સાંઢ ના સમાગમથી ગાયોમાં થતા મહત્વના જાતિય રોગ

લેખક: ડો અબ્દુલ સામદ, રિટાયર્ડ ડીન, મુંબઈ વેટરનરી કોલેજ,પરેલ, મુબઈ  ,.

અનુવાદક: ડો ઘનશ્યામ ધોળકીયા વડોદરા.

જાતિય સમાગમ કે વીર્યથી ગણી બિમારીઓ પશુઓમાં ફેલાય છે પરંતુ આ લેખમાં મહત્વની અને સામાન્ય રીતે જોવામા આવતી બિમારીઓને આવરી લેવામાં આવી છે.પશુપાલકોએ ખાતરી કરી લેવી જોઈએ કે પ્રજનન માટે ઉપયોગમાં લેવાતા સાંઢ કે વીર્ય જંતુ મુક્ત છે.

1)બ્રુસેલોસિસ  (Brucellosis)

2) ટોક્ષોપ્લાસ્મોસિસ (Toxoplasmosis)

3) ટ્રાઇકોમોનિયાસિસ (Trichomoniasis)

4) આઇબીઆર (IBR)

વીર્યનો પૂરવઠો (સીમેન સ્ટ્રો)આપતા સપ્લાયર દ્વારા સાંઢની સમયાન્તરે તપાસ કરાવવી એ કાયદાકીય જરૂરી છે.પશુપાલકે વીર્ય (સીમેન)આપતા સપ્લાયર અથવા કૃત્રિમ વીર્યદાન કર્મચારી પાસેથી તપાસણીનો રીપોર્ટ માગવો જોઈએ.પશુપાલક જો સાંઢનો ઉપયોગ કરતા હોય તો દર વર્ષે અથવા દર બે વર્ષે આવા સંસર્ગજન્ય બિમારીની તપાસ કરાવવી જોઈએ.સાંઢમાં આવી બિમારીના લક્ષણો પ્રાથમિક તબ્બકે જોવા ન મળે પરંતુ જયારે આવા જંતુઓ ગાયોમાં દાખલ થાય છે ત્યારે જટિલ લક્ષણો જોવા મળે છે.પરીણામે વાંઝીયાપણું, ગર્ભપાત કે ગર્ભધારણ ઓછું જોવા મળે છે જેથી બહુ મોટું આર્થિક નુકશાન થાય છે.

તપાસ માટે લેવાના નમૂના

બ્રુસેલોસિસ             વીર્યનો નમૂનો તપાસ/બેકટેરીયાની તપાસ

ટોક્ષોપ્લાસ્મ           સીરમ

ટ્રિકોમોનિયાસીસ      શિશ્ન પર નુ ધોવાણ માઇક્રોસ્કોપિક તપાસ

સાંઢને આવી બિમારી થયેલ છે તેવું નક્કી કરતા પહેલા 21 દિવસે ફરીને તપાસ કરાવવી હિતાવહ છે.

નીચે મુજબની સંસ્થાઓમાં આ અંગે તપાસ કરાવી શકાય છે

Bombay veterinary college, Parel, Mumbai, Phone:  02224130162

Nagpur Veterinary college, Seminary Hills, Nagpur

GenOmbio Technologies, VEDANT, S-39/3;H No 1043 Yogi Park Off Mumbai-Banglore express Highway,Baner, Pune.   Phone 9906000098

Chitale Diagnostic Lab. Bhilwadi station,Tal Palus, Sangli

ઉપરાંતમાં ગુજરાતમાં દરેક વેટરનરી કોલેજમાં સુવિધા ઉપલબ્ધ છે.