નવજાત વાછરડીમાં 3 દિવસ ફાળવો અને છ મહિનામાં તંદુરસ્ત વોડકી મેળવો

નવજાત વાછરડીઓની સંભાળસફળ દૂધ-ઉત્પાદન વ્યવસાયોમાં વાછરડીનું ઉછેર કરીને તેમની આવકની 30 ટકા કમાણી અલગ તારવેલી ગાયોને બદલવા માટે અને વધુ ઉત્તમ વોડાકીઓ અન્ય સંવર્ધકોને વેચીને મેળવી શકાય છે. ઘણા દૂધ-ઉત્પાદક ખેડુતો, વાછરડીના ઉછેરની અવગણના કરે છે તે વિચારે છે કે તે લાંબા ગાળાની અને ઉચ્ચ જોખમી રોકાણ છે. વિશ્વભરના ઘણા બધા અભ્યાસોએ સાબિત કર્યું છે કે પશુઓના ટોળામાંથી અલગ કરેલી વોડકી હંમેશાં વધુ દૂધ આપે છે અને લાંબા સમય સુધી તબેલામાં ઉત્પાદક રહે છે. ખરીદીમાં હેરફેર અથવા ગાયોને બદલવાની વ્યૂહરચનામાં નવા ચેપ લાગવાનુ વધુ જોખમ છે અને આવી ગાયનું પ્રદર્શન હંમેશાં પિતૃ તબેલાની તુલનામાં ઓછું રહેશે. નવજાત વાછરડીઓની અને તંદુરસ્ત વોડકીઓની સંભાળ રાખવા કરાઠું પીવડાવવું, કૃમિનાશ, ગર્ભની નાળ કાપવી વગેરે જેવા ૭ નિયમો છે.

વાછરડી ઉછેરના વ્યવસ્થાપનનાં નિયમો

નિયમ ૧:

ગર્ભાવસ્થા દરમિયાન ગાયનું પોષણ અને આરોગ્ય એ પ્રારંભિક બિંદુ છેઅધ્યયનોએ જણાવ્યું છે કે બચ્ચાંનું જન્મ વજન એ બચ્ચાંની અસ્તિત્વ અને વૃદ્ધિનું એક સારું સૂચક છે જે ગર્ભાવસ્થાના અંતિમ ત્રિમાસિક ગાળામાં ગાયને કેટલી સારી રીતે ખવડાવવામાં આવ્યું હતું તેના પર નિર્ભર છે. તેથી બચ્ચાંના જન્મના વજનની નોંધણી રાખવી અગત્યની છે જેથી તમે સગર્ભા ગાયના ખોરાક અને સંભાળની સમસ્યાઓ સુધારી શકશો. જો કોઈ સગર્ભા ગાયોમાં રસી આપેલી હોય તો તે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ ખીરાંમાં પૂરતી એન્ટિબોડીઝની ખાતરી કરશે અને બચ્ચાં પણ પ્રથમ કેટલાક મહિનાઓ સુધી ચેપી રોગો સામે સુરક્ષિત રહેશે.

નિયમ ૨:

વહેલી તકે પીડારહિત વિયાણને ટેકો કરો અધ્યયનોએ જણાવ્યું છે કે બચ્ચાંના ૫૦ ટકા થી વધુ મૃત્યુ મુશ્કેલ જન્મને આભારી છે જે ગાયને માત્ર થક્વાડી દે છે, ઉપરાંત ખીરાંના ઉત્પાદન અને દૂધના ઉત્પાદનમાં પણ ઘટાડો કરે છે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ગાયને જોઈતી કોઈપણ સહાય માટે તૈયાર રહેવું. ગાય વિયાણના દુખાવાથી પસાર થઈ રહી હોય તેવા કિસ્સામાં એપીડ્યુરલ એનેસ્થેસિયાનું સંચાલન કરવું પણ મદદરૂપ થશે. જો શક્ય હોય તો, પશુચિકિત્સકને વિયાણ વિશે જાણ રાખો, ખાસ કરીને જો ગાય અથવા વોડકીનું ઉત્પાદન વધુ હોય તેવા કિસ્સાઓમાં તુરંત જાણ કરો.

નિયમ ૩:

વિયાણ થયા પછી જટિલ ૪ કલાક વિતાવવા માટે ગાય તેમજ બચ્ચાંનું ધ્યાન રાખવા તૈયાર રહોવિયાણ થયા પછીના પ્રથમ ચાર કલાક મહત્વપૂર્ણ છે તેથી ગાય અને બચ્ચાં બંને પ્રત્યે ધ્યાન આપવાની જરૂર છે. ગર્ભનાળને કાપ્યા પછી બચ્ચાંના ખાસ કરીને નાક, આંખો અને મોં પરથી શ્લેષ્મ સાફ કરવાની જરૂર હોય છે. ખેડૂતે નક્કી કરવું જોઈએ કે શું તે ઇચ્છે છે કે માતા બચ્ચાંને જીભ દ્વારા સફાઈ માટે ચાટશે અથવા જન્મ સમયે જ બચ્ચાંને અલગ કરવાનું પસંદ કરશે. સામાન્ય રીતે, જો ગાયને બચ્ચાંને સાફ કરવાની મંજૂરી આપવામાં આવે છે, તો ઓછામાં ઓછા પ્રારંભિક થોડા અઠવાડિયામાં દૂધનો પારસો મૂકવા માટે વાછરડાની હાજરીની જરૂર પડશે. નવજાત બચ્ચાં તેના પગ પર આવતા ૨ કલાકમાં ઊભા હોવા જરૂરી છે. નવજાત બચ્ચાં કે જે નબળા છે તે અસમર્થ હશે અને તેમને સહાયની જરૂર પડી શકે છે. નવજાત બચ્ચાંમાં ખાસ કરીને શિયાળાની ઋતુમાં ઠંડી જાડી જવી (હાયપોથર્મિયા) પણ સામાન્ય છે. આવા બચ્ચાંઓને ગરમ આશ્રયમાં લેવાની જરૂર પડે છે. બચ્ચાંને ગરમ વિસ્તારમાં લઈ જવાની જરૂર છે કે નહીં તે નક્કી કરવા માટે એક ઝડપી પરીક્ષણ એ છે કે તમારી આંગળીને તેના મોંના ખૂણામાં મૂકો, જો તે ગરમ ન લાગે તો વાછરડાને સ્થાયી થવાની અને ગરમ કરવાની જરૂર છે.

નિયમ ૪:

ખાતરી કરો કે બચ્ચાંને પૂરતા પ્રમાણમાં ખીરું પીવડાવવામાં આવે છેખીરું પીવડાવવું એ વાછરડાની અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે કૂતરા અને માણસોથી વિપરીત, જ્યારે બચ્ચાંનો જન્મ થાય છે, ત્યારે તેમની પાસે માતાના લોહીમાંથી રક્ષણાત્મક એન્ટિબોડીઝ પસાર થતા નથી. ખીરું, ગાયને જે ચેપ લાગ્યો છે તેની સામે ઉત્પન્ન થયેલી એન્ટિબોડીઝથી સમૃદ્ધ હોય છે, તેમાં વૃદ્ધિના પરિબળો, રોગપ્રતિકારક કોષો અને ઘણા મહત્વપૂર્ણ તત્વો પણ હોય છે. ખીરું ખોરાક માટે કોઈ સમાધાન અને અવેજી નથી. નવજાત બચ્ચાંને જન્મના ૨ થી ૪ કલાકની અંદર પ્રથમ સ્ત્રાવનું ખીરું પ્રાપ્ત થવું આવશ્યક છે. પાણી સહિત અન્ય કોઇ ચીજવસ્તુઓ ખવડાવશો નહીં. સામાન્ય નિયમ એ છે કે બચ્ચાંને તેના શરીરના વજનના દસમા ભાગનું ખીરું આપવામાં આવે છે, જે ૨-૩ વાર ખવડાવી શકાય છે, પ્રથમ વારમાં તે દિવસના કુલ ૩૦-૫૦ ટકા હોવું જોઈએ. ખીરું એન્ટિબોડીઝ તેમજ પોષકતત્વો પ્રદાન કરશે.અધ્યયનોએ જણાવ્યું છે કે આશરે એક તૃતીયાંશ ખીરું પિવડાવાય છે તે પૂરેપૂરૂ શોષાય છે અને બાકીનું પછી જાય છે અને પોષકતત્વો પુરા પાડે છે. બચ્ચાંને બીજા તેમજ ત્રીજા દિવસે ખીરું આપવું જોઈએ. ખીરાંને 3 દિવસ સુધી આપવાથી પૂરતી આંતરડાની પ્રતિરક્ષાની ખાતરી આપે છે.

આ નવજાત બચ્ચાંને, જ્યારે સારો ખોરાક આપવામાં આવે છે, ત્યારે તે રોગ મુક્ત રહેશે અને ઝડપથી વજન વધારશે.બે વિકલ્પો ધ્યાનમાં લેવાની જરૂર છે. બચ્ચાંને ખીરું જાતે ધાવવા દો અથવા નાળ/બોટલ દ્વારા પીવડાવો. બંનેના ફાયદા અને ગેરફાયદા છે. પ્રથમ દૃશ્યમાં, બચ્ચું સ્તનપાન કરવા માટે પૂરતા પ્રમાણમાં મજબૂત હોવું જોઈએ, ગાયને માતૃત્વની આવડત હોવી જોઈએ છતાય બચ્ચાંને એન્ટિબોડીઝ, વૃદ્ધિ પરિબળો અને રોગપ્રતિકારક કોષોની જરૂરી માત્રા પ્રાપ્ત થટી નથી. બચ્ચું ખીરાનો પૂરતો જથ્થો સ્તનપાન કરવામાં સક્ષમ છે તે જાણવું પણ મુશ્કેલ છે. તે શોધવાની પરોક્ષ રીત એ છે કે ખવડાવ્યા પછી બચ્ચાંનું વજન કરવું. જન્મ સમયે વજન અને ખીરું પીવડાવ્યા પછીના વજન વચ્ચેનો તફાવત એ વપરાશ કરેલા ખીરાંનું પ્રમાણ સૂચવશે. બીજી રીત એ છે કે સતત સ્તનપાન કરવામાં લાગેલા સમયનું નિરીક્ષણ કરવું.અધ્યયનો દર્શાવે છે કે ભારતીય ગાય અને ભેંસમાં સમશીતોષ્ણ આબોહવા જાતિઓની તુલનામાં પ્રતિ કિલો વજનના આધારે એન્ટિબોડીઝ વધારે પ્રમાણમાં હોય છે પરંતુ વિદેશી જાતિની ગાય દેશી ગાયની તુલનામાં ૫ ગણો વધારે ખીરાનો સ્ત્રાવ કરે છે. જો દેશી જાતિની ગાય પૂરતા ખીરાંનો સ્ત્રાવ ન કરે, તો બચ્ચાંને એચએફ અને જર્સી સહિતની અન્ય ગાયમાંથી ખીરું પર ખવડાવી શકાય છે.

નિયમ ૫:

વધારાનું ખીરું સંગ્રહ કરો, તે કિંમતી છેબળી તૈયાર કરવા માટે વધારાના ખીરાનો ઉપયોગ કરવો જોઈએ નહીં જે મોટાભાગની કિંમતી સામગ્રીનો નાશ કરે છે. બાળકો અને પુખ્ત વયના લોકોમાં ઝાડાની સારવાર માટે તથા અનાથ બચ્ચાંને ખવડાવવા માટે થિજવીને સંગ્રહિત કરેલા ખીરાનો ઉપયોગ કરી શકાય છે. જેમની પાસે ખીરું થિજવીને સંગ્રહ કરવાની સુવિધા નથી, તેઓ ઓરડાના તાપમાને ખીરું સંગ્રહ કરી શકે છે જેમાં આથો આવે છે. અધ્યયનો દર્શાવે છે કે નવજાત બચ્ચાંને આથો આવેલું ખીરું ખવડાવવાથી ઝાડાની બીમારીમાં ઘટાડો થાય છે અને જ્યારે ફક્ત દૂધ અને સ્ટાર્ટર આપવામાં આવે છે ત્યારે ઓછા પ્રમાણમાં વપરાશ સાથે પણ વજનમાં વધારો થાય છે. આથાવાળા ખીરાને પાણીમાં ૫૦:૫૦ના દરે પાતળું કરવું જોઈએ. અતિરિક્ત ખીરું પાવડરમાં રૂપાંતરિત કરીને પણ વેચી શકાય છે જેનો ઉપયોગ જૈવિક-દવાઓ તરીકે થાય છે અને ખેડૂતોને વધારાની આવક મળી શકે છે.

નિયમ ૬:

દિવસમાં ઓછામાં ઓછા ૫-૬ વખત બચ્ચાંને તેની જરૂરિયાત મુજબ દૂધ આપવું જોઈએદિવસમાં માત્ર બે વાર બચ્ચાંને દૂધ આપવું એ એક ખરાબ પ્રથા છે, જે સામાન્ય રીતે ત્યારે બને છે જ્યારે બચ્ચાંને દૂધ નિકાળ્યા પછી માતાઓ દ્વારા ધવડાવવામાં આવે છે. આવા કિસ્સાઓમાં, બચ્ચાંને દૂધ પીવા ઉપરાંત અન્ય ખોરાક કે જે દૂધની આવેજી છે તે પણ ખવડાવવો જોઈએ. વધારે ટોટીવાળી ડોલ ઉપલબ્ધ છે જે બચ્ચાંને તેમની જરૂરિયાતો મુજબ ખીરું પીવામાં મદદરૂપ થાય છે. અધ્યયનોએ જણાવ્યું છે કે જ્યારે બચ્ચાંને તેમની જરૂરિયાત મુજબ દૂધ આપવામાં આવે છે, ત્યારે તેમના મળ હંમેશા વધુ પાણીયુક્ત રહે છે, જેને ઝાડા તરીકે ન લેવી જોઈએ. જ્યારે મળમાં ઘણો લાળ, લોહી હોય અને બચ્ચું પણ બીમાર હોય ત્યારે જ તે જોખમી ગણાય. અન્યથા સક્રિય બચ્ચાંમાં પાણીવાળા મળને કંઈક સામાન્ય તરીકે લેવું જોઈએ.

નિયમ ૭:

પ્રારંભિક દૂધ છોડાવવું અને સ્ટાર્ટર ફીડ શરૂ કરવું એ ઝડપી વૃદ્ધિની ચાવી છે ઘણા ખેડૂતો નવજાત બચ્ચાંને એક મહિનાની ઉંમરે દૂધ આપતા રહે છે. આ સારી પ્રથા નથી કારણ કે તે વૃદ્ધિ સાથે સમાધાન કરે છે. દૂધ, જોકે ખૂબ નાના બચ્ચાં માટે ઉત્તમ ખોરાક છે જેમાં ૮૫ ટકા પાણી હોય છે પરંતુ પોષક તત્વોની ઉપલબ્ધતા ઓછી હોય છે. બચ્ચાંને ૧૪ થી ૨૧ દિવસ પછીના દિવસથી ઉચ્ચ પ્રોટીન પ્રવર્તકો ખવડાવવાનું પ્રોત્સાહન આપવું જોઈએ અને શક્ય તેટલું વહેલું દૂધ છોડાવવું જોઈએ, પરંતુ ૭ અઠવાડિયા પછી નહીં.


લેખક: ડો. અબ્દુલ સમદ

ભૂતપૂર્વ વડા અને સંચાલક, એમએએફએસયુ, નાગપુર

અનુવાદક: ડૉ. તન્વી સોની

પશુચિકિત્સક, ગુજરાત