સરકારશ્રી તરફથી દૂધની દેશી મીઠાઈઓ(વ્યંજન) બનાવવા સાધન સામગ્રી સહાય

“ડેરી વ્યવસાય વિકાસ યોજના” અંતર્ગત નાબાર્ડ દ્વારા દૂધ ઉત્પાદકોને જુદી જુદી યોજનાઓ દ્વારા સહાય આપવામાં આવે છે દા. ત. દૂધની બનાવટો બનાવવા પ્રક્રિયા માટેના સાધન સામગ્રીની સહાય. આ અંગેનો મુખ્ય ઉદેશ ડેરી ઉદ્યોગનો વિકાસ કરવો અને દૂધ ઉત્પાદકની જોડીયા આવક ઉભી કરવી એ છે.

યોજનાના ઉદેશ:-

  • સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે આધુનિક ગૌશાળા(ડેરી ફાર્મ) બનાવવી.
  • સારી ઓલાદની વાછરડી ઉછેર કરવી જેથી સારી પ્રજાતિ સાચવી શકાય.
  • અસંગઠીત માળખામાં મૂળભૂત બદલાવ કરવો જેથી દૂધની પ્રાથમિક પ્રક્રિયા ગ્રામ્ય કક્ષાએ જ થઇ શકે.
  • વ્યવસાયિક ધોરણે દૂધની પ્રક્રિયામાં  સુધારણા કરી  તાંત્રિક રીતે સુધારા કરવા.
  • છુટાછવાયા ઉત્પાદકો માટે યોગ્ય માળખું ઉભું કરી રોજગારની તકો ઉભી કરવી.

યોગ્યતા:- 

આ યોજનાનું આયોજન એ કરવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિને તકનો સરખો લાભ મળે.

  • પશુપાલક, વ્યાપારી, એનજીઓ,કંપની,સંગઠીત અને છુટા છવાયા ઉત્પાદકો, સેફ હેલ્પ ગ્રુપ, સહકારી દૂધ મંડળીઓ, દૂધ સંઘ કે ફેડરેશન
  • એક વ્યક્તિ બઘી જ યોજનાઓનો લાભ લઈ શકશે પરંતુ એક વ્યક્તિ ને એક જ વખત  યોજનાનો  લાભ મળી શકશે.
  • કુટુંબમાંથી એકથી વધુ વ્યક્તિ યોજનનની લાભ  લઈ શકશે પરંતુ અલગ એકમ,માળખું અને સ્થળ હોવા  જોઈએ.
  • આવા બે એકમ વચ્ચેનું અંતર ઓછામાં ઓછું 500 મીટર હોવું જોઈએ.

એકમ દીઠ ખર્ચ :-

  • આવા એકમની વધુમાં વધુ લોનની રકમ રુ12 લાખ સુધી મજુર થઇ શકશે

સહાયની પધ્ધતિ :-

  • સામાન્ય વ્યક્તિને 25% (વધુમાં વધુ રુ3 લાખ),એસસી/એસટીને 33.5% (રુ4 લાખ)સુધી સહાય મળી શકે.
  • વ્યાપારિક વ્યક્તિનો ફાળો જોગવાઈના 10% હોવો જોઈએ.
  •  બેંક લોનની જોગવાઈના 40% હિસ્સો હોવો જોઈએ.

શાખ, ધિરાણનું બેન્ક સાથે જોડાણ:- 

યોજનાની સહાય જે તે નાણાકીય સંસ્થા દ્વારા મજુર થયેલ રકમ અને ક્રેડિટ સાથે સંલગ્ન રહેશે.

નાના ધીરનારી સંસ્થાઓ:-

વ્યવસાયિક બેંક ,વિભાગીય ગ્રામ્ય બેન્ક,રાજ્ય કક્ષાની સહકારી બેન્ક, રાજ્ય કક્ષાની કૃષિ અને ગ્રામ્ય વિકાસ બેન્ક અને નાબાર્ડ.