2018 ના બજેટ મુજબ ગાયોના પશુપાલકોને કિસાન ક્રેડીટ કાર્ડની સવલત ઉપલબ્ધ થશે
ભારત સરકાર દ્વારા ડેરી ફાર્મિંગ (દુધાળા જાનવરનો તબેલો/ ગૌશાળા )ને ખેત ઉત્પન્ન તરીકેની માન્યતા આપી દુધ ઉત્પાદક પશુપાલકને “કિસાન ક્રેડિટ કાર્ડ ” (KCC)ની સવલત આપશે. આ એક ભારત સરકારનુ આવકાર્ય અને મહત્વનુ પગલું છે.ડેરી ઉદ્યોગ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવા માટે પણ ખાસ નાણાકીય ભંડોળ ફાળવવામા આવેલ છે.કિસાન ક્રેડિટ કાર્ડની સવલત દુધ ઉત્પાદકોને દૈનિક ખર્ચને પહોંચી વળવા આપવામાં આવશે.ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ ડેરી ઉદ્યોગની ક્ષમતા અને ઉત્પાદનની ગુણવત્તા સુધારવા માટેનુ છે.
અગાઉના બજેટમાં પણ નાણાંકીય ભંડોળ ફાળવવામા આવેલ પરંતુ મોટાભાગનુ ભંડોળ દુધ એકત્રીકરણ અને પ્રક્રિયા માટે ફાળવવામાં આવેલ જયારે ફાર્મની પરિસ્થિતી (ગુણવતા)સુધારવા ભંડોળ ઓછુ ફાળવવામાં આવેલ.દેશભરમા ગાયો અને ભેંસોને અસ્વચ્છ વાતાવરણમાં રાખવામાં આવે છે, પશુઓના રહેઠાણ (કોઠા/ગમાણ)ગણી ખરાબ પરિસ્થિતીમાં હોય છે અને તળિયું ખાડાવાળુ (ભાંગેલુ ) હોઈ પગની ખરીના ગણા પ્રશ્નો ઉભા થાય છે.પશુપાલકોને પશુઓ માટેના યોગ્ય ખોરાક માટે પૂરતી વિસ્તરણ સેવાઓ મળતી નથી.આથી સરકાર ધ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિના પશુ રહેઠાણની યોજના અમલમાં મુકાવી જોઈએ.પશુઓને મુક્ત (છુટા/ખુલ્લા)રહેવાની પધ્ધતિપર ભાર મૂકવો જોઈએ નહી કે 24 કલાક બંધિયાર ગમાણમાં ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરવી.બીજુ કે પશુપાલકોને ઘાસચારો તેમજ ખાણ સાચવવા ઇન્ફ્રાસ્ટ્રક્ટરની સવલત મળવી જોઈએ. ઉપરાંતમાં ઉત્પાદકોને વાછરડાં માટે મિલ્ક રિપ્લેસર તેમજ કાફ સ્ટાર્ટરની સુવિધાપણ કિસાન ક્રેડિટ કાર્ડમા મળવી જોઈએ.વાછરડાં ઉછેરનો સમયગાળો 2 વર્ષ જેટલો લાંબો હોઈ કિસાન ક્રેડિટ કાર્ડમાં આ બાબતે પણ ગણતરી થવી જોઈએ.આવી યોજનાથી વધુ ગાભણ વાછરડીઓ બજારમાં મળતી થશે અને કિંમતમાં ઘટાડો થશે જે જરૂરિયાત અને ઉપલબ્ધતા પર આધારીત છે.
દુધ ઉત્પાદકો સરકાર તરફથી ગાયો માટે માત્ર મૌખિક નહી પણ કોઈ નક્કર પગલાંની આશા રાખે છે.
લેખક: ડો અબ્દુલ સામદ , રિટાયર્ડ ડીન , મુંબઈ વેટરનરી કોલેજ, પરેલ, મુંબઈ.
અનુવાદક :- ડો ઘનશ્યામ ધોળકીયા , વડોદરા.