વર્તમાન કોવિડ-૧૯ રોગચાળોના કોરોના વિષાણુ એક પ્રયોગશાળામાં બનાવવા શકય નથી

આ લેખ સામાન્ય લોકો માટે સરળ ભાષામાં સમજાવેલ છે તથા વિવિધ સંશોધન પ્રકાશનોમાંથી કાઢવામાં આવેલ છે.

અત્યારે એક કાવતરું સિદ્ધાંત ચાલી રહ્યો છે કે કોરોના વિષાણુ (જેનું નામ સાર્સ-સીઓવી-૨ છે) જે હાલના કોરોના રોગચાળા માટેનું કારણ છે (જેને હવે કોવીડ-૧૯ નામ આપવામાં આવ્યું છે) ચાઇનાની લેબોરેટરીમાં બનાવવામાં આવ્યો હતો. આ શંકાસ્પદ પુરાવા પરથી ઉદભવ્યું હતું કે કોરોના વિષાણુ સંશોધન પ્રયોગશાળા જે સાર્સ વૈજ્ઞાનિકોએ પર કામ કરે છે જે વુહાનમાં સ્થિત છે અને તે સ્થાનિક માછલી બજારની નજીકમાં છે. નવો એ તાત્વિક સિદ્ધાંત કહેવામાં આવ્યો છે કે આ વિષાણુ કોરોના અને હર્પીઝ, એમ બે વિષાણુથી બનાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ યુએસએ અને અન્ય દેશોના વૈજ્ઞાનિકોએ પણ આ આરોપને સાચો માનીને પુરાવા એકત્રિત કરવાનું શરૂ કર્યું (અમે તેને ભાવશૂન્ય પૂર્વધારણા કહીએ છીએ). સિડની વિશ્વવિધ્યાલયના પ્રધ્યાપક એડવર્ડ હોમ્સની આગેવાની હેઠળના વૈજ્ઞાનિકોના જૂથે, કેલિફોર્નિયાના લા જોલા, સ્ક્રીપ્સ સંશોધન સંસ્થાના ડો. ક્રિસ્ટીઅન એન્ડરસન અને તેના સાથીદારો તથા ન્યૂ ઓર્લિયન્સના તુલાને વિશ્વવિધ્યાલયના ડો. રોબર્ટ ગેરીએ સહયોગી સંશોધન કાર્યક્રમ શરૂ કર્યો અને આદાનપ્રદાન કર્યું. તેમના તારણો નેચર-મેડિસિન, લેન્સેટ અને સેલ જેવા ખૂબ પ્રખ્યાત પીઅર-રિવ્યુ થયેલ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ બધા પ્રકાશનો એક અઠવાડિયામાં ઉચ્ચતમ ક્રમાંકિત સંદર્ભિત પ્રકાશનો બન્યા છે. આ અફવાઓ દૂર કરવા માટે સેલમાં એક પ્રકાશન પ્રી-પ્રેસ તરીકે બહાર પાડવામાં આવ્યું છે.

હવે, તેઓ શું સાબિતી ધરાવે છે?

નવો વિષાણુ અસ્તિત્વમાં આવી શકે તે માટેના બે રસ્તાઓ છે:

(૧) પ્રકૃતિમાં જનીનોની અદલાબદલી- જેનો અર્થ એ છે કે તમે મારા કેટલાક જનીનો લો અને હું તમારા, તે સંજોગોમાં બે નવા પ્રકારો પરિણમે છે, જે સંભવિત છે કે રોગ પેદા કરનારા હોય અને ના પણ હોય તથા

(૨) નવા અને વિચિત્ર અનુક્રમો દાખલ કરીને બનાવેલ. પ્રથમ વૈકલ્પિક અન્વેષણ કરવા માટે આ વૈજ્ઞાનિકોએ (અને હવે પુરાવા ચાઇના, દક્ષિણ કોરિયા અને અન્ય દેશોના ઘણા જૂથોમાંથી આવ્યા છે) સાર્સ-સીઓવી-૨ વિષાણુના વંશસૂત્ર શ્રેણીને વુહાન (રોગચાળોનું પ્રથમ ઉદભવસ્થાન)ના સકારાત્મક દર્દીઓમાંથી નિદાન કરી અલગ પાડવામાં આવ્યું હતું).

ત્યારબાદ વંશસૂત્રિય આધારભૂતોની તુલના જાણીતા કોરોના વિષાણુના વંશસૂત્રિય આધારભૂતો સાથે સમાનતા માટે કરવામાં આવી હતી. જ્યારે વંશસૂત્રિય આધારભૂતોની વાત આવે છે ત્યારે એવા ઘણાં આંતરરાષ્ટ્રીય સહયોગ છે કે જે વૈજ્ઞાનિકોએ નિયુક્ત કરેલ જનીન બેંકોમાં વંશસૂત્ર શ્રેણીની માહિતી જમા કરે છે, જે કોઈ પણ વૈજ્ઞાનિક પ્રાપ્ત કરી શકે છે. પ્રાપ્ત થયું કે વુહાન વિષાણુ ૫૦-૯૦ ટકા સમાનતાઓ (જેમ કે ચામાચીડિયા, સાર્સ અને એમઇઆરએસ વિષાણુઓ) વહેંચે છે. જ્યારે વુહાન માછલી બજારમાંથી વધેલા મૃત કીડિખાઉના ઉકરડામાંથી વિષાણુને અલગ પાડવામાં આવ્યો ત્યારે આશ્ચર્ય થયું. સાર્સ-કોવ-૨ અને કીડિખાઉ વિષાણુએ ૧૨ વધારાના બંધારણીય જૂથનો ક્રમ વહેંચ્યો (જેને અમે ન્યુક્લિયોટાઇડ કહીએ છીએ) જે સ્પાઇક પ્રોટીનને ૪ એમિનો એસિડ ઉમેરવા માટે રૂપાંતરિત કરશે. આ વધારાએ ‘ફ્યુરિન’ ઉત્પ્રેરક દ્રવ્યને બાંધવા અને ચોક્કસ જગ્યા કાપવા માટે સક્ષમ બનાવ્યું. કોઈ પણ કોરોના વિષાણુમાં જ્યારે આ જગ્યા બનાવવામાં આવે છે (૪ એમિનો એસિડ્સ દાખલ થવાને કારણે) ત્યારે વિષાણુ ખૂબ જ ચેપી અને સ્થાનાંતરણીય થઈ જાય છે કારણ કે હવે વિષાણુ શ્વસન માર્ગમાં એસીઈ-૨ કોષોને ખૂબ જ કડક રીતે બાંધવામાં, ગુણાકાર કરવામાં, છૂટા થવા અને ફરીથી અન્ય કોષો સાથે જોડાવા માટે સક્ષમ છે. આ વૈજ્ઞાનિકોએ બર્ડ ફ્લૂ રોગચાળોમાં સમાન નિવેશને યાદ કર્યો. તે કિસ્સામાં પણ, અલગ કરાયેલા વિષાણુએ વિચિત્ર નિવેશ બતાવ્યા હતા.

માનવસર્જિત સિદ્ધાંત સામે અને પ્રકૃતિ દ્વારા અદલાબદલ સિદ્ધાંતની તરફેણમાં બીજો પુરાવો એ શર્કરા-બંધારણીય જગ્યાની હાજરી છે. નવીન વિષાણુમાં શર્કરા જોડાણવાળી જગ્યાઓ હોવાનું જાણવા મળ્યું છે જે વિષાણુની આસપાસ શ્લેષ્મ જેવી ઢાલ બનાવે છે. આવા આવરણ વિષાણુને રોગપ્રતિકારક હુમલાથી સુરક્ષિત કરે છે. કૃત્રિમ રૂપે બિંદુ-પરિવર્તન દ્વારા ન્યુક્લિયોટાઇડ દાખલ કરવું સરળ હોઈ શકે છે પરંતુ સુગર જોડાણ જગ્યાઓ શામેલ કરવું શક્ય નથી. નેક્સટ્સટ્રેન.ઓઆરજી માં એક લેખ પણ પ્રકાશિત થયો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સાર્સ-કોવ-૨ માં એચ.આય.વી વિષાણુ જેવું જ કંઈક નિવેશ હતું. પરંતુ, સ્વિટ્ઝર્લેન્ડની બેસલ વિશ્વવિધ્યાલયના અણુ રોગશાસ્ત્ર વૈજ્ઞાનિક ડો. એમ્મા હોડક્રોફ્ટના જણાવ્યા પ્રમાણે, તે એક ખરાબ વિજ્ઞાન હતું, કારણ કે ખૂબ જ નાની અને નજીવી સમાનતાઓ જે મોટા પ્રમાણમાં વાયરસ વચ્ચે જોવા મળે તેવી સંભાવના પ્રમાણને કારણે ઉડી ગઈ હતી. આ લેખ પર આકરી ટીકા કરેલ હોઈ તે પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. એવા પણ કોઈ પુરાવા નથી કે સાર્સ-કોવ-૨ એ હર્પીઝ વાયરસની સાથે પાસે કોઈ નોંધપાત્ર સમાનતા ધરાવે છે. નિષ્કર્ષમાં, વિશ્વભરના વૈજ્ઞાનિકોના એક મોટા જૂથે (અને ચીન નહીં) મક્કમ મંતવ્ય આપ્યા છે કે આ વાયરસ ચામાચીડિયા અને કીડિખાઉ વિષાણુનું મિશ્રણ હોઈ શકે છે, પરંતુ પ્રકૃતિમાં વિકસિત થયેલ છે, જે સંભવિત ફક્ત એક પ્રજાતિને અસર કરે છે (અને બે નહીં તે પહેલાં માનવામાં આવતું હતું).

કીડિખાઉ, એક નિશાચર સસ્તન પ્રાણી, ખાસ કરીને હિમાલય, ઉત્તર પૂર્વી રાજ્યો અને દક્ષિણ ભારતમાં જોવા મળે છે. મણિપુરના મોરેહ સાથે તમુની તમિલ વસાહતો અને તમિલનાડુ, ઓડિશાના બહેરામપુર અને અન્યત્ર તેમના સંબંધીઓ આ સાંકળમાં નિર્ણાયક કડી બનાવે છે. એવા અહેવાલો છે કે કીડિખાઉની ભારતમાંથી ચીન સુધી મ્યાનમાર થઈને દાણચોરી કરવામાં આવે છે, કારણ કે તે તેના ભીંગડા અને માંસ માટે ખૂબ ઉંચી કિંમત (સરેરાશ 40,000 ડોલરની આસપાસ) મેળવે છે. એક અંદાજ મુજબ ૨૦૦૯ થી ૨૦૧૭ ની વચ્ચે ૬૦૦૦ જેટલી કીડિખાઉની દાણચોરી કરવામાં આવી હતી.તેઓએ એમ પણ ધ્યાન દોર્યું હતું કે જો આવી વસ્તુ પ્રકૃતિમાં બની શકે છે. તેથી આપણે ખૂબ જ સાવધાન રહેવું જોઈએ કારણ કે તે વારંવાર થઈ શકે છે. એક જૂથે બે તાત્કાલિક ક્રિયાઓની દરખાસ્ત કરી જેમ કે (૧) ‘ભીના બજારમાં’ (જેવા કે માછલીના બજારની જેમ) કોઈ જંગલી જીવ (ખાસ કરીને પક્ષીઓ) ને મંજૂરી ન હોવી જોઈએ અને (૨) જીવવિજ્ઞાનીઓએ કોરોના વિષાણુનું  વિવિધ વન્યપ્રાણીઓ અને પક્ષીઓમાં અલૌકિક અભ્યાસ કરવો જોઈએ અને વંશસૂત્રિય અભ્યાસ કરવો જોઈએ. વંશસૂત્રિય ઉત્ક્રાંતિ અભ્યાસ વધુ સારી નિયંત્રણ વ્યૂહરચના દોરવામાં મદદ કરશે.

(ડોં. અબ્દુલ સમદ, ભુતપૂર્વ વડા, વેટરનરી સાયન્સ વિભાગ અને સંચાલક એમએફએસયુ, નાગપુર, દ્વારા સમજાવાયેલ, ટિપ્પણીઓ drasamad@hotmail.com પર મોકલવી.)


અનુવાદક

ડૉ. તન્વી સોની

પશુચિકિત્સક, ગુજરાત