ગાયોને ક્યારેય વધારે પ્રમાણમાં કોલોસ્ટ્રમ ખવડાવું નહીં

કોલોસ્ટ્રમ શું છે?

કોલોસ્ટ્રમએ ગાયો નું પેહલું દૂધ જે વાછરડાં ના જન્મનાં ત્રીજા દિવસે આપવામાં આવે છે.  નવા જન્મેલા વાછરડા માટે આ અદ્ભુત જીવન તરીકે વર્ણવવામાં આવ્યું છે કારણ કે તે રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે. તેમાં > ૫૦ ગ્રામ/લિ અત્યંત પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ અને < ૧૦૦ ગ્રામ ઇમ્યુનોગ્લોબ્યુલિન સહિત સરળતાથી પાચન થઈ શકે એવું પ્રોટીન હોય છે. તેમાં સમૃદ્ધ પ્રમાણમાં કેલ્શિયમ પણ જોવા મળે છે. સંશોધન દર્શાવે છે કે કોલોસ્ટ્રમનું સંશ્લેષણ કરવા માટે, કેલ્શિયમ શરીરમાંથી એકત્રિત કરવું પડશે અને કેટલીકવાર સંબંધિત હોર્મોન્સના અપૂરતા સ્ત્રાવને કારણે એકત્રીકરણની પ્રક્રિયા અસરકારક થતી નથી. આવી ગાય સામાન્ય રીતે ગાયો મા થતાં રોગથી બીમાર પડતી હતી. આને રોકવા માટે, જૂના દિવસોમાં આંચળમાંથી કુલ કોલોસ્ટ્રમને ના કાડવાની પ્રથા હતી, પરંતુ ૧/૪ થો ભાગ છોડી દેવામાં આવતો હતો. હવે આને નિયંત્રિત કરવાનો વધુ સારો વિકલ્પ એ છે કે સમગ્ર આંચળનુ ખાલી કરવું. આના થી એ પણ સુનિશ્ચિત થશે કે દૂધ સંશ્લેષણમાં કોઈ પ્રતિસાદ અવરોધ નથી.

પહેલા ના દિવસોમાં કોલોસ્ટ્રમને ખવડાવવાનો તર્ક એ હતો કે વધેલા કોલોસ્ટ્રમને ફરીથી શોષવામાં આવશે અને તેમાં હાજર કેલ્શિયમ લોહીના કેલ્શિયમનું શોષણ કરશે. જો કે આ રોગને રોકવા માટે આવી પ્રથાની અસરકારકતાને સંપૂર્ણપણે સમર્થન આપવામાં આવતું નથી, કારણ કે ઘણા ખેડૂતો ફક્ત કોલોસ્ટ્રમ આપતા હોઈ છે. એવા ખેડૂતો પણ છે જે વિચારે છે કે આ રોગને રોકવા માટે બાકીનુ વધેલુ (વાછરડાઓને ખવડાવ્યા પછી) ગાયને ખવડાવી શકાય છે. કેટલાક ખેડૂતોએ તો ઘણી ગાયોને નાની માત્રામાં કોલોસ્ટ્રમ પણ ખવડાવ્યું. મેં એવા કિસ્સાઓ પણ જોયા છે, જ્યાં વધારાના કોલોસ્ટ્રમ અન્ય વાછરડાઓને પણ ખવડાવવામાં આવ્યા હતા, એમ માનીને કે તે ઊર્જા આપશે. આ એક ખતરનાક પ્રક્રિયા છે અને જે ખેડૂતો ને ટાળવી જોઈએ.

કોલોસ્ટ્રમ અને દૂધ કેમ ન ખવડાવવું જોઈએ:

કારણ કે, પુખ્ત વયની ગાયમાં સારી રીતે વિકસિત પાચન પ્રક્રિયા હોઈ છે જ્યાં પાચન સુક્ષ્મજીવાણુઓ દ્વારા થાય છે. જ્યારે તે પુખ્ત વયની ગાયને ખવડાવવામાં આવે છે, ત્યારે તેનું પાચન થયા પછી, વાયુઓના ઉત્પાદન અને ગંભીર અપચો થાય છે. કેટલાક કિસ્સાઓમાં અપચો એ મૃત્યુનું કારણ પણ બની શકે છે. કોલોસ્ટ્રમ ખવડાવવાથી ગાય માં, નિસ્તેજ, ચક્કર અને હતાશકોલોસ્ટ્રમ ખવડાવવા માટેની સાર

કોલોસ્ટ્રમ ખવડાવવા માટેની સારવાર:

ગાયો જેને કોલોસ્ટ્રમ અથવા દૂધ આપવામાં આવે, એવી ગાયને તાત્કાલિક સારવાર આપવી જોઈએ, કારણકે એસિડ ના શોષણને રોકવા માટે. સૌ પ્રથમ મેગ્નેશિયમ સલ્ફેટ (૨૫૦-૩૫૦ ગ્રામ) અને રૂમેન બફર (૩૦-૪૦ ગ્રામ) સારવાર તરીકે ગાય ને આપવું. જો ગાયને ચક્કર આવે અને નિસ્તેજ હોય ​​તો પશુચિકિત્સકની સલાહ લેવી જોઈએ જે લોહીમાં ઘણાં પ્રવાહીનું સંચાલન કરશે. પેટમાં ગંભીર એસિડ માઇક્રોફ્લોરાનો નાશ કરશે તેથી તંદુરસ્ત ગાયના સાયર્સમાંથી અથવા કતલખાનામાંથી મેળવેલ રૂમેન ફ્લોરાથી બદલવું એજ શ્રેષ્ઠ ઉપાય છે.

તમને વાંચવું ગમશે: ગાયો નું કોલોસ્ટ્રમ પૂરક કોવિડ દર્દીમાં શ્વસન દુઃખ ધટાડે છે


લેખક

ડો. અબ્દુલ સમાદે
એમ.વી.એસ.સી., પી.એચ.ડી. (કેનેડા)

અનુવાદક

ડો. બતુલ આખુંજી
સલાહકાર પશુચિકિત્સક