સરકારશ્રી તરફથી દૂધ વેચાણ કેન્દ્ર, ડેરી પાર્લર બનાવવા માટે સહાય

“ડેરી વ્યવસાય વિકાસ યોજના” નાબાર્ડ દ્વારા નાણાકીય સહાય આપી પશુપાલકોને જુદી જુદી યોજનાઓ દ્વારા મદદ કરવામાં આવે છે દા.ત. દૂધ વેચાણ કેન્દ્ર  બનાવવા માટે પણ  સહાય આપવામાં આવે છે.. આ યોજનાનો મુખ્ય હેતુ ડેરી ઉદ્યોગ/વ્યવસાયને વધારવો  અને જોડીયો વ્યવસાય ઉભો કરી પશુપાલકની આવકમાં ઉમેરો કરવો.

યોજનાના ઉદ્દેશ:-

  • સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે આધુનિક ગૌશાળા સ્થાપિત કરવી
  • સારી ઓલાદ તૈયાર કરવા વોડકીઓ (વાછરડીઓ)ના  ઉછેર માટે પ્રોત્સાહન આપવુ ,
  •  છુટા છવાયા જાતિ, સમૂહને ગ્રામ્ય કક્ષાએ જ દૂધની પ્રાથમિક પ્રક્રિયામાં  માળખાકીય બદલાવ લાવવો,
  • વ્યાપારિક ધોરણે દૂધની ગુણવત્તા અને યંત્રણમાં સુધારો કરવો,
  • બિન સામુહિક ઉત્પાદકો  માટે સ્વરોજગાર માટે માળખું તૈયાર કરવું,

પાત્રતા (યોગ્યતા)

યોજનાની રૂપરેખા એ રીતે તૈયાર કરવામાં આવેલ કે યોજનાનનો લાભ લેવાનો દરેકને એકસરખો મોકો  મળે.

  • પશુપાલક,વ્યક્તિગત વ્યાવસાયિક, એનજીઓ,વિખરાયેલ જાતિ અને સમૂહ , સ્વસહાય જૂથ , સહકારી દૂધ મંડળી, દૂધ સંઘ અને ફેડરેશન,
  • એક વ્યક્તિ દરેક યોજનાનો લાભ લઈ શકશે પરંતુ એક વેળા જ લાભ મળી શકશે,
  • એક પરિવારમાંથી એક થી વધુ સભ્ય યોજનાનો લાભ લઈ શકશે પરંતુ અલાયદુ એકમ અને અલગ માળખું હોવું જોઈએ.વધુમાં બંને એકમ વચ્ચે ઓછામાં ઓછું 500મીટરનું અંતર હોવું જોઈએ.

એકમદીઠ ખર્ચ :-

આ યોજના અંતર્ગત વધુમાં વધુ રૂ 56000 સુધીની લોન મળવાપાત્ર છે.

સામાન્ય જાતિના પશુપાલકને તેના આયોજન ના 25%(રૂ14000) અને અનુસૂચિત જાતિ અને જનજાતિને ને 33.33%                 (રૂ 18600)સહાય મળવા પાત્ર છે.

સહાય (ભંડોળ) ફાળવવાની પદ્ધતિ:-

  • વ્યાવસાયિક વ્યક્તિને આયોજનના 10% ભાગ તરીકે આપવાના રહેશે.
  • સામાન્ય જાતિ ના અરજદારને 25% અને અનુસૂચિત જાતિ, જનજાતિને 33.33% સહાય આપવામાં આવશે.
  • બેંક લોનનો અસરકારક હિસ્સો આયોજનના 40% જેટલો હશે.

શાખ સાથે જોડાણ:-

માન્ય નાણાકીય સંસ્થા દ્વારા  મજુર કરાયેલ પ્રોજેક્ટની સહાય શાખ સાથે જોડાયેલ રહેશે.

માન્યતા પ્રાપ્ત નાણાકીય સંસ્થાઓ :-

  • વ્યાવસાયિક બેંક,
  • વિભાગીય ગ્રામીણ બેંક,
  • રાજ્ય સહકારી બેંક,
  • રાજ્યની કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક,
  • આ ઉપરાંત આવી સંસ્થાઓ કે જેને નાબાર્ડ તરફથી પુન:ધિરાણ કરવામાં આવતું હોય.

નાબાર્ડ તરફથી પશુ દવાખાના માટે સહાય મેળવવાની કાર્યવાહી :-

  1. ડેરી ઉદ્યોગને લગતી કઈ યોજના કરવા માંગો છો તે જણાવવું.અગાઉ જણાવ્યા મુજબની યોજનાઓ માંથીનક્કી કરો.
  2. સંસ્થાની નોંધણી કરાવો અથવા ડેરી સંલગ્ન વેપાર વિષે વિગત આપોઅથવા એનજીઓ સાથે જોડાઓ.
  3. વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ તૈયાર કરો સાથે બેન્ક લોન માટેની અરજી તૈયાર કરો.
  4. સદર અરજી ઉપર જણાવ્યા મુજબનીનજીકની કોઈ પણ નાણાકીય સંસ્થાની શાખામાં આપો.
  5. બેન્ક તરફથી લોન મજુર થાયે સ્વભંડોળ તેમજ બેન્ક લોનમાંથી કાર્યવાહી શરુ કરો.લોન નું વ્યાજ, સમય મર્યાદા,સમાન્તર બાંહેધરી વિ  નો અધિકાર બેંકને છે.
  6. બેન્ક દ્વારા પ્રથમ હપ્તો આપ્યા બાદ બેંકે નાબાર્ડને અરજી કરી લોનમાટે ની સહાય મજુર કરી ફાળવવાઅરજી કરવી.
  7. નાબાર્ડ દ્વારા બેન્કને સહાય આપ્યાબાદ બેંકે સદર સહાય “સબસીડી રિઝર્વ ફંડ” માં રાખવી જેનું વ્યાજ મળશે નહીં.
  8. પ્રયોજક દ્વારા સંતોષજનક કામગીરી થયે ઉપરોક્ત બેન્ક ખાતામાંથી બાકી લોન ખાતામાં સરભર કરવામાં આવશે.

સદર દરખાસ્ત નજીકની અધિકૃત નાણાકીય સંસ્થાની શાખાને આપવી.

(નાબાર્ડના પરિપત્રના આધારે)

લેખક: ડો અબ્દુલ સામદ , રિટાયર્ડ ડીન , મુંબઈ વેટરનરી કોલેજ , મુંબઈ

અનુવાદક : ડો ઘનશ્યામ ધોળકીયા , વડોદરા