હરીયાણા ઓલાદની ગાયનું 20.6 કીલ્લો દૂધનો અહેવાલ
સંદર્ભ અખબાર ‘ટ્રિબ્યુનલ’ તારીખ 7 ઓક્ટોબર 2018.
ભાષાંતર : ડો ઘનશ્યામ ધોળકીયા, વડોદરા
હિસ્સાર , લાલા લજપતરાય પશુ વૈદકીય અને પશુ વિજ્ઞાન મહાવિદ્યાલયે દાવો કર્યો છે કે હરિયાણા ઓલાદનીગાયે 20.6 કિલ્લો દૂધ આપેલ છે.હરિયાણા ઓલાદની ગાય એ દેશી પ્રકારની ઓલાદ છે.
ઉપરોક્ત મહાવિદ્યાલયના ઉપકુલપતિ શ્રી ડો ગુરુદયાલસિંગે વૈજ્ઞાનીકોને અભિનંદન આપતા જણાવ્યું કે આ સિદ્ધિ એ પશુ ઓલાદ સુધારણા દ્વારા પશુપાલકોની આવક વધારવાનું પગલું છે.
આઈ સી એ આર (ભારતીય ખેતીવાડી અનુસંધાન પરિષદ) દ્વારા 1985માં પશુ વિજ્ઞાન અને સંકરીકરણ વિભાગ,હિસ્સાર ક્ષેત્રને એક પ્રોજેક્ટ આપવામાં આવ્યો જેમાં હરિયાણા ઓલાદનો પ્રસાર કરવો ,વધારો કરવો સુધારણા કરવી અને સરક્ષણ કરવું એ મુખ્ય મુદ્દા હતા. આ માટે મહત્વનું જર્મપ્લાઝમ (શુક્રાણુ) તેના મુખ્યાલય હિસ્સાર ખાતે તેમજ 4 અન્ય સંલગ્ન કેદ્રો પાર રહેશે. આ હરિયાણા ઓલાદની સુધારણા અંગેનો પ્રોજેક્ટ સફળતાપૂર્વક 25 વર્ષથી ચાલુ છે. છેલ્લા આઠ વર્ષથી કાળજીપૂર્વકની પસંદગી અને યોગ્ય સંકરીકરણ નું આ પરિણામ છે. સદર ગાયે તેની ઓલાદના અગાઉના બધા જ વિક્રમ તોડી છેલ્લા ત્રણ દિવસ 19.8 કિલ્લો દૂધ આપેલ પણ આજ રોજ 20.6 કિલ્લો આપી પોતાનો વિક્રમ તોડી નવો વિક્રમ નોંધાવેલ છે.ગાયના જનન અંગોના લક્ષણો સારા છે જેમકે પ્રથમ વિયાં વખતની ઉંમર, બે વિયાં વચ્ચેનો ગાળો, સૂકા દિવસો (વસુકેલ દિવસો). સદર ગાયે છેલ્લા વેતરમાં મહત્તમ દૈનિક 17.2 કિલ્લો દૂધ આપેલ અને સંપૂર્ણ દુગ્ધકાળમાં 3281.4 કિલ્લો દૂધ આપેલ. જયારે દૈનિક અભૂતપૂર્વ સરેરાશ 12.97 કિલ્લો દૂધ આપેલ. હરિયાણા ઓલાદનું હરિયાણામાં એક વેતરમાં દૈનિક સરેરાશ 5-6કિલ્લો છે જયારે રાષ્ટ્રીય કક્ષાએ એક વેતરમાં દૈનિક સરેરાશ દૂધ 8-9 કિલ્લો છે.
આ પ્રસંગે પશુવૈદકીય મહાવિદ્યાલયના વૈજ્ઞાનિકો તેમજ પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે આ પરિણામ ફાર્મ પરના સર્વે કર્મચારીઓના સામુહિક પ્રયત્નોનું છે.
કેન્દ્ર સરકારના પ્રધાનશ્રીએ વૈજ્ઞાનિકોને હરિયાણા ઓલાદ સુધારણા બદલ ‘વર્લ્ડ મિલ્ક ડે’ ને દિવસે ‘કામધેનુ’ પારિતોષિક અર્પણ કરેલ છે,