અદ્યતન પ્રાગટ્ય ગાયને રસી આપવી એ વાછરડા માટે ફાયદાકારક છે

તાજેતરમાં, સગર્ભા ગાયને રસી આપવાના મંતવ્યો શોધવા માટે થોડા ખેડુતોએ મારો સંપર્ક કરહું જાણું છું કે ઘણા પશુચિકિત્સકો હજી પણ માને છે કે ગર્ભપાત હોવાના ડરથી સગર્ભા ગાયને રસી ન આપવી જોઈએ તેથી તેની સલાહ આપે છે. રસી ઉત્પાદકો પણ આના પર મૌન ધારણ કર્યું છે. ત્યારબાદ મેં સગર્ભા ગાયને રસી ન આપવાનો આ નિયમ કેવી રીતે અને ક્યાંથી આવ્યો તે અંગે ઝડપી સંશોધન કરવાનું નક્કી કર્યું. આના પર થી સમજાય છે કે અદ્યતન સગર્ભાવસ્થામાં રસી ન આપવાનો નિયમ કદાચ માનવના નિષ્ણાંતો દ્વારા આવ્યો હતો કારણ કે ગર્ભપાત અથવા વિકસિત ગર્ભમાં વિકૃતિઓ એ મોટી ચિંતા હોવાનું જણાવાયું છે. તેનું કારણ એ છે કે માનવ અને અન્ય સમાન પ્રાણીઓમાં, માતા અને ગર્ભના વચ્ચે એક સ્તરનું અવરોધ છે, જેના કારણે નાના અણુઓ અને વાયરસ જેવા સજીવોનું ગર્ભમાંથી બાળક ના શરીર માં જાય છે. તેથી તે શક્ય છે કે રસીમાંથી રોગ પ્રતિકારક શક્તિ અને પરિબળ જ્યારે ગાયોમાં અગાઉથી ગર્ભાવસ્થા દરમિયાન આપવામાં આવે છે ત્યારે તે ગર્ભ માં બાળક સુધી પસાર થઈ શકે છે અને ગર્ભપાત જેવા નુકસાનનું કારણ બની શકે છે.

ગાયો અને અન્ય જાનવરોમાં, માતા અને ગર્ભ વચ્ચે નો અવરોધ ત્રણ સ્તરવાળી હોય છે, તેથી શ્રેષ્ઠ પોષક તત્વો સિવાય અન્ય પરમાણુ અવરોધને ઓળંગી શકતા નથી. આ દર્શાવેલા અભ્યાસોથી સાબિત થયું હતું કે, બીવીડી વાયરસ સૌથી નાના રોગકારક વાયરસ તરીકે પણ ઓળખાય છે, જ્યારે ગર્ભવતી ગાયને પ્રાયોગિક રૂપે ચેપ લાગ્યો હતો ત્યારે તે ગર્ભમાં ચેપ લગાવી શકતો ન હતો. જો કે, જ્યારે બીવીડીનું સંચાલન એમ્નીયોટિક પ્રવાહી મધ્ય ગર્ભાવસ્થામાં (>૧૫૦ દિવસ) કરવામાં આવ્યું હતું, ત્યારે ગર્ભમાં BVD તરફ રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન થઈ. આ અધ્યયનથી સાબિત થાય છે કે,> ૧૫૦ દિવસ જૂનું ગાયનું ગર્ભ રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે. પરંતુ જન્મ સમયે નવા જન્મેલા વાછરડા કોઈ પણ એન્ટિબોડીઝથી વંચિત હોય છે, તેથી સાબિત થાય છે કે બેક્ટેરિયલ / વાયરલ એન્ટિજેન્સ સામાન્ય રીતે વાગોળતા પ્રાણીઓના ગર્ભના અવરોધને પાર કરવામાં મદદ કરે છે.

વાછરડાઓનું રક્ષણ કરવા માટે ગાયને રસી આપવી જરૂરી છે

બરાબર વિરોધી દ્રષ્ટિકોણ એ બહાર આવ્યો કે ભારે સગર્ભા ગાયને રસી આપવું એ વાછરડાના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ બની શકે છે. પ્રથમ ત્રણ દિવસ દરમિયાન વાગોળતા પ્રાણીઓમાં, ગાય કોલોસ્ટ્રમ સ્ત્રાવ કરે છે જે વૃદ્ધિ પરિબળો, મહત્વપૂર્ણ પોષક તત્વો અને રોગપ્રતિકારક કોષોમાં સમૃદ્ધ છે. રસપ્રદ રીતે, નવા જન્મેલા વાછરડાને કોલોસ્ટ્રમ ખવડાવવા પર, આ બધા પરમાણુ અકબંધ શોષાય છે. આ અદ્ભુત ઘટના ફક્ત વાછરડા-જીવનના પ્રથમ થોડા દિવસોમાં જ બને છે અને પછી આંતરડામાં, પ્રોટીન અને અન્ય અણુનું શોષણ થતું નથી. બોમ્બે વેટરનરી કોલેજમાં અમારા જૂથ દ્વારા કરવામાં આવેલા અધ્યયથી જાણવામાં આવ્યું  કે ગૌણ એન્ટિબોડીઝ (Ig G1) ની ગતિશીલતા એ ૧૪-૨૧ દિવસ વાછરડાના જન્મ પહેલાથી શરૂ થાય છે પરંતુ મહત્તમ igG1 લોહીમાં છેલ્લા ૩-૫ દિવસ દરમિયાન દેખાય છે. જ્યારે સગર્ભા ગાયને રસી આપવામાં આવે છે, ત્યારે કેટલાંક કોષો માતા ગાયને રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે અને વાછરડાઓને નિષ્ક્રિય પ્રતિરક્ષા આપવા માટે વિશિષ્ટ એન્ટિબોડીઝ કોલોસ્ટ્રમમાં મળી રહેશે.

અમે આ વાત ફાર્મ પર સાબિત કરી છે, જેમાં e-coli સાથે સંકળાયેલ ગર્ભ ની બીમારી અને વાછરડાની બીમારી નો ભય હતો. અમે વિશિષ્ટ રસી તૈયાર કરી અને ૭-૯ મહિના ગર્ભવતી ગાયો ને વારંવાર ૧૫ દિવસના સમગાળામાં રસી આપતા. આવી ગાયોમાંથી કોલોસ્ટ્રમ ચોક્કસ એવાં E.coli ની રોગ પ્રતિકારક શક્તિથી સમૃદ્ધ હતું અને આને ખવડાવવાથી રોગચાળા અને મૃત્યુદરમાં ઘટાડો જોવા મળ્યો છે. આ કાર્યવાહીથી ગાયોમાં ગર્ભ ની બીમારીથી નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ પ્રયોગથી રોગપરતિકારક શક્તિ ધરાવતા આરોગ્ય દૂધ પર વધુ અભ્યાસ થયો. આ પરથી સાબિત થાય છે કે ગર્ભાવસ્થા દરમિયાન રસીકરણ વાછરડા માટે ફાયદાકારક છે. ઉદાહરણ તરીકે, જ્યાં ગયો ની સ્થાનિક બીમારી જે વાછરડાની મૃત્યુ સાથે સંકળાયેલ છે, એવા રોગ માટે સગર્ભા ગાયને રસીકરણ કરવાથી વાછરડાઓમાં નિષ્ક્રિય રોગપ્રતિકારક શક્તિ મળે છે જ્યારે રોગપ્રતિકારક શક્તિ વાડી ગાયમાંથી કોલોસ્ટ્રમ આપવામાં આવે છે.

નિષ્કર્ષમાં, પશુચિકિત્સકે રસીકરણ સાથે સંકળાયેલ ગર્ભપાત વિશેની દંતકથા ને માન્ય કરવી જોઈએ નહીં. ગર્ભપાત, તેમ છતાં માતાના પરિબળો અને ચેપને કારણે થઈ શકે છે જે મોટા ભાગે આચ્છાદનના રોગવિજ્ઞાન ના કારણે છે. અહીં ઉલ્લેખ કરવો યોગ્ય રહેશે કે, જ્યાં સુધી માર્યા ગયેલી રસીનો સંબંધ છે, તે ગર્ભાવસ્થાની કોઈપણ ઉંમરે સલામત છે, જ્યાં જીવંત ફેરફારની રસીનું ગર્ભાવસ્થા દરમિયાન કાળજીપૂર્વક નિયંત્રિત થવું જોઈએ. અભ્યાસ બતાવે છે કે જીવંત ફેરફાર કરેલી રસીના કિસ્સામાં, પ્રથમ માત્રા સંવર્ધન પહેલાં આપવી જોઈએ અને તે સ્થિતિમાં છેલ્લા સમય ની ગર્ભાવસ્થામાં રસી એ ગાય અને વાછરડા માટે સલામત અને ખૂબ ફાયદાકારક રહેશે.

તમને વાંચવું ગમશે: ગાયો નું કોલોસ્ટ્રમ પૂરક કોવિડ દર્દીમાં શ્વસન દુઃખ ધટાડે છે


લેખક

ડો. અબ્દુલ સમાદે
એમ.વી.એસ.સી., પી.એચ.ડી. (કેનેડા)

અનુવાદક

ડો. બતુલ આખુંજી
સલાહકાર પશુચિકિત્સક