દુષ્કાળ અસરગ્રસ્ત અથવા નુકસાન થયેલ પાકની ઘાસચારા તરીકેની વાઢ (કાપણી)
ડૉ.અબ્દુલ સામદ
દેશમાં બદલતા હવામાન ના કારણે પાકની નિષ્ફળતા એ સામાન્ય થઈ ગયેલ છે. નિષ્ફળતા દુકાળને કારણે, માવઠાને લીધે અથવા રોગોને કારણે થઇ શકે. પાકની નિષ્ફળતા વીમો ન ઉતાર્યો હોય તો ખેડૂત માટે ભારે બોજારૂપ છે. ઘણાં દેશોમાં આવા નિષ્ફળ ગયેલ પાક ને જાનવરોના ખોરાક તરીકે કાપવામાં આવે છે. પરંતુ તેના માટે કેટલાક નિયમો છે.
આ માટે મુખ્ય પરીબળ જે ઘાસ ના સમયનો છે જે કેટલો વખત ટકી શકે,જાળવી શકાય તેમ છે. જો પાક સારો હોય તો જાનવરોને સુકા ચારા તરીકે ખવડાવી શકાય. જયારે જ્યારે અપરીપકવ પાક કે જેમાં ૬૦-૬૫ % ભેજનું (પાણીનું) પ્રમાણ છે તેને કાપી સાઈલેજ બનાવી શકાય અને ઉપયોગમાં લઇ શકાય. બીજું પરિબળ કે સદર પાક પર જંતુનાશક કે ફૂગનાશક દવાઓના છંટકાવ કરવામાં આવ્યો છે કે કેમ ? આવા દવા છંટકાવ કરેલ પાક બાબત ખેડૂતે વિચાર કરવો જોઈએ કે દવાના છંટકાવથી પાક બચાવી શકાય કે કેમ? જો છંટકાવ કર્યો હોય તો પણ ૧૪-૨૧ દિવસ બાદ કાપણી કરવાને બદલે ચારા તરીકે ઉપયોગમાં લઇ શકાય. દરેક દવાઓ પર સુચના લખેલ છે કે છંટકાવ બાદ કેટલો વખત સાચવવો.
આવું ઉનાળામાં ખેડૂતો દુષ્કાળની અસર પામેલ સોયાબીનનાં પાકનો ચારા તરીકે ઉપયોગમાં લેવાનું વિચારતા હશે. પરંતુ આ અંગે નિર્ણય લેવો સહેલો નથી કારણકે સોયાબીનનાં દાણાની આવક અને ચારા તરીકેની આવક અંગે વિચારવું રહ્યું. આ ઉપરાંત અન્ય મુદ્દાઓ જેમ કે પાક વિમાની ચુકવણી, સંસ્થા તરફથી મળેલ નુકશાની અંગે આર્થિક સહાય અને સોયાબીનના પાક પર ખવડાવવા અને દવા છંટકાવના બંધારણ(નિયમો)
સોયાબીનના દાણા અને ચારાની કીમતનો તફાવત
ભારતમાં સોયાબીનનો પાક પુષ્કળ પ્રમાણમાં લેવામાં આવે છે. ખેડૂતોએ દુષ્કાળ અસરગ્રસ્ત સોયાબીનના દાણાની ઉપજ વિશે ગણતરી કરવી જોઈએ. સામાન્ય રીતે એવો નિયમ છે કે એ ૫૦% થી વધુ પાંદડા હોય, સારો વરસાદ આવે તે પહેલાં ફૂલ બેસવાના બંધ થઇ જાય તો દાણાની ઉપજ સારી આવે છે. જો ૫૦% થી વધુ પાંદડા ખરી પડ્યા હોય, ફૂલ આવવાના બંધ થઇ ગયા હોય અને પ્રમાણમાં ઓછી સીંગ હોય તો દાણાનું ઉત્પાદન ઘણું ઓછુ આવશે. આવી પરિસ્થિતિમાં સોયાબીનનાં પાક ની કાપણી પશુઓના ચારા તરીકે કરવાથી ખેડૂતને ફાયદો થશે. આ અંગેનો અંદાજ એવો છે કે એકર દીઠ સોયાબીન નાં સુકા ચારાનું વજન દોઢ ટન થવું જોઈએ.
દુધાળુ જાનવરના પોષણની જરૂરિયાતની ગણતરી મુજબ સોયાબીન સાઇલેજની વહેલી કાપણી વખતે ૧૭.૪% જેટલું ફૂડ પ્રોટીન (રજકાની સુકવણી જેટલું) ૧.૨૯ NEL, 3XM.CAL/KG ,46.6%NDF (રજકાની સુકવણી જેટલું),૫.૭% તૈલી પદાર્થ ((રજકાની સુકવણી કરતાં ૨.૫ % ગણું હોય છે.આ પોષક તત્વોનાં પ્રમાણમાં પાકની વ્રુધિ પ્રમાણે ફેરફાર થઇ શકે છે.
સોયાબિનની સુકા ચારા તરીકેની કાપણી.
સોયાબીનના ચારાનો સાઈલેજ તરિકે ઉપયોગ કરવો તે ચારાની ગાસડી બનાવવા કરતાં સરસ છે, કારણ કે સાઈલેજ બનાવવાથી ચારો વધુ મળી શકે છે. પરંતુ જો પાક સાઇલેજ બનાવવા લાયક ન હોય તો સુકવણી બનાવવી જેમાં વધુ પાંદડા અને સીંગ હોય અને તેની પ્રક્રિયા ચાલુ કરી શકે.
સોયાબીનની સુકવણી ગાયોને ખવડાવવી
સોયાબીનનો સુકો ચારો ખવડાવવાથી ગાયોને આફરો થઇ શકે છે. માટે સંભાળ પૂર્વક ખવડાવવો. સોયાબીનનો ચારો અન્ય ચારા સાથે મેળવીને અથવા ચારો આપ્યાબાદ સોયાબીનનો ચારો આપવો.ઘોડાઓ સોયાબીનના ચારા ને સારી રીતે પચાવી શકે છે.(જેને ગાસડીમાં સંભાળ પૂર્વક સાચવવામાં આવેલ હોય).
સાઇલેજ માટેની કાપણી.
સોયાબીનને રજકો તેમજ અન્ય ખાદ્ય ઘાસચારાની જેમ ખેતરમાં જ ૬૫% પાણીનું પ્રમાણ હોય ત્યારે કાપણી કરવી જો કે છોડમાં ભેજનું પ્રમાણ કેટલું છે તે જાણવું મુશ્કેલ છે. પરંતુ જો છોડ વધુ પડતા સુકાઈ ગયેલ હોય તો રાત્રી દરમિયાન પાણીમાં પલાળી બીજે દિવસે ૩-૪ ઈંચના ટુકડા કરવા અને ટુકડાને દબાણપૂર્વક કોથળામાં ભરવા.
ગાયને સોયાબીનનું સાઇલેજ ખવડાવવું
સોયાબીનના સાઇલેજમાં રજકાની સુકવણી જેટલા જ પોષક તત્વો હોય છે. મકાઈના સાઇલેજ કરતાં સોયાબીનનું સાઇલેજ ઓછું પાચક હોય છે. આથી પશુપાલકોએ ૧૫-૨૦ % જેટલા પ્રમાણમાં ખવડાવવું જોઈએ. આનાથી વધુ પ્રમાણમાં આપવામાં આવે તો બગાડ કરે અને દુધ ઉત્પાદન પર અસર કરે છે. જો સોયાબીનની કાપણી વધુ સીંગ હોય તો તે વખતે કરવામાં આવે તો તેમાં તેલનું પ્રમાણ વધુ હોય છે. જેથી સાઇલેજ સારી ગુણવત્તાવાળું થતું નથી જેની અસર આથો આવવામાં અને ખોરાક તરફ અરુચિ પેદા કરશે.