પશુઓના ખોરાકમાં ઉમેરવા એઝોલા નું ઉત્પાદન

પ્રસ્તાવના

ભારત દુનિયામાં સૌથી દૂધ ઉત્પન્ન કરતો દેશ હોવા છતાં ઘાસચારા અને ખાદ્યની ખુબ જ તંગી છે.સૂકા ચારણી 12-14%, લીલા ચારણી 25-30% અને દાણ ની 30-35% જેટલી તુટ છે.ચારણી તંગી, બજારમાં મળતા દાણથી પૂર્તતા કરવામાં આવે છે જેથી દૂધ ઉત્પાદક ખર્ચ વધે છે.લીલા ચાર અને દાણની અવેજીની તપાસે અંતે એક સરસ વનસ્પતિ ‘એઝોલા’ મેળી  જે પશુઓ માટે ટકાઉ ખાદ્ય પૂરક છે.એઝોલા પાણીપર તરતી, ઝડપથી ઉગતી,વનસ્પતિ છે. તે નાના સ્પષ્ટ જથ્થા તરીકે પાણી પર ટ્રે છે. યોગ્ય પરિસ્થિતિમાં તે ખુબ જ ઝડપથી વધે છે અને તેનો જૈવિક જથ્થો 3 દિવસમાં બમણો થાય છે.દુનિયાભરમાં એઝોલા ની 8 જાત છે જેમાંથી ભારતમાં એઝોલાપીનેતા વધુ જોવા મળે છે. તે રજક (ઘડા ઘાસ) અને નેપીયર ઘાસ કરતા 4-5 ગણું સારી જાતનું પ્રોટીન ધરાવે છે.ઉપરાંતમાં નેપિયર અને રજકા કરતા 4-10 ગણો જૈવિક જથ્થો ઉત્પન્ન થાય છે.આ બે પરિમાણ એ આર્થિક રીતે પોષાય તેવું પશુ  ઉત્પાદન વધારે છે માટે એઝોલાને સુપર વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે.

એઝોલા એ સ્વતંત્ર રીતે પાણીમાં તરતી વનસ્પતિ છે. ચોખાના ખેતરમાં જૈવિક ખાતર તરીકે સામાન્ય છે.ભૂરી લીલાશ પડતી શેવાળ એઝોલા સાથે મળી હવામાન નત્રવાયુ મુક્ત કરે છે. એઝોલામાં વધુ કાચા પ્રોટીનનું પ્રમાણ(20%), જરૂરી અમીનો એસિડ,(વધુ પ્રમાણમાં લાયસીન) A અને B જેવા વિટામિન અને કેલ્શિયમ,ફોસ્ફરસ,12 પોટેશિયમ અને મેંગેનીઝ એઝોલાનેપશુ, મરઘાં અને માછલીઓ માટે ખોયાકમાં ઉમેરવુ જરૂરી છે.

એઝોલા કુદરતી રીતે તળાવ, ખાબોચિયા અને ભીનાશ વળી જમીન પે સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધ પ્રદેશમાં વિશ્વભરમાં મળે છે.તેને પ્રકાશસંશ્લેષણ માટે પ્રકાશ અને ઓછા છાયા વળી જગા જોઈએ છે.એઝોલાને સામાન્ય રીતે 25-50% પ્રકાશની જરૂર હોય છે.પાણી એ એઝોલાના વિકાસ અને વિસ્તરણ માટે મૂળભૂત જરૂરીયાત છે.ઓછા પાણીને તે ખુબ જ સંવેદનશીલ છે. પાણી ની સપાટી પર્યાપ્ત હોવી જરૂરી છે.(તળાવમાં ઓછામાં ઓછી 4″ જેટલી)મહત્તમ તાપમાન 20-30 ડિગ્રી સેન્ટી। હોવું જોઈએ।37કે તેથી વધુ ડિગ્રીનું તાપમાનેઝોલાના વિસ્તરણ પર ગંભીર અસર કરે છે.મહત્તમ ભેજનું પ્રમાણ 85-90% હોવું જરૂરી છે અને pH 5.5-7.0 હોવો જોઈએ। વધુ પડતો એસિડિક કે ક્ષારયુક્ત pH  ખરાબ અસર કરે છે.એઝોલા પાણીમાંથી પોષણ મેળવી છે. બધા જ ક્ષારો મહત્વના છે પણ ફોસ્ફરસ વિકાસને મર્યાદિત કરે છે.પાણીમાં મહત્તમ 20 ppm નું પ્રમાણ હોવું જરૂરી છે.સૂક્ષ્મ પોશાક તત્વો વિકાસ અને વિસ્તરણ વધારે છે.

એઝોલાની ખેતી 

એઝોલાની ખેતી માટે તાજા પાણીનું છીછરું તળાવ આદર્શ છે. દર બે અઠવાડીએ 1કિલ્લો જેતજુ છાણ અને 100 ગ્રામ જેતો સુપર ફોસ્ફેટ નાખવું જેથી એઝોલાનો સારો વિકાસ થાય.તળાવમાં કોઈ પણ જાતની ગળગી કે પાણીનું નીંદણ નિયમિત પણે સાફ કરવું જોઈએ।દર 6 મહિને તળાવ ખાલી કરી તાજું પાણી અને તાજા એઝોલાના છોડ નાખી ફરીને ખેતી શરુ કરવી જોઈએ।

એઝોલાનું ઉત્પાદન :- તળાવમાં ચાળેલી  માટી અને છાણ ભેગા કરી પાથરવા। 6′ x 4” તળાવમાં  1 કિલ્લો જેટલું એઝોલાનું ક્લચર ઉમેરવું।તળાવમાં એકસમાન ફેલાવવું।છાણને બદલે બાયોગેસનો રગડો પણ વાપરી શકાય।પાણીની ઉંડાઇ 4″-6″ જોઈએ। વસાદની ઋતુમાં જો વરસાદી પાણી એકઠું કરી એઝોલાની ખેતીમાં વાપરવામાં આવે તો ઝડપથી ખુબજ સારો વિકાસ થાય છે.કર્ણાટક વિસ્તારના ખેડૂતોએ આ પ્રયોગ કર્યો જેના પરિણામ ખુબ જ પ્રોત્સાહિત  કરતા મળ્યા।જો પાણીમાં ક્ષારનું પ્રમાણ વધુ હોય તો એઝોલાનો વિકાસ રૂંધાય છે.

તળાવડીનું સ્થાન નક્કી કરવુ।:- તલાવડીની સારી દેખભાળ રાખવા તલાવડી રહેઠાણની નજીક હોવી ઇચ્છનીય છે.પાણીના પુરવઠા માટે નજીકમાં સ્ત્રોત્ર હોવું જરૂરી છે હી નિયમિત પાણી આપી શકાય।થોડા ગાન અંશે છાયાવાળી જગ્યા આદર્શ છે પણ જો ન હોય ટોપાણીનું બાષ્પીભવન અને એઝોઇનો સારા વિકાસ માટે છાંયો /છાપરું તૈયાર કરવું।તળાવડીના  તળિયમ અણીદાર કાંકરા,પથ્થર, કાંટા અને ઝાડના મુળીયા ન હોવા જોઈએ જેથી  પાથરડામાં કના ન પડે અને લીકેજ(ઝમન) ન થાય.

તલાવડીની સાઈઝ અને બાંધણી: – તલાવડીની સાઇઝનો આધાર પશુઓનો સંખ્યા,ખવડાવવાનું પ્રમાણ અને સંલગ્ન જરૂરીયાતના સ્ત્રોત્ર પર છે. નાના જરીરિયાતમંદ માટે 4″x 6″ ના વિસ્તારની કુંડી દૈનિક 1 કિલ્લો જેટલું એઝોલા ઉત્પન્ન કરી શકે છે. પસંદ કરેલ વિસ્તાર સ્વચ અને સમતોલ હોવો જોઈએ।બાજુની દીવાલ ઈંટોથી અથવા ખોદકામ કરેલ માટીની પાળી બનાવી શકાય।તલાવડીના તળિયામાં મજબૂત પ્લાસ્ટિક પાથરી ચારે તરફની દીવાલ પર ઈતો મૂકી પક્કડ રાખવી।એઝોલાનું ક્લચર કૂંડીમાં નાખ્યા પછી કૂદીને જાળીથી આછો છાંયો આપવા અને પડદા,અને કચરો ન પડે.જાળીની પકડ માટે વાશ અથવા લાકડાની પાતળી ફળી થી બાંધવી। ઈંટો કે પથ્થરની દીવાલ પણ પ્લાસ્ટિકની ચાદર અને જાળીની પક્કડ માટે બનાવી શકાય।

એઝોલા ની લાલની/ઉપજ  અને ખવડાવવુ :-શરૂઆતમાં નાખેલું ક્લચર,હવામાન અને પોષણના આધારે કૂંડીમાં એઝોલાનો વિકાસ 2-3 અઠવાડિયામાં થઇ જશે.પૂર્ણ વિકાસ પછી દરરોજ લણી શકાય।  એઝોલાના જથ્થા ને પાણીની કુંડીમાંથી લેવા પ્લાસ્ટિકની ગાર્નીનો ઉપયોગ કરી શકાય। 4’x 6′ ની કુંડીમાંથી દૈનિક સરેરાશ 800-900 ગ્રામ એઝોલાનો જથ્થો ઉત્પન્ન કરી શકાય। એઝોલા જાનવરને તાજું કે સુકવેલ ખવડાવી શકાય।ગયો, ઘેટાં,બકરા, મરઘાં,ભૂંડ અને સસલાને એકલુ કે અન્ય ખાણ સાથે મેળવી આપી શકાય।ચિત્રદુર્ગ જિલ્લા, કર્ણાટકના 100 જેટલા ખેડૂતોએ NAIP livelihood( જીવનનિર્વાહ ) કાર્યક્રમ અંતર્ગત દૈનિક 800 ગ્રામ એઝોલા ખવડાવ્યું જેથી માસિક 10 લીટર જેટલું ગાય દીઠ દૂધ વધ્યું। એઝોલાના સ્વાદને સ્વીકારતા થોડા દિવસ લાગે છે માટે શરૂઆતમાં અન્ય દાણ સાથે ભેગું કરી આપવું। એઝોલાને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈને આપવું જેથી તેમાં રહેલી છાણની દુર્ગધ નીકળી જાય.

આર્થિક ગણતરી:- 4’x 6’ની કુંડી બનાવવાનો ખર્ચ ઓચછમાં ઓછો 500 રૂપિયા જેટલો થાય(પ્લાસ્ટિક પાથરણું અને મજૂરી સાથે). પશુપાલકને ગાયના વધારાના દૂધ ઉત્પાદન અને દાણ વપરાશના ઘટાડાથી વાર્ષિક રૂ.4000નો  નફો થાય છે.

મર્યાદા : એઝોલામાં સૂકા ચારાનું પ્રમાણ માત્ર 7% જેટલું હોઈ ખાદ્ય તરીકે માત્ર તેના પર આધાર રાખી ન શકાય।હવામાનનો અવરોધ જેમકે ઉનાળામાં પુષક્ળ ગરમી। શિયાળામાં વધુ ઠંડી, ઓછો ભેજ, પાણીની તંગી અને દુષિત પાણી ને લીધે એઝોલા અપનાવવું મુશ્કેલ છે.

સાવચેતી:

  • ઝાડ નીછે છાયાવળી પૂરતા સૂર્ય પ્રકાશવાળી જગ્યા એઝોલા ઉગાડવાના એકમ માટે પસંદ કરવી।સીધા કિરણોવાળુ  સ્થળ પસંદ ન કરવું।
  • ખાડાના દરેક ખૂણા સમતલ રાખવા જેથી પાણીની સપાટી સરખી રહે.
  • એઝોલાનો 300-350 ગ્રામ જેટલો જાતતો દરરોજ કાઠવો જેથી વધુ ગીચતા ન થાય અને વનસ્પતિનો વિકાસ ઝડપથી થાય.
  • પોશાક તત્ત્વોની જરૂર જણાયે પૂર્તતા કરવી।
  • ઉપદ્રવી જીવાત અને રોગ સામે બચાવ સામે જરૂર પ્રમાણે પગલાં લેવા।
  •  નાઈટ્રોજનનું પ્રમાણ વધે નહીં માટે 30 દિવસમાં તળિયાની 5 કિલ્લો જેટલી માટી કાઢી નવી/તાજી માટી ઉમેરવી ।
  • નેટ્રોજનનું પ્રમાણ જાળવી રાખવા 25-30% જેટલું પાણી દર 10 દિવસે બદલવું।
  • 6 મહિનાના ગાળામાં કુંડીમાના પાણી અને એઝોલાને તાજા પાણી અને તાજા એઝોલાના ક્લચરથી બદલવું।
  • જીવાત અને રોગથી દુષિત કુંડીનો ઉપયોગ બંધ કરી નવી કૂદી બનાવવી અને નવું પાણી અને એઝોલા નાખવુ।

પશુઓનું ખાદ્ય 

અઝોલામાં પશુ ખાદ્ય તરીકે પુષ્કળ શક્તિ છે.

  • અઝોલામાં પ્રોટીન,જરૂરી અમીનો એસિડ,વિટામીન (A ,B12, બીટા કેરોટીન), શારીરિક વિકાસ માટેના તત્વો અને ખનીજ દ્રવ્યો
  • તેમાં રહેલી નાઇટ્રોજન વગરના ખાતર વિના ફેલાવવાની ક્ષમતા
  • કુદરતી વાતાવરણ કે અન્ય પાકને નુકશાન કર્યા વિના પાણીમાં વધારી પ્રમાણમાં વિકાસ થાય છે.

એશિયા અને આફ્રિકાના દેશોમાં વર્ષભર ભૂંડ,બતક,માછલાં,ઘેટા,બકરા અને સસલાને ખવડાવવામાં આવે છે.

એઝોલાને પશુ ખાદ્ય તરીકે ખવડાવવાની સરળતા 

લીલા છોડ સૌથી સસ્તા અને સશક્ત પ્રોટીનનું સ્ત્રોત્ર ગણવામાં આવે છે કારણકે પ્રાથમિક જરૂરી તત્વોમાંથી અમીનો એસિડ બનાવવાની ક્ષમતા ધરાવે છે. અઝોલા પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન,અમીનો એસિડ,વિટામિન(A ,B12 બીટા કેરોટીન) વિકાસ માટેના તત્વો, ખનીજ દ્રવ્યો જેવાકે કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટાશિયમ, લોહ,તાબુ ,મેગ્નેશિયમ. સુકવેલ અઝોલામાં 25-35% પ્રોટીન,1015% ખનીજ અને 7-10% અમીનો એસિડ, જીવન રક્ષક તત્વો હોય છે. અઝોલામાં સર્કરા અને ચરબીનું પ્રમાણ ગણું ઓછું હોય છે.અઝોલામાં લોહ તત્વ, તાંબુ ,વિટામીન A ,અને ક્લોરોફિલ,અને કેરોટિનોઇડ સારા પ્રમાણમાં હોય છે. અઝોલામાં 4.8-6.7 (સૂકા વજનના)ફેટ, આઠે 6.1-7.7% અને 12.8-26.4% ઓમેગા ફેટી ઍસિડ  અને ઓમેગા ફેટી એસિડ 6 રહેલા છે. વધુમાં અઝોલામાં 25.78% કાચું પ્રોટીન,15,71% રેશા,15.76% ભષ્મ અને 30.08% નાઇટ્રોજન મુક્તબકીના તત્વો રહેલા છે.વધુમાં અઝોલા જેવા પાણીના છોડના તત્વો ભેગા થતા ન હોઈ અન્ય ઝાડના પાંદડા કરતાંસાદજઠર વાળા પ્રાણીઓ માટે વધુ પ્રોટીન ઉપલબ્ધ થાય છે.

અઝોલા એક પાણીમાં ઉત્પન્ન થતો પશુ ખાદ્ય નો મહત્વનો ઘાતક છે કારણકે તેને ઉગાડવાનું, ઉત્પાદકતઆ અને પોષણ તત્વો ને લીધે મહત્વ નો છે.અઝોલાનો માછલાં, ભૂંડ, અને મરઘાં માટે ખાદ્ય તરીકે સારો ઉપયોગ થઇ શકે છે કારણકે 1 હેક્ટરમાં ઉગાડેલ અઝોલા માસિક 540-720 કિલ્લો જેટલું પ્રોટીન પેદા કરે છે. અઝોલાના પોષણની બનાવટ આર્થિક અને અસરકારકતા ને લીધે પશુ ખાદ્ય તરીકે સારો છે કારણ કે પ્રોટીનનું પ્રમાણ વધુ અને અપાચ્ય રેશનું પ્રમાણ ઓછું હોય છે.

મરઘાં-બતકા 

મરઘાં અને બતકાને તાજા એઝોલા પર સારી રીતે ઉછેરી શકાય છે.અમેરિકામાં લાંબા સમયથી જંગલી મરઘાંના ખોરાક માટે જાણીતું છે જયારે ચીનમાં પાળેલ બતક અને વિયેતનામમાં પાળેલ જંગલી મરઘાના ખોરાક માટે વપરાય છે. ભારતમાં કૃષિ ક્ષેત્રમાં મરઘાં ઉછેર નફાકારક વ્યવસાય તરીકેજાણીતું છે કારણ કે તેમાંથી ટૂંકા ગાળામાં પોષણક્ષમ ઈડા અને માસ મળે છે. પરંતુ ખાદ્યના ઘટકની ઓછી ઉપલબ્ધી અને ઉંચા ભાવ ને લીધે 60-70% જેટલો ખર્ચ માત્ર ખાદ્યમાં જ થાય છે. વિજ્ઞાનીકો એ અનુભવ્યું છે કે તાજા એઝોલા 20% જેટલું બજારુ ખાદ્યની આવે જીમ વાપરી શકાય છે. 100 નાના મરઘાઓ માટે દૈનિક 9 કિલ્લો તાજું એઝોલા જરૂર પડે છે અને આ માટે 60 વર્ગમીટર ની કુંડી બનાવી શકાય।.


અનુવાદક
ડો. ઘનશ્યામ ધોળકીયા
પશુચિકિત્સક, વડોદરા