ગાયની નાની પરંતુ સુંદર ઓલાદ : કાસરગોડ
જે વિસ્તારમાં જે ઓલાદનો વધુ ઉછેર થતો હોય ત્યાંનું નામ આપવામાંઆવે છે. કસરગોડ જિલ્લો એ કેરળ રાજ્યના ઉત્તર ભાગમાં આવેલ છે જેની પશ્ચિમમાં વિશાલ દરિયો છે દક્ષિણમાં સપાટ જમીન અને ઉત્તરમાં પહાડી વિસ્તાર છે. ત્યાંની સ્થાનિક ગાયની ઓલાદ કાસરગોડ એ નાના કદની, કાળા અને રતાશ પડતા રંગની હોય છે.સૈકાઓથી આ ઓલાદનું પ્રજનન અને ઉછેર થવાથી ગરમ ભેજવાળી હવાવાળા હવામાનથી ટેવાઈ ગઈ છે અને અન્ય ખૂંધાવાળી ઓલાદની જેમ ગરમી સામે તેમજ રોગ અને પરોપજીવીઓ સામે પ્રતિકારક શક્તિ મેળવી છે.
જન્મ સમયે વાછડાંનું વજન 10.5 કિલ્લો હોય છે.નર વાછરડાનું વજન એક વર્ષની ઉમરે 86.8 કિલ્લો અને પુખ્ત સાંઢનું વજન 194.3 કિલ્લો થાય છે. માદાનું એક વર્ષની ઉંમરે વજન 61.1 કિલ્લો અને પુખ્ત વયે 147.7 કિલ્લો વજન થાય છે.સાંઢની સરેરાશ ઉંચાઈ 107.3 સેમી જયારે ગાયની ઉંચાઈ 95.83 સેમી હોય છે. કસરગોડ ઓલાદના વાછરડાને સામાન્ય ખોરાક આપવાથી તેનું વજન એક વર્ષમાં 7-8 ગણું વધે છે જે દેશની અન્ય ઓલાદ કરતા વધુ હોય છે.આ તેની સ્થાનિક ઓલાદ તરીકે ઉભરવાનીની ક્ષમતા દર્શાવે છે આથી જ કેરાલાના પશુપાલકોએ આ ઓલાદનો ફાયદો લીધેલ છે.
ઓલાદ સરક્ષણના પ્રયત્નો
2010માં “નાના કદની કસરગોડ ઓલાદના સરક્ષણ સોસાયટી” સ્થાપવામાં આવી જેનો ઉદ્દેશ નાના કદની કસરગોડ ઓલાદમાં સુધારો કરવાનો છે. હાલમાં 200 જેટલા પશુપાલકો અને સેન્દ્રીય ખેતી કરનારા આ સંસ્થા સાથે જોડાયેલ છે.આ સંસ્થાની ગૌશાળા “નાગચેરી” ગામ પાસે આવેલ છે.
હાલમાં જ આ ઓલાદ સમાચાર પત્રો માં ચર્ચામાં આવેલ કેમકે પજાબનાં મુખ્ય મંત્રીએ કસરગોડ ગાયની ક્ષમતા જોઈ સંસ્થાની ગૌશાળામાંથી 6 કસરગોળ ગાયો મેળવી 6 સાહીવાલ ગાયૉબદલીમાં આપી.
(લેખક : ડો. અબ્દુલ સામદ, રિટાયર્ડ ડીન , મુંબઈ વેટરનરી કોલેજ, પરેલ, મુંબઈ)
અનુવાદક : ડો ઘનશ્યામ ધોળકીયા, વડોદરા