ગાયોને ચરબીયુક્ત ખોરાક આપવાના કારણો
જે ગાય વધુ ઉત્પાદન કરે છે તેને વધુ ઉર્જાની જરૂર હોય છે. દા.ત. જે રોજનું ૩.૬% ફેટ અને ૩.૩% પ્રોટીન વાળુ ૧૫ કિલો દૂધ ઉત્પાદન કરે છે તેને દૂધ ઉત્પાદન માટે ખોરાકમાંથી ૧૫M કેલરી ઉર્જાની જરૂર હોય છે. આ ઉર્જા સામાન્ય ભારતીય નો રોજીંદા ઉર્જાની જરૂરિયાત કરતાં ૧૫ ગણી વધુ છે. અન્ય લેખમા જણાવ્યા મુજબ વધુ ઉર્જા ન અપાવી હોવા છતા ગાયોનો મુખ્ય ખોરાક સારી જાતનો ઘાસ ચારો હોવો જોઈએ. આહારમાં સમતોલ આહારનું યોગ્ય પ્રમાણ આપવાનું ઘણું કઠિન બને છે.પ્રોટીનનુ પ્રમાણ અને કિમત વચેનો સમનવય તેની ફોર્મુલા બનાવવા અઘરુ છે. વધુ દૂધ આપતી ગાયોની ઉર્જાની જરૂરીયાત ધ્યાનમાં લેતા ચરબીવાળો ખોરાક આપવો અનિવાર્ય છે.
ચરબીવાળા ખોરાક સાકરવાળા કે પ્રોટીન યુક્ત ખોરાક કરતા વધુ ઉર્જા આપે છે. વધુ પડતો ચરબીયુક્ત ખોરાક ગાયોને આપવાથી સુકો ચારો ખાવાનું ઓછું થાય છે જેથી ખાદ્ય ખર્ચમાં વધારો થાય છે. પશુપાલકે તેના જાનવરના ખોરાકમા ક્યારે ચરબીયુક્ત ખાદ્યનો ઉમેરો કરવો અને કયા પ્રકારનો ન કરવો તે જાણવું જોઈએ.
ભારતમા સંકરીત ગાયો સિવાય મોટા ભાગની ગાયો ઓછાથી મધ્યમ પ્રમાણમા દૂધ આપે છે. જો તેઓને પૂરતા પ્રમાણમા સારી જાતનો ઘાસ ચારો આપવામા આવતો હોય તો ચરબીયુક્ત આહારનો ઉમેરો કરવાની જરૂર પડતી નથી.ચરબીયુક્ત ખોરાકનો ઉમેરો તોજ કરવો જો ગાય દૈનિક ૨૦ કી.થી વધુ દૂધ આપતી હોય (૩.૫ % ફેટ અને ૩.૩% પ્રોટીન) આ પરિસ્થિતિમા ઘાસચારાનુ પ્રમાણ વધારવુ આર્થિક રીતે પરવડે છે. જે ગાયો વધુ દૂધ આપતી હોય તેવી ગાયોને વધુ ઉર્જાની જરૂરિયાત હોય છે તે પરિસ્થિતિમા સુકો ખોરાક લેવાનુ ઓછુ થઇ જાય છે અને શરીર કમજોર થતુ જાય છે અને દૂધ ઉત્પાદનમા એકદમ ઘટાડો થાય છે. આવી પરિસ્થિતિમા ચરબીયુક્ત આહાર આપવો ફાયદાકારક જણાય છે.
ગાયોને વનસ્પતિજન્ય તેલ આપી શકાય ?
કેટલાક પશુપાલકો માને છે કે ગાયોને વનસ્પતિજન્ય ઘી આપવુ ફાયદાકારક છે પરન્તું આ માન્યતા ખોટી છે.મોટાભાગની ખાદ્ય ચરબી ટ્રાયગ્લીસરાઈડ ના રૂપમાં હોય છે. જેમા ૩ ભાગ ફેટી એસીડ અને ૧ ભાગ ગ્લીસરાઈડ હોય છે. જો કે પેટમાં ગ્લીસરાઈડ નુ પાચન જીવાણું દ્વારા થઇ શકે છે. પરન્તું ટ્રાયગ્લીસરાઈડ ફેટમા જીવાણુંના પ્રશ્નો ઉભા થાય છે. કારણકે તેને આથો આવતો નથી. અસંતૃપ્ત ફેટી એસીડનો કેટલોક હિસો રૂમેનમાં બીન જરૂરી ટ્રાન્સફેટી એસીડમાં રૂપાંતર થાય છે.આથી પેટમાં છુટી ચરબીનું પ્રમાણ વધતા રેશાળ પદાર્થનું પાચન ઓછુ થાય છે અને દૂધના ફેટમાં ઘટાડો થાય છે. પ્રયોગો પર થી જાણવા મળ્યું છે કે ૨% જેટલુ વેજીટેબલ તેલ પણ દુધના ફેટમાં ઘણો તફાવત કરે છે. પશુપાલકોએ સમજવું જોઈએ કે દૂધ વધારો કરવા વેજીટેબલ તેલ એ સાચો પર્યાય નથી.
અસંતૃપ્ત ચરબી મોટા ભાગના પ્લાન્ટ ઉત્પાદક અસંતૃપ્ત ચરબી થોડા ઘણાં અંશે મોટા ભાગે વનસ્પતિજન્ય ખાદ્યમાં હોય છે. ગાયો માટે વધુ પ્રમાણમાં ચરબી સોયાબીન કે કપાસિયામાંથી મળે છે. બીજા તેલીબિયા જેમકે કનોલા,રાયડો,સુર્યમુખી, કીમતમાં મોઘાં પડે છે. કારણકે તેને મનુષ્ય ઉપયોગમાં લે છે.આમાંથી તેલ કાડ્યા બાદ પાપડીનો ઉપયોગ જાનવરોને ખવડાવવામાં થાય છે.કારણકે બાકી વધેલી ચરબી જાનવરો માટે ચરબી યુક્ત ખોરાક માટે આર્થિક રીતે પરવડે છે. ઉપરાંત કેટલીક વનસ્પતિ અને પ્રાણીજન્ય ઉત્પાદન જેમકે કેટલાક દાણા અને માછલીનાં તેલમાં ૧૦ થી ૧૨ ટકા ચરબી હોઈ ખોરાકમાં ઉમેરી શકાય છે.
રૂમેન બાયપાસ (સંરક્ષિત) ફેટ શું છે ?
રૂમેન બાયપાસ (સંરક્ષિત) ચરબી હવે પાવડર રૂપમાં બજારમાં ઉપલબ્ધ છે. જેને લીધે આહારમાં ચરબીનો ઉમેરો કરવો અને પરિવહન કરવું ઘણું આસાન થઇ ગયું છે.આ સુકી ચરબી ઉચ્ચ ઉસ્નાતામાને પીગળતી હોઈ, રૂમેનમાં પિગળતી નથી. જેથી રૂમેનમાં આથો આવવાની પ્રક્રિયા પર કોઈ નકારાત્મક અસર થતી નથી.
પશુઓ માટે સુકી ચરબી બનાવવાની ત્રણ પદ્ધતિઓ છે. જેમાં સૌથી સામાન્ય પદ્ધતી પ્રમાણે વનસ્પતિજન્ય ફેટી એસીડને કેલ્સીયમ ઓક્ષાઈડ સાથે મેળવવાની છે. જેથી અદ્રવ્ય કેલ્સિયમની કણીઓ તૈયાર થાય છે. આવા ઉત્પાદન પર ” કેલ્સીયમ સોલ્ટ ઓફ લોંગ ચેન્જ ફેટી એસીડ ” આવું લખાણ કરવામાં આવે છે. જયારે રાયડાના તેલ પર મનુષ્યના ઉપયોગ માટે લખાણ કરવા માં આવે છે. ત્યારે મોટાભાગની સુકી ચરબી એ પાલ્મેટીક એસીડ છે. દુનિયાભરમાં મોટાભાગના કેલ્સિયમ ક્ષાર પામ ઓઈલનાં ફેટી એસીડમાંથી બનાવે છે. ચરબીયુક્ત આહારની રૂમેન (પેટ) પરની આડ અસર જોતાં ગાયોને દરરોજ ૨૦૦ થી ૬૦૦ ગ્રામ બાયપાસ ફેટ આપવું તે ગાય ની દૂધ આપવાની ક્ષમતા અને પશુપાલકની આર્થિક પરિસ્થિતિ પર આધાર રાખે છે. લાંબી સૃન્ખલાવાળા કેલ્સિયમ ક્ષાર સાથે સૈયોજીત હોઈ આ બાયપાસ ફેટનું પ્રમાણ બીજા રૂમેન બાયપાસ ફેટ કરતાં ઓછું હોય છે. જો કે આ સૌથી વધુ પાચ્ય હોઈ એકમ દીઠ સૌથી વધુ ઉર્જા આપે છે.
નીચે આપેલ કેટલાક મહત્વના મુદ્દાઓ કે જે બાયપાસ ફેટ પસંદ કરતી વખતે ધ્યાનમાં લેવા જોઈએ.
(૧) કુદરતી ફેટી એસીડ કે જે વનસ્પતિજન્ય ચરબી પશુજન્ય ચરબી કરતાં વધુ કિંમતી છે. કારણકે તેમાં લીનોલેનિક અને લીનોઈક એસીડ આવેલ છે.
(૨) જે બાયપાસ ફેટમાં વધુ પ્રમાણમાં સાઇટ્રિક એસીડ હોય છે તેનું પાચન ઓછા પ્રમાણમાં થતું હોઈ તેની અવગણનાં કરવી.
(૩) તેલ ઉદ્યોગમાંથી મેળવેલ વનસ્પતિજન્ય ચરબી જેમાં ૮૦% થી વધુ પાલ્મેટીક એસીડ હોય છે તેનાથી અન્ય બાયપાસ ખાદ્ય કરતાં દુધમાં વધુ ફેટ મળી શકે છે.
(૪) પામ ઓઈલ ફેટી એસિડના કેલ્સિયમ ક્ષારમાં ઘણી ઉગ્ર વાસ અને કડવો સ્વાદ હોય છે જે ગાય પારખી શકે છે. આથી ગાય ને ખોરાકમાં બદલવાને સ્વીકારવા થોડો સમય લાગે છે.
(૫) કેલ્સિયમ સૈયોજિત ચરબીને ખોરાકમાં યોગ્ય રીતે ભેળવવું જેથી ખાવાનું ઓછું ન થાય.
(૬) ચરબી માંથી ઉપલબ્ધ ઉર્જા ૭% થી વધુ હોવી જોઈએ નહી.
ગરમીવાળા વાતાવરણમાં ચરબી યુક્ત ખાદ્ય આપવા બાબત
ઉનાળામાં ગાયોનું ખોરાક લેવાનું પ્રમાણ ઓછું થઇ જાય છે. જેથી દૂધ ઉત્પાદનની ક્ષમતા માટે જરૂરી ઉર્જા ઓછી ઉપલબ્ધ થાય છે. ઉર્જા વધારવા માટે ખાદ્યમાં બાયપાસ ચરબી ઉમેરવાથી ફાયદો થાય છે.પરંતુ ધ્યાનમાં રાખવું જોઈએ કે ગાયને વધુ પડતી ચરબી આપવામાં તો નથી આવતી? બાયપાસ ફેટ પેટમાં આથો પ્રક્રિયા પર અસર કરતી ન હોઈ કૂલ ફેટનું વધુ પ્રમાણ બાયપાસ ફેટ ઉનાળામાં આપી શકાય.
ગાયોની પ્રજનન શક્તિ વધારવા બાયપાસ ફેટનું મહત્વ
અંતઃસ્ત્રાવોની અસરથી બાવલા તરફ પુષ્કળ ઉર્જા થાય છે. અને ઉનાળામાં ઓછી ઉર્જાને લીધે શરીર પર અસર થાય છે અને શરીર કમજોર થાય છે. પ્રયોગો પર થી સાબિત થયેલ છે કે આહારમાં ચરબી આપવાથી પ્રજનન ક્રિયામાં ફાયદો થાય છે. કારણકે તેનાથી વજન ઘટવાનું ઓછુ થાય છે અને વિયાણ બાદ વજનમાં વધારો થાય છે. બાયપાસ ફેટ્થી ફોલીકલની સાઇઝ પણ મોટી થાય છે. આન્તઃસ્ત્રાવોનું નિયમન કરે છે. પ્રયોગો પરથી સાબિત થયું છે કે આ પરિસ્થિતિમાં ગાયોને ઉચ્ સ્તરીય ફેટી એસીડ જેમ કે, લીનોલેનીક એસીડ, ડી.એચ.એ , ઈ.પી.એ. આપવાથી પ્રજનન શક્તિમાં વધુ ફાયદો થાય છે.
ડૉ. અબ્દુલ સામદ
ભાષાંતર: ઘનશ્યામ ધોળકિયા (વડોદરા)