સરકારશ્રી તરફથી દૂધ દોહવાના, પરીક્ષણ કરવાના તેમજ વધુ જથ્થામાં દૂધને ઠંડુ કરવાના સાધનોની ખરીદીમાં સહાય
‘ડેરી વ્યવસાય વિકાસ યોજના’ અંતર્ગત નાબાર્ડ દ્વારા દૂધ ઉત્પાદકોને દૂધ દોહવાના, દૂધનું પરીક્ષણ કરવાના તેમજ ઠંડુ કરવાના સાધનો ખરીદવા આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશના ડેરી ઉદ્યોગને ઉપર લાવવાનો તેમજ ઉત્પાદકોની આવકમાં વધારો કરવાનો છે અને યંત્રણામાં સુધારો કરવાનો છે.
યોજનાના ઉદ્દેશ:-
- સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે આધુનિક ગૌશાળ(ડેરી ફાર્મ) ઉભા કરવા ઉપાદકોને પ્રોત્સાહિત કરવા.
- સારી ઓલાદની વાછરડીઓને ઉછેરવા પ્રોત્સાહન આપવુ.
- અસંગઠિત દૂધ ઉત્પાદકોના માળખાને સુધારી દૂધની પ્રાથમિક પ્રક્રિયા ગ્રામ્ય કક્ષાએ જ કરવી.
- વ્યાવસાયિક ધોરણે દૂધની ગુણવત્તા અને દેશી યંત્રણાને ઉચ્ચ સ્તર પર લાવવી.
- અસંગઠિત ઉત્પાદકોનું માળખું ઉભું કરી સ્વરોજગાર ઉભો કરવો.
સહાય મેળવવાની યોગ્યતા:-
સદર યોજનાની રૂપરેખા એ રીતે કરવામાં આવી છે કે દરેક વ્યક્તિને સરખી તક અને લાભ મળી શકે.
- પશુપાલક,વ્યક્તિગત વેપારી, એનજીઓ ,સંસ્થાઓ, અસંગઠીત કે સામુહિક રીતે જોડાયેલ વ્યક્તિઓ, તેમજ સેલ્ફ હેલ્પ ગ્રુપ,સહકારી દૂધ મંડળીઓ, દૂધ સંઘ તેમજ ફેડરેશન વિ.
- યોજના અંતર્ગત અરજદાર પ્રત્યેક ઘટક નો લાભ(સહાય) લઈ શકશે પરંતુ જે તે ઘટકનો લાભ એક જ વખત મેળવી શકશે.
- એક પરિવારના એક થી વધુ સભ્યો આ સહાય લઇ શકશે પરંતુ દરેકે અલગ એકમ ઉભું કરવું પડશે તેમજ અલગ માળખું અને અલગ જગાએ હોવું જોઈએ. ઉપરાંતમાં બંને એકમ વચ્ચે ઓછામાં ઓછુ 500 મીટર અંતર હોવું જોઈએ.
એકમ દીઠ ખર્ચ :-
એકમ દીઠ આર્થિક સહાય રુ 18 લાખની મર્યાદામાં મળી શકશે.
એકમ દીઠ ખર્ચ જોગવાઈના સામાન્ય જાતિના પશુપાલકને 25% (રુ 4.5 લાખ )અને અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિના પશુપાલકને 33.5% (રુ 6.0 લાખ) મહત્તમ સહાય મળી શકશે.
ભંડોળ આપવાના નિયમ :-
- વ્યાપારિક સાહસને રૂપરેખાના ઓછામાં ઓછા 10% ફાળો આપવાનો રહેશે
- બાકી રહેતી રકમના લઘુત્તમ 40% ખર્ચની જોગવાઈ અસરકરતા બેંક લોન દ્વારા મળશે
ક્રેડિટ (શાખ) સાથે જોડાણ:-
નાણાકીય સંસ્થાએ માન્ય કરેલ યોજના મુજબની સહાય ક્રેડિટ /શાખ ના આધારે જ ફાળવવામાં આવશે.
માન્ય નાણાકીય સંસ્થા:-
- વ્યવસાયિક બેંક.
- વિભાગીય ગ્રામીણ બેંક.
- રાજ્ય સહકારી બેંક .
- રાજ્યની કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક.
- નાબાર્ડ દ્વારા અધિકૃત સંસ્થા કે જેને નાબાર્ડ નાણાકીય સહાય કરતી હોય.
પશુપાલન/ડેરી ઉદ્યોગ માટે નાબાર્ડ તરફથી સહાય મેળવવાની પદ્ધતિ:-
- પશુપાલન /ડેરી ઉદ્યોગને લગતી કઈ યોજના કરવા માંગો છો તે નક્કી કરી રૂપરેખા તૈયાર કરવી.
- સંસ્થાની નોંધણી કરાવવી અથવા ધંધો નક્કી કરવો અથવા એનજીઓ સાથે જોડાણ કરવું.
- યોજનાનો વિગતવાર અહેવાલ તૈયાર કરવો અને બેંક સહાય માટેની અરજી પણ જોડવી.
- નાણાકીય સહાય માટે ઉપર જણાવ્યા મુજબની કોઈ પણ નાણાકીય સંસ્થાને અરજી કરવી.
- બેંક લોન મંજુર થયે અરજદારે સ્વખર્ચે તેમજ બેન્કની લોન દ્વારા યોજના શરુ કરવી. લોન અંગેની શરતો જે તે બેન્ક દ્વારા નક્કી કરવામાં આવશે જેમકે વ્યાજ દર ,સમય ગાળો,બાંહેધરી વિ.
- બેન્ક દ્વારા પ્રથમ હપ્તો વિતરણ કર્યા બાદ જે તે બેંકે નાબાર્ડને સહાય મજુર કરવા અને વિતરણ કરવા અરજી કરવી.
- નાબાર્ડ જે તે બેન્કને સહાય વિતરણ કરશે જે બેન્ક પોતાના “સબસીડી રિલીઝ ફન્ડ”માં જમા કરશે જે વ્યાજ મુક્ત રહેશે.
- આયોજક દ્વારા સંતોષકારક કામગીરી થતા બેન્ક દ્વારા “સબસીડી સહાય ફન્ડ”માંથી બાકી રહેલ રકમની ચુકવણીની ગોઠવણી (એડજેસ્ટ) કરશે.
યોજના અંગેની અરજી જે તે અધિકૃત નાણાકીય સંસ્થા જે નજીક હોય તેના શાખા અધિકારીને આપવી.
લેખક : ડો અબ્દુલ સામદ , રિટાયર્ડ ડીન , મુંબઈ વેટરનરી કોલેજ, મુંબઈ (પરિપત્રના આધારે )
ભાષાતંર : ડો ઘનશ્યામ ધોળકિયા , વડોદરા