ઓછા ખર્ચે, ઉચ્ર્ચ પ્રમાણની ગાય ગૃહ માટેની સ્પર્ધા
ગાયોના આરામ અને કુદરતી વર્તનની ખાતરી તેમને આરોગ્યપ્રદ ગૃહ પૂરુ પાડવું મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે ગાય અને ભેંસનું ઘર બનાવતી વખતે ગાય માટે જે જરૂરી હોય તે અવગણવામાં આવે છે. ગાયના ગૃહ બનાવતી વખતની ખામીઓથી આરોગ્ય અને ઉત્પાદનની સમસ્યાઓ ઊભી થાય છે.2006-2008 માં, છૂટક ઘરનો જૂનો ખ્યાલ બોમ્બે વેટરનરી કોલેજ ના પ્રયોગ તરીકે પુનર્જીવિત કરવામાં આવ્યો હતો, અને તે ગોવિંદ ડેરી, સંગમનેર દૂધ સંઘ અને ચિતલે ડેરી જેવી ડેરી સહકારીની મદદથી ખેડૂતોને અપાયું હતું.
ખેડૂતો આનાથી સંતુષ્ટ છે કે, અને ખેડૂતોએ કઈ નવીનતાઓ ઉમેરી છે તે જાણવા માટે, indiancattle.com એ સમગ્ર મહારાષ્ટ્ર સ્પર્ધાનું આયોજન કર્યું, ઓછા ખર્ચે, ઉચ્ચ પ્રમાણની ગાય ગૃહ સ્પર્ધા. વેટોક્વિનોલ, એક અગ્રણી બહુરાષ્ટ્રીય ફાર્મા કંપનીએ આ કાર્ય્રમમાં ઇનામોનું વિતરણ કર્યું. Dr. D. V. Rangnekar, Former Senior Vice President, BAIF and consultant NDDB જેમને ટેકનોલોજી ટ્રાન્સફર પર સંશોધનનો અનુભવ છે, અને prof. Abdul Samad, Former Dean and DI MAFSU જેમને નવા સંશોધનોને લોકપ્રિય બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી છે અને Dr. A. U. Bhikane, field researcher and Director of Extension, MAFSU અને Dr. Vinod Honalikar, Senior Veterinarian practicing herd medicine, Former Deputy Director of AH, Maharashtra અને Dr. Vijay Mule, Marketing Manager, Vetoquinol હેઠળ ન્યાય સમિતિની રચના કરવામાં આવી.
- આ ધોરણોને આધારે અંકો આપવાની પત્રિકા વિકસાવવામાં આવી અને ખેડૂતોને તેના વિશે જાણ પણ કરવામાં આવી હતી.
- ખેડૂતોને ખેતરની 4 તસવીરો મોકલવા માટે કહેવામાં આવ્યું હતું, જેમ કે, જમીન, છત, ખાવાના વાસણો અને પાણી માટે ની સુવિધાઓ. સમગ્ર રાજ્યમાં કુલ 188 ખેડૂતોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
- પ્રથમ રાઉન્ડમાં પ્રવેશોની ચકાસણી કરવામાં આવી હતી અને વીડિયો રાઉન્ડ માટે 30 પ્રવેશો પસંદ કરવામાં આવી હતી જેમાં ખેડૂતોએ તેમના ગાયના ઘરોનું વર્ણન કરતા 2-3 મિનિટના વીડિયો મોકલ્યા હતા.
- બીજા રાઉન્ડમાંથી, અંતિમ રાઉન્ડ માટે 18 ની પસંદગી કરવામાં આવી હતી જેમાં નિર્ણાયકો એ ખેડૂતો સાથે વાતચીત કરી હતી.
લગભગ તમામ ખેડૂતોએ સમર્થન આપ્યું કે આ પદ્ધતિ આપણા આબોહવા માટે સૌથી યોગ્ય છે. તેઓએ વર્ણવેલ સૌથી મહત્વના ફાયદાઓ માં, કામનો ભાર ઓછો થવો, આચળ ના સોજા ની બિમારીથી મુક્તિ , લઘુત્તમ રોગ અને ઓછી પશુચિકિત્સકની મુલાકાત, સારી પ્રજનન ક્ષમતા આ બધી હતી. ગાયોની સ્વચ્છતાની અનુક્રમણિકા ખૂબ ઊંચી હતી અને તેઓએ પરીક્ષણ કર્યું અને તેઓએ ખુલ્લા આકાશની સ્વતંત્રતાનો આનંદ માણ્યો.
Cost and cow comfort સમિતિએ, પરિમાણો પર આધારિત શ્રી યોગેશ નિમ્બલેના ફાર્મને પ્રથમ સ્થાન માટે યોગ્ય ગણાવ્યો. દેશી ગાયો ના સ્થાનમાં, શ્રી સચિન તમહાનેનું ફાર્મ પ્રથમ ઇનામ માટે લાયક ગણાવ્યું. શ્રી કુંડલિક વિષ્ણુ પવાર, શ્રી વિઠ્ઠલ શામરાવ પાટિલ અને શ્રી બબન પવારને બીજો સ્થાન અપાયો. શ્રી વીઠલ સોનવડે, શ્રી વિઠલ અગવાને, શ્રી સંદિપ ડ્યાંદેવ પવાર, શ્રી ડ્યાનેશ્વર બાપુ સરાક, શ્રી મકરંદ પાટિલ, શ્રી વિક્રમ ધનાજી પવાર, શ્રી લક્ષ્મણ નીંબારકર, શ્રી શિવાજી લવાટે ને ત્રીજો સ્થાન અપાયો.
આથી, આ પ્રકારની સ્પર્થાઓ ક્ષેત્રમાં નવી ટેકનોલોજીના પ્રદર્શનનો ન્યાય કરવા માટે જરૂરી છે. Indiacattle.com આશા રાખે છે કે હજુ વધુ ખેડૂતો આવી સરળ પદ્ધતિ અપનાવે અને ઘણા લાભો મેળવે.