ગાયોનાં ખોરાકમાં ઘાસ-ચારાનું મહત્વ
ડો.અબ્દુલ સામદ
ભાષાંતર : ડૉ.ઘનશ્યામ ધોળકીયા (વડોદરા)
વર્ષોથી ગાયોનો તબેલામાં ખોરાક આપવા બાબત પ્રવર્તતી ખોટી માન્યતાઓ
(૧) બજારમાં ઉપલબ્ધ સમતોલ આહાર (કોન્સન્ટ્રેટ) ગાયોને ખવડાવવું વધુ હિતાવર છે.
(૨) સમતોલ આહાર ખવડાવવાથી ગાયના દુધના ફેટમાં વધારો થાય છે.
(૩) ગૌશાળામાં અપાતી પાપડી (કેક) અને ચુની સમતોલ આહાર કરતાં સસ્તું અને સારું છે.
(૪) સમતોલ આહાર ખવડાવવો એ ઘાસચારા કરતાં સારું છે.
(૫) ગાય જે ખોરાક ઝડપથી ખાય તેનો મતલબ આહાર વધુ સારો છે.
(૬) આહારને રાત્રી દરમિયાન પલાળી રાખવાથી આહારનું પાચન સારું થાય છે.
(૭) ગાય ને ખાણ(આહાર) દિવસમાં બે વાર આપવું અને પછી પાણી પીવડાવવું .
કમનસીબે ઉપરોક્ત માન્યતાઓ સત્યથી વેગળી છે ઉલ્ટાનું કેટલાક વખત હાનીકારક નીવડે છે. ગાયએ વાગોળ કરતું (રૂમીનન્ટ ) જાનવર છે અને તેનો મુખ્ય આહાર ઘાસચારો છે. જેને ગોથું પણ કહે છે.સમતોલ આહારની ત્યારે જ જરૂર પડે છે જયારે ઘાસચારાની ગુણવત્તા ઘણી હલકી હોય અને પૂરતું પોષણ મળતું ન હોય. જયારે પશુ વધુ દૂધ આપે છે ત્યારે વધારે પોષણની જરૂરિયાત ઉભી થાય છે. જે હલકી કક્ષાના ઘાસચારા માંથી ઉપલબ્ધ થતું નથી. સમતોલ આહાર દૂધ ઉત્પાદન ખર્ચમાં વધારો કરે છે. પશુપાલકે ખાસ સમજવું જોઈએ કે ગાય ને શક્ય તેટલો ઘાસચારો આપવો જોઈએ જેથી જરૂરિયાત પ્રમાણેનું ડ્રાય મેટર ઉપલબ્ધ થઈ શકે. સમતોલ આહાર જરૂર હોય ત્યારે જ પુરક ખાદ્ય તરીકે આપવું જોઈએ. ગાયને સમતોલ આહાર હાનીકારક નથી તે માનવું ભૂલ ભર્યું છે. સમતોલ આહાર થી ગાયના રૂમેન(પ્રથમ-મોટું પેટ ) માં આમ્લતા (એસીડ) ઉત્પન કરે છે જેથી એસીડોસીસ નામની બીમારી થાય છે. સારી ગુણવત્તા વાળા ઘાસ ચારા ની ઉણપથી દૂધનાં ફેટ ઘટવાનું જોખમ થઇ શકે છે જે સમતોલ આહાર ખવડાવવાથી વધે છે તે માન્યતા ખોટી છે.
ગાયો માટે સારો ચારો એ છે કે ગાય બધું ચાવે અને વધુ વાગોળે – આ બંને પ્રક્રિયા ચારાનાં ટુકડા પર આધારિત છે. ૦.૫ ઈંચ થી નાના ટુકડાથી વાગોળ થતી નથી આથી પાચનક્રિયા પર અસર કરે છે. જયારે ૧-૧ ૧/૨ ” ઈંચ કપાયેલા ચારા થી વાગોળ માં મદદ મળે છે. જે જીવાણું દ્વારા થતી પાચનક્રિયામાં મદદરૂપ થાય છે. એકાદ કિલો જેટલું સળીવાળું લાંબુ ઘાસ ખવડાવવાથી પણ સારી વાગોળ તૈયાર થાય છે. કેટલાક પશુપાલકો સમતોલ આહારને અમુક કલાક સુધી અથવા તો રાત્રીભર પાણીમાં પલાળી રાખે છે. આ પદ્ધતિ જૈવિક પાચનમાં અવરોધ ઉભો કરે છે.અને ખાદ્ય પર જીવાણુંનો ઉપદ્રવ ઉભો કરે છે અને ખાદ્ય બગડી જાય છે.
રાજસ્થાન અને આસામમાં સમતોલ આહારને રાત્રી દરમિયાન સેકવામાં આવે છે.કપાસની પાપડીને પલાળી નરમ કરી આહારમાં ભેળવવામાં આવે તે યોગ્ય છે. પરંતુ થોડા કલાકો સુધી કે રાત્રીભર પલાળવું એ સલાહભર્યું નથી.
વાગોળ કરતાં જાનવરોનાં આહાર માટે એવી સલાહ આપવામાં આવે છે કે આહારના ઘટકો વારંવાર બદલવા નહી અને વર્ષભર એકજ પ્રકારના ઘટકો આપવા જોઈએ.
આહારનું મુખ્ય ઘટક સારી ગુણવત્તા વાળો ઘાસચારો હોવો જોઈએ.જયારે જાનવર સ્વેચ્છાએ વધુ પ્રમાણમાં ઘાસચારો ખાય તેને સારો ચારો કહી શકાય.જયારે ગાય ને સારી અને હલકી ગુણવત્તાવાળો ચારો આપવામાં આવે ત્યારે બંને ને છુટા પાડી ગાય સારી ગુણવત્તા વાળો ચારો ખાય છે. રાસાયણિક દ્રષ્ટિએ ઉચ્ ગુણવત્તાવાળા ચારામાં સારા પાચક તત્વો અને પોષણ આપતા તત્વો હોય છે.
યોગ્ય સમયે કાપણી કરેલ ચારામાં ૬૦-૬૫ % પાણીનું પ્રમાણ હોય છે જે વધુ સ્વાદિષ્ટ હોય છે. સામાન્ય રીતે ડુડાની કાપણી બાદનો છોડ ઉતરતી કક્ષાનો હોય છે જો કે ઘાસચારા માટે ઉગાડવામાં આવેલ ઘાસની કાપણી માં સારા પોષક તત્વો વધુ પ્રમાણમાં હોય છે.