ભારતમાં દુધાળુ ગાયોનું દૂધ ઉત્પાદન વધારવા વ્યૂહરચના

દૂધ ઉત્પાદન વધારવા માટેની વ્યૂહરચનાઓ

ભારત દુનિયામાં સૌથી વધુ દૂધ ઉત્પન્ન કરતો દેશ છે. ભારત સરકાર વાર્ષિક 23%ના દરે દૂધ ઉત્પાદન વધારવાનું આયોજન કરે છે. આ લેખમાં જુદી જુદી કિંમત પર અસર કરતી અને વાસ્તવિક શક્ય યોજનાનું દૂધ ઉત્પાદન વધારવા અમલીકરણ કરી શકાય તે બાબત છે.

ભારતમાં મોટા ભાગે શાકાહારી લોકો હોઈ દૂધ એ પ્રોટીનનું મુખ્ય સ્તોત્ર છે. દૂધની બનાવટો જેમકે પનીર,દહીં ,ઘી વિ રોજિંદી જિંદગીનો મુખ્ય ખોરાક છે આમ ભારત દુનિયામાં સૌથી વધુ દૂધ ઉત્પાદક અને ઉપભોક્તા દેશ છે.પરંતુ ઓછી વારસાગત દૂધ ઉત્પાદક ક્ષમતા,અપૂરતું પોષણ અને ઓછી સારવાર સુવિધાઓને લીધે વૈશ્વીક પરિમાણ કરતા પ્રમાણ ગણુ ઓછુ છે. ભેંસ અને ગાયમાં દૂધ ઉત્પાદકતા અને ફેટની ટકાવારી એ વારસાગત છે. વારસાગત ક્ષમતા કરતા વધુ દૂધ ઉત્પન્ન કરી ન શકાય પરંતુ મોટા ભાગના પશુપાલકો પશુની ક્ષમતા જેટલુ દૂધ પણ દૂધાળુ જાનવરમાંથી મેળવી શકતા નથી. આનું મુખ્ય કારણ કુપોષણ છે અને બીજા ગણા તણાવ છે.આથી દૂધ ઉત્પાદન વધારવાનો આસાન રસ્તો એ પૂરતું પોષણ આપવુ અને તણાવ મુક્ત રાખવા એ છે.

પોષક પરીબળ પર લક્ષ

ભારતીય ગાયના દૂધમાં વધારો કેવી રીતે કરવૂં
ભારતની ગાયનો વસુકેલ સમય
  • 20 થી 25 કિલ્લો લીલો ચારો આપો.એક જ પ્રકારનો લીલો ચારો ન આપતા કઠોળ વર્ગ જેમકે રજકો ,ચોળી વિ સાથે કોઇમ્બતુર 4, છાસઠીઆની કુટ્ટી કરી આપવુ જેથી વધુ પોષણ મળે અને બગાડ ઓછો થાય.
  • 10 કિલ્લો સૂકો ચારો આપવો। સૂકો ચારો શક્યતો સાંજના દુધ દોહયા પછી આપવો.
  • 10 કિલ્લો જેટલું સંતુલિત દાણ આપવુ. વધુ દૂધ આપતા જાનવરને વધુ દાણ આપવુ. એક જ જાતનું અનાજ ન આપવુ તેને બદલે 1,તૈલી ખોળ જેમકે કપાસિયાની ખોળ, મગફળીની ખોળ અથવા જે ઉપલબ્ધ હોય, 1અનાજનો ભૂકો, અને 1ચણાની ચુની,ડાંગરના છીલકા વિ. આ મિશ્રણને રાતભર પાણીમાં પલાળી રાખવા જેથી આથો આવે અને પોષક તત્વોનો વધારો થાય.
  • 50 ગ્રામ મિનરલ મીક્ષરનો પાવડર આપવો. જો મિનરલ મિક્ષર આપવામાં ન આવે તો શૂક્ષ્મ ખનીજની ઉણપ થશે અને દૂધ ઉત્પાદનમાં ઘટાડો.અને પ્રજનનમાં તકલીફ થશે.
  • 30 લીટર ચોખ્ખુ પાણી આપો.

તણાવના પરિબળ પર લક્ષ

  • દૈનિક દિનચર્યામાં નિયમિતતા રાખો.
  • જાનવરને દિવસમાં બે વખત નવડાવો.
  • દિવસમાં ત્રણ વખત પોદળો સાફ કરો.
  • જાનવરને મારો કે ગભરાવો નહી.
  • કોઢમાં મચ્છરનો ઉપદ્રવ ટાળો
  • હંમેશા ચોક્કસ સમયે અને એજ વ્યક્તિ દ્વારા દૂધ દોહન કરાવો.
  • જો દોહનાર વ્યક્તિ દૂધ દોહતા વધુ સમય લેશે તો દૂધમાં ઘટાડો થશે.

નિયમિત પણે કૃમિનિવારણ કરો નહીંતર દૂધમાં ઘટાડો થશે.જાનવરને સીધા સૂર્ય પ્રકાશમાં ન બાંધો થોડા કલાક ગૌચરમાં ચરવા છોડવાથી ચયાપચયની પ્રક્રિયા વધશે , જાનવર ખુશ રહેશે અને વધુ દૂધ ઉત્પન્ન થશે. ટૂંકમાં ગાય ભેંસની બધી જરૂરિયાત પુરી કરો જેથી તેઓ મહત્તમ દૂધ આપે અને ફેટ અને એસ એન એફ વધે.

દૂધ ચક્ર

દૂધ આપવા ગાયનુ વિયાણ થવું જ જોઈએ અને દૂધચક્ર એ બે વિયાણ વચ્ચેનો ગાળો છે. આ ચક્ર ચાર તબક્કા માં વિભાજીત છે પ્રથમ, વચ્ચેનો અને પાછળનો (દરેક તબક્કો લગભગ 120 દિવસનો હોય)અને વસુકેલો સમય જે અંદાજે 65 દિવસનો હોય. આદર્શ રીતે ગાયનું દર 12 મહિને વિયાણ થવુ જોઈએ. દુગ્ધકાળની પ્રગતિ સાથે જુદાજુદા તબક્કામાં ગાયમાં અનેક ફેરફાર થાય છે.જેમકે દૂધ ઉત્પાદનમાં ફેરફાર, ખોરાક લેવામાં બદલાવ, શરીરમાં ફેરફાર અને ગર્ભાવસ્થાના તબક્કામાં ફેરફાર જોવામાં આવે છે. ફ્રિઝીયન ગાયમાં બે વિયાણ વચ્ચેનો ગાળો 14 માસનો જોવા મળ્યો છે જેનો ખોરાક, દૂધ ઉત્પાદન અને વજન વચ્ચેનો સબંધ છે.વિયાણ બાદ ગાય દૈનિક 10 લીટર આપવાની શરૂઆત કરે તો 7 અઠવાડિયામાં મહત્તમ 20 લીટર દૂધ ઉત્પાદન કરી શકે છે જે થોડા સમય બાદ દૂધ ઘટવાની શરૂઆત થાય છે અને દુગ્ધકાળના અંતે 5 લીટર દૈનિક આપે છે. જો કે તેનુ માવજત માટેના પોષણની જરૂરિયાત માં ઘટાડો નહી થાય પરંતુ દૂધ માં હોય છે ત્યારે ખોરાકમાં વધુ ઉર્જા અને પ્રોટીન ની જરૂરીયાત હોય છે અને દૂધ ઉત્પાદન બંધ થતા ઓછી જરૂરીયાત રહે છે.તેમ છતાં પાછલા દુગ્ધકાળમાં શરીરની તાકાત વધારવા વધુ ઉર્જાની જરૂરીયાત હોય છે.

ગાયો સામાન્ય રીતે વિયાણ બાદ 12 અઠવાડીયા સુધી ખોરાકમાંથી મળતી ઉર્જા ઉપરાંત પોતાની ઉર્જા વાપરે છે. આ ઉર્જા માત્ર ખોરાકમાંથી મળતી ઉર્જા ઉપરાંત દૂધ ઉત્પાદન અને મહત્તમ દૂધ ઉત્પાદનમાં વાપરે છે. આથી ગાયને દૂધ આપવાના પાછળના ગાળામાં અથવા વસુકેલ સમયગાળામાં શરીરમાં ઉર્જા એકઠી કરવી પડે છે જે તે વિયાણ બાદ ગુમાવે છે.

વિયાણથી મહત્તમ દૂધ આપવા સુધીનો ગાળો

મહત્તમ દૂધ ઉત્પાદન એ વર્ષ દરમિયાન વર્ષની ઉત્પાદનની ક્ષમતા નિર્ધારિત કરે છે. મહત્તમ દૂધ ઉત્પાદન માટે શરુઆત ના તબક્કામાં યોગ્ય ખોરાક આપવામાં અનેક આડચણો આવે છે.આથી પહેલુ એ સ્વેચ્છાએ ખોરાક લેવો એ છે.વિયાણ વખતે ખોરાકની જરૂરિયાત (ભૂખ) મહત્તમ કરતા 50-70% જ હોય છે.એનું કારણ એ છે કે વસુકેલ સમય દરમિયાન અંદર વાછરડું જગ્યા રોકે છે,પેટની જગ્યા નાની થઇ જાય છે, પેટની ઘનતા અને ક્ષમતા ઓછી થઇ જાય છે.વિયાણ બાદ પેટનો વિકાસ થવામાં સમય લાગે છે.પૂરતી ભૂખ લાગવા 10-12 અઠવાડિયાનો સમય લાગે છે.

મહત્તમ દૂધ ઉત્પાદનથી મહત્તમ ખોરાકી સુધીનો સમય

મહત્તમ દૂધ ઉત્પાદકતા સાથે ધીમે ધીમે ભૂખ ખુલે છે જે જરૂરી પોષણને પચાવી શકે છે( જો ખોરાક સારી ગુણવત્તા વાળો હોય) ગાય એ સમય દરમિયાન પોતાનું વજન જાળવી રાખે છે.

વચ્ચેનો અને પાછલો દૂગ્ધકાળ

જોકે દૂધ ઉત્પાદન માટે ઉર્જાની જરૂરીયાત ઓછી થાય છે તેમ છતાં ગર્ભકાળ તેમજ શરીરના બાંધા માટે ઉર્જા ને આવનારા દુગ્ધકાળ માટે સાચવવાની જરૂર હોય છે, જાનવરોના શરીરની સંભાળ વસુકી ગયા બાદ કરવા કરતા પાછલા દૂધ વેળા સાચવવી વધુ અસરકારક હોય છે.

વસુકેલ સમય ગાળો

વસુકેલા સમય દરમિયાન ગાયની શારીરિક પરિસ્થિતિ જાળવવી એ આગામી દુગ્ધકાળ માટે શરીરમાં પૂરતી ઉર્જા છે તે નિર્ધારિત કરવા મહત્વની કડી છે.જો ગાયનુ જરૂરી ઉર્જા સાથે વિયાણ થાય તો 2-3 માસમાં પોતાનું ચક્ર શરુ કરી શકે છે.જો દુર્બળતા દરમિયાન વિયાણ થાય તો દૂધ ઉત્પાદકતા ઘટે છે કારણકે શરીરમાં ઉર્જાનો પૂરતો પુરવઠો નથી.ખોરાકમાં આપવામાં આવેલ ઉર્જા વજનમાં આવેલ કમી ને બદલે શરીરનું વજન વધારવા ઉપયોગમાં થઇ શકે. આથી શરૂઆતના દૂધના ગાળામાં આપવામાં આવેલ વધુ ખોરાક વિયાણ દરમિયાન ઉદ્ભવેલ દુર્બળતા દૂર કરી શકાતી નથી.

દુગ્ધકાળમાં સતત દૂધ ઉત્પાદકતા જાળવવી

મહત્વના બે પરિબળો જે દુગ્ધકાળ નિશ્ચિત કરે છે જે મહત્તમ દૂધ સમય અને તેની દૂધ ઘટવાની ઝડપ. સમશીતોષ્ણ હવામાનમાં દૂધ માપવાની પદ્ધતિમાં 300 દિવસના કુલ દૂધના મહત્તમ દૂધને 200 ના ગુણાંક કરવા. એક દિવસનું મહત્તમ દૂધ 20 લીટર છે તો તે દુગ્ધકાળમાં 4000 લીટર ગણી શકાય.જો ગાય 30લીટર મહત્તમ દૂધ આપે તો તેનુ સંપૂર્ણ દુગ્ધકાળનું દૂધ 6000લીટર ગણાય.આ ગણતરી મહત્તમ દૂધ ના 7-8% પાછલા માસથી પ્રતિ માસ ઓછું થતુ મનાય છે. આ ગણતરી સારી માવજતવાળા અને ગૌચરપર ચરતા ધણ માટે શમશીતોષ્ણ હવામાન માટે છે.અપૂરતા પોષણ વાળા પશુઓમાં આ ઘટ 12% પ્રતિમાસ હોઈ શકે છે ( ઉષ્ણકટિબંધ વિસ્તારમાં જ્યાં ખુબ સૂકી ઋતુ બાદ વધુ છે. ભેજ હોય છે.)

મહત્તમ કે કાયમી દૂધમાંથી દૂધ ઘટાડાની ટકાવારીના કારણો મહત્તમ દૂધ ઉત્પાદન.

  • મહત્તમ દૂધ ઉત્પાદન બાદ પોષણ.
  • વિયાણ સમયની તંદુરસ્તી.
  • અન્ય કારણો જેમકે બીમારી કે હવામાનમા ફેરફાર.
  • સામાન્ય રીતે મહત્તમ દૂધ ઉત્પાદન હોય છે તો ઘટાડાની ટકાવારી ઓછી હોય છે.

વિયાણ બાદ ગાયને તુરત ઓછો ખોરાક આપવાથી મહત્તમ દૂધમાં ઘટાડો થાય છે એટલું જ નહી પણ તેના દૂધ ઉત્પાદનના સાતત્ય અને ફલીનીકરણમાં પણ આડઅસર થાય છે.દુધાળુ ગાયોને તેની શારીરિક શક્તિના ઉપયોગ કરી ફેળવવામાં આવે છે પરંતુ વજનમાં વધુ પડતા ઘટાડાથી વેતરચક્ર મોડેથી શરુ થાય છે.વધુ દૂધ આપતી આનુવાંશિક ગુણો ધરાવતી ગાયોના તાજા વિયાણ બાદ અપૂરતું પોષણ, એ પોષણને લગતો મોટામાં મોટો પ્રશ્ન છે. ભેજવાળા ગરમ વાતાવરણમા નાના પશુપાલકોનો આ પ્રશ્ન મોટો છે કારણકે તેઓ પાસે આનુવાંશિક ક્ષમતાનો સદુપયોગ કરવા ખોરાક આપવાની પધ્ધતિમાં ફેરફાર કરવા કોઈ વિકલ્પ નથી. વધુ સારી આનુવંશિક ક્ષમતા વળી ગાયોને આયાત કરવા છતાં જો પૂરતુ પોષણ આપવામાં ન આવે તો દૂધમાં સમાધાન કરવુ પડે છે એટલું જ નહી પણ ગણા મહિનાઓ સુધી વેતરચક્ર શરુ થતુ નથી.

ખોરાકની અસરકારકતા

વધુમાં વધુ નફો મેળવવો હોય તો દૂધ ઉત્પાદન વધુ અસરકારક હોવુ જોઈએ।દૂધની ગુણવતા, સંગ્રહ અને લાંબો સમય ટકી રહે તેવુ જોઈએ. પેટ એ વાગોળ કરતા જાનવરોનો પાચનતંત્ર નો મહત્વનો ભાગ છે. તેની વિશાળ અને જટીલ કાર્યપધ્ધતિ જે રેશાવાળા પદાર્થનું પાચન કરે છે પણ તેમા વધુ પોષણ યુકત આહારથી ગડબડ ઉભી કરી શકે છે. પેટની સંભાળ રાખવી એનો મતલબ અંદરના શૂક્ષ્મ જીવાણુંને સાચવી ,વધુ આથો આવે અને પાચનશક્તિ સુધારે. પેટમાં વધુ પડતું પાચન અટકાવવું જોઈએ કારણકે જીવાણુંઓ પાછળ કારણ વિના પોશાક તત્વોનો વ્યય ન થાય અને બિનજરૂરી મિથેન અને એમોનિયા જેવા વાયુ ઉત્પન્ન ન થાય.આથી નત્રવાયુ અને ઉર્જાનો પણ વ્યય થાય છે અને વાતાવરણ પર આડ અસર કરે છે. પોષણશાસ્ત્રીઓ ખોરાકની પોષણ ક્ષમતામાં સુધારો કરી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવા મથી રહ્યા છે.વારસાગત ગુણોની પસંદગી અને દૂધ વધારવાના પ્રયત્ન માટે પેટમાં વધુ આથો આવવાની પ્રક્રિયા એ ખૉરાકની ક્ષમતા વધારવાની ચાવી છે.

ચયાપચયમાં સહાય થવી

દૂધ ઉત્પાદન એ પ્રજનનથી સક્રિય થાય છે જે માટે સારૂ ચયાપચય જરૂરી છે.લીવર(કાળજુ) આ બધામાં નીચે મુજબ મહત્વનો ભાગ ભજવે છે.

  • શરીરમાં ઉર્જાના સ્ત્રોત્ર ને ઉત્પન્ન કરવાનુ, સાચવવાનુ અને ગ્લુકોઝ વાપરવાનું કામ કરે છે.
  • ફેટી એસિડ, ટ્રાઇગ્લીસેરાઈડ કીટોન કોલેસ્ટિરોલનું પૃથક્કરણ કરી ફેટ(ચરબી)નો ફેલાવો અટકાવે છે.
  • ફેટી એસિડનું પરિભ્રમણ નિયંત્રિત કરે છે.
  • પ્રોટીનનું પૃથક્કરણ અને વિઘટન નું સમતોલન જાળવે છે.
  • વિટામિનનો સંગ્રહ કરી જરૂરિયાત મુજબ વહેચણી કરે છે.

વધુમાં લીવર વિઘટન અને ઝેરને દૂર કરવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે.ઉપરાંતમાં આંતરિક અને બાહ્ય પદાર્થોના પરિવહનમાં મદદરૂપ થાય છે. દુધાળુ ગાયોને વિયાણના પ્રથમ તબક્કામાં ઉત્પાદકતામાં સુધારા માટે ચયાપચય સામે પ્રશ્ન ઉભા થાય છે. વધુ જલદી અથવા વધુ ઝડપી ફેટનું પરિભ્રમણ લીવરમાં કેટોસીસ અથવા સ્ટિટોરિસ ઉત્પન્ન કરે છે. પરિણામે ભૂખ ઓછી લાગવી, શર્કરાનું વિઘટન થવુ,રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થવો અને પ્રાણવાયુની ઉણપ જણાવવી।રોગ પ્રતિકારક શક્તિની ઉણપને લીધે રોગ ઉત્પન્ન થાય છે. ઉપરાંતમાં તંદુરસ્તી પર સીધી અસર થાય છે અને પ્રજનન નબળુ થાય છે.પૂરતી સંભાળ, નિયંત્રિત ખોરાક અને ખોરાકમાં યોગ્ય બદલાવથી આવા રોગ રોકી શકાય છે અને લાંબુ આયુષ્ય,અને ઉત્પાદકતા વધે છે.

વધુ વાંચો: દૂધ દોહનમાં મિલ્કીંગ મશીનનો ફાળો

મિલ્કીંગ મશીનના ફાયદા


અનુવાદક
ડો. ઘનશ્યામ ધોળકીયા
પશુચિકિત્સક, વડોદરા​