીઓ, પ્રધાન કરોડના મણકા, હાડકા પર વધુ માંસ ન હોય અને નરમ ચામડુ હોય. ડોક સીધી અને પાતળી અને માથુ સક્રિય હોવું જોઈએ.

શારીરિક ક્ષમતા

ગયની ખોરાક લેવાની ને પાણી પીવાની ક્ષમતા હોવી જોઈએ.શરીરની કોઠી (આગળ પાંચહલ ના પગ વચ્ચેનો ભાગ જે કરોડના મણકા અને કમરના સ્નાયુથી ટેકો મળે છે.) પહોળી ઊંડી પાંસળીઓ, પહોળી છાતી જે હૃદય અને ફેફસાને સારી કામગીરી કરવા આપે.મજબૂત અને પહોળુ જડબુ અને પહોળા નસકોરા જે સારી રીતે ચાવવા અને શ્વાસ લઇ શકાય,ઉંચાઈ સારી હોવી જોઈએ (પુખ્ત ગાયમાં 55-56 ઈંચ) કમર પહોળી, લાંબી અને મણકાઓ સાથે મજબૂત રીતે જોડાયેલ હોવી જોઈએ જેથી ઘણી (વારંવારની) ગર્ભાવસ્થા (બચ્ચાનુ વજન) ઝીલી શકે.

પગ

પગ/ખરીપુરતી ઉંચાઈ વાળી હોવી જોઈએ જે જમીન સાથે 45 અંશનો ખૂણો બનાવે. પાછળના પગ પરિવર્તનક્ષમ હોવા જોઈએ ને ઘૂંટણથી વધુ વળેલા ના હોવા જોઈએ.પાછળથી જોતા બંને પગ પહોળા હોવા જોઈએ જેથી બાવળા સાથે ઘર્ષણ ન થાય.


અનુવાદક
ડો. ઘનશ્યામ ધોળકીયા
પશુચિકિત્સક, વડોદરા