ગાયોની તંદુરસ્તી માટે પશુપાલકે લેવાની કાળજી

લેખક : ડો. રાજેશકુમાર સીગ.જમશેદપુર ઝારખંડ,

ભાષાંતર  ડો. ઘનશ્યામ ધોળકીયા, વડોદરા

દુધાળા પશુ ખડતલ હોવા જરૂરી છે કારણકે બીમાર (કમજોર) જાનવર એ સંવવર્ધન કરવા અવરોધક બને છે અને સારા ખોરાક કે સારી માવજત ની અસર દેખાતી નથી.

પશુઓ ને તંદુરસ્ત રાખવાની  મુખ્ય કાળજી  

  1. જાનવરની કોઢ અને આસપાસનો વિસ્તાર સ્વછ રાખવો.
  2. સારા પોષક તત્વો વાળો ખોરાક આપવો.
  3. જાનવરોને હમેશા સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરવુ.
  4. કોઢમાંથી કે જાનવર પરથી મચ્છર અને જીવાતનો નાશ કરવો.

પશુની તંદુરસ્તી તપાસવી.

  • સવારે અને સાંજે દૂધ દોહતી વેળા તેમજ નિરણ કરતી વેળા પશુનું પરીક્ષણ કરવું.
  • બિમારીનો ફેલાવો અટકાવવા યોગ્ય નિદાન અને નિયત્રણ  રાખવું.

તંદુરસ્તીની નિશાનીઓ.

  • ખોરાક સારી રીતે ખાવો અને વાગોળવો.
  • પોદળોનો બાંધો અર્ધ નક્કર અને ગાઢ લીલા રંગનો થવો.
  • પશાબ ચોખ્ખો અને પીળાશ પડતો થવો.
  • મોઠાનો આગળનો કાળો ભાગ (થુથ) અને નસકોરા  ભિનાશવાળા હોવા જોઈએ.
  • ગાયના શરીરનું સામાન્ય તાપમાન 38.30 થી 38.80 સે  જયારે ભેંસનું તાપમાન 37.80 થી 39.30 સે હોવું જોઈએ.
  • દૂધ ઉત્પાદનમાં વધુ વધઘટ થવી ન જોઈએ.

બીમાર જાનવરની નિશાનીઓ.

  1. ઘણના અન્ય જાનવરો થી અલગ રહે છે, કમજોર દેખાય છે અને ઓછું ચપળ જણાય છે.
  2. વાગોળ ઓછી થાય છે.
  3. શરીરમાં તાવ જણાય છે.
  4. આંખો લાલ અને પાણી ટપકે છે.
  5. રૂંવાટી ઉભી થયેલી જણાય છે.
  6. પીળાશ પડતો પોદળો બંધકોશ તેમજ પાતળો પોદળો ઝાડા દર્શાવે  છે.
  7. દૂધ ઉત્પાદનમાં અને ગુણવત્તાનો ફેરફાર એ બીમારીની શરૂઆતની નિશાની છે.
  8. પોદળામાં અપાચ્ય ખોરાક એ પાચનતંત્રની બીમારી દર્શાવે છે.
  9. દૂધ દોહતી વેળા જાનવર જો ખોરાક ન લે તો એ પાચન તંત્રની બીમારી હોઈ શકે.
  10. પગ અને શિંગડા પર વાગવું એ સામાન્ય છે.
  11. વધુ પડતો દાણાવાળો  ખોરાક કે વધુ પડતા ચારને લીધે આફરો કે પેટમાં જામો (અપચો) થઇ શકે છે.
  12. જરૂરી સારવાર ન કરવાથી બીમારી ગંભીર સ્વરૃપ લઇ શકે છે.

ઘા થવો / વાગવું. 

  • ઘાને પોટાશ (લાલ દવા)થી સારી રીતે સાફ કરવો.
  • પાકવાળા /પરુવાળા ઘાને મીઠાવાળા પાણીથી સાફ કરવો.
  • લોહી નીકળતા ઘાને સાફ કરી સલ્ફા અથવા અન્ય રુઝ માટેના પાવડર નાખી રૂ અથવા પાટાથી ઢાંકવો.
  • કીડા પડેલ ઘામાંથી ચીપિયાથી કીડા કાઢી કપૂર, હળદર કે ટર્પેન્ટીન નાખવું.
  • લીમડાનું તેલ જીવાતને  દુર રાખવા ઉપયોગ કરી શકાય.

ખુંધ આવવી. 

  • વારંવાર ધુસરી ઘસાવવાથી ડોક પાર સોજો આવે છે.
  • કોપરેલ તેલમાં કપૂર નાખી લગાવવું.
  • વધુ પડતો સોજો હોય કાળો મલમ(આયોડીન મલમ) લગાડવો આથી કદાચ સોજો ફાટી જશે. પાક નીકળી ગયા બાદ સામાન્ય ઘા જેમ સારવાર કરવી.
  • સદર જાનવરને  જ્યાં સુધી સારું ન થાય ત્યાં સુધી જોતરવું નહીં.

શિંગણુ  તૂટવું .

  • શિંગણાનો લટકતો ભાગ કાઢી નાખવો.
  • પાણીમાં ભીનો કરેલ  સફેદ કપડાનો પાટો મજબૂત રીતે બાંધવો.
  • વેટરનરી ડોક્ટરનો સંપર્ક કરવો.

લચક / મોચ આવવી. 

  • ગરમ પાણીનો શેક દિવસમાં 3 વખત  કરવો.
  • કપુરવાળા તેલથી માલીશ કરવી.
  • આમલીના પાનનો પાટો બાંધવો.

પેટમાં જામો/ભરાવો થવો. 

  •  પાણીની ઉણપથી વધુ પડતા ચાર અથવા દાણાવાળા ખોરાકથી પેટમાં ભરાવો થાય છે.
  • મુખ્ય લક્ષણોમાં વાગોળ બધી થવી,સૂકો ટુકડે ટુકડે ઝાડો થવો અને પેટનો દુખાવો છે.
  • જાનવરને ખોરાક આપવો બધી કરવો.
  • દીવેલનું 250 મીલી તેલ પાવું.
  • બે દિવસમાં સારું ન થાય તો જાનવરના ડોક્ટરનો સંપર્ક કરવો.

આફરો

  • 50મિલી કપૂરનું તેલ અને 500મીલી સારૂં ખાવાનું તેલ ભેગું કરી જાનવરને પીવડાવવું.
  • આફરો ઉતરે નહીં ત્યાં સુધી ખોરાક બંધ કરવો.
  • થોડા પ્રમાણમાં ચોખાની કાંજી આપવી.

સામાન્ય ઝાડા 

  • જાનવરને 500મીલી સારું ખાવાનું તેલ પીવડાવવું.
  • 20ગ્રામ કાથો કાંજી સાથે પીવડાવવો .

રસીકરણ 

વૈજ્ઞાનિક ઢબે યોગ્ય સમયે, યોગ્ય ઉંમરે રસીકરણ કરવું જેથી જે તે રોગ સામે પ્રતિરોધક શક્તિ વધારી કરી શકાય.