વધુ લાળ નીકળવી- તંદુરસ્ત પેટ- ગાયોનું વધુ દુધ ઉત્પાદન
પાચનતંત્રની રચના મુજબ ગાય વાગોળ કરતા જાનવરોના વર્ગમાં આવે છે. ગાયનું પેટ ૪ ભાગમાં વહેંચાયેલ હોય છે. જેને રૂમેન, રેટિકુલમ, ઓમેઝમ અને એબોમેઝમ કહેવાય છે. એબોમેઝમ મનુષ્યના પેટની જેમ સાચુ પેટ છે. રૂમેન સૌથી મોટો ભાગ છે જે ૧૫૦-૨૦૦ લીટર પાચન ખોરાક અને પાણી સંગ્રહી શકે છે. મનુષ્યમાં ખોરાકનું પાચન પાચકરસો દ્વારા થાય છે. જયારે ….. રૂમેનમાં આથો આવવાથી જીવાણું દ્વારા ખાદ્ય ને વિઘટન કરવામાં આવે છે. લાખો સુક્ષ્મ જીવાણું અને ૨૦૦ થી વધુ પ્રકારના જીવાણું અને ૨૦ થી વધુ પ્રકારના સજીવકો ખોરાક પર આક્રમણ કરે છે. સાકરવાળા પદાર્થ જેમકે સાકર અને રેષાનું ઉદ્ધવનશીલ ફેટી એસીડમાં અને વાયુમાં રૂપાંતર કરે છે. ગાય સરેરાશ ૫૦૦ થી ૧૫૦૦ લીટર ગેસ ઉત્પ્પન કરે છે. જેમાં ૨૦ થી ૪૦% મિથેન ગેસ હોય છે. મોટા ભાગના ખોરાકમાના પ્રોટીનનું રૂમેનમાં વિઘટન થાય છે. જયારે ફેટ એબોમેઝમ તરફ પસાર થઇ જાય છે. જ્યાં તેનું રસ દ્વારા પાચન થાય છે. મોટાભાગના ખોરાકનું પાન રૂમેન અને રેટીકુલમમાં થાય છે.
લાળ શા માટે મહત્વની છે ?
ગાયોની ખોરાક ખાવાની પદ્ધતિ અન્ય જાનવરો કરતા જુદી છે તેઓ ખોરાકનો પ્રકાર તારવ્યા વિના ખાઈ જાય છે. થોડું ચાવ્યા બાદ ખોરાકો જે લાળ સાથે ભળેલ છે તે ગોળાના રૂપે ગળી જાય છે. જયારે ગાય ખાતી નથી ત્યારે ખાધેલો ખોરાક રૂમેનમાંથી પરત ચાવવા માટે મોઢામાં લાવે છે. આ પ્રક્રિયાને વાગોળવું કહે છે. વધુ ચાવવાથી તે વધુ પ્રસરવાથી તેના વિઘટનમાં મદદરૂપ થાય છે પરિણામ સ્વરૂપે લાળ વધુ ઉત્પન થાય છે. રૂમેનની તંદુરસ્તી (સારી કામગીરી ) માટે ૧૫૦ લીટર લાળ ઉત્પન થવી જોઈએ. જયારે ગાયોને સમતલ આહાર કે દાણા આપવામાં આવે છે ત્યારે માત્ર ૫૦ લીટર જેટલી લાળ બનાવે છે. પરંતુ જયારે ઘાસ કે સાઇલેજ ખવડાવવામાં આવે છે ત્યારે ૧૦૦-૧૫૦ લીટર જેટલી લાળ ઉત્પન થાય છે. લાળ બે કામગીરી કરે છે એક તે મોઢામાં પ્રતિરોધક તરિકે કામ કરે છે. બીજું લાળ એ ક્ષાર છે જેથી પેટમાં બદલેલ pH (ઉષ્ણતામાન) ને લીધે થયેલ આમ્લતાં અને ગેસને થતો અટકાવે છે. રૂમેનમા મકાઈ ,જવાર,જવ, બટાકા, બીટ,કસાવા, ગોળની રસી,શેરડી, વગેરે વધુ એસીડ ઉત્પન કરે છે. લાળની અનઉપસ્થિતિ (ગેરહાજરી) માં રૂમેનનું pH બદલાય છે. જેથી જૈવિક પાચનમાં અવરોધ ઉત્પન થાય છે. લાળ એ પેટમાં થતી આથાની પ્રક્રિયા દરમિયાન પેદા થતી ગંદી પાપડીને અટકાવે છે. રૂમેનની અંદર તપાસતા ઉપરના ભાગમાં અપાચ્ય ખોરાકની પાપડી જામેલ હોય છે જેથી રૂમેન સંકોચાવાથી પ્રક્રિયાને પાછળ ધકેલે છે. વાગોળ બાદ આ પોપડીમાં ખાદ્યનાં દાણા ફસાઈ જાય છે. જીવાણુઓ આવા અખાદ્ય ——- દાણા પર ચોટી જાય છે. દરેક વાગોળ વખતે ઉપરના પડ માંથી વાગોળ પરત આવે છે. આ વાગોળને વધુ ચાવી અને લાળ સાથે સંમીશ્રીત કરી ફરીથી ગળી જઈ રૂમેનનાં પાછલા હિસ્સામાં ધકેલે છે. જ્યાં જૈવિક પાચન થાય છે. રૂમેનનાં સંકોચાવાથી પ્રવાહીમાં રહેલ વાયુ સંકોચન પ્રક્રિયાથી છૂટા પડે છે. ઓડકાર દ્વારા વાયુ છુટો ન પડે પેટમાં જમા થાય તે પરીસ્થીતીને આફરો કહે છે. વાયુ જયારે ખાદ્ય પદાર્થ સાથે સંમીશ્રીત હોય છે ત્યારે તેને ફોર્થ કહે છે. જયારે ખાદ્યનાં દાણા યોગ્ય માપના બને ત્યારે સંકોચન પ્રક્રિયાથી રેટીકુલમમાં પ્રવેશે છે અને એબોમેઝમમાં જાય છે. આ બધી પ્રક્રિયામાં લાળ નું હોવું જરૂરી છે.
જયારે રૂમેનમાં પાચન પ્રક્રિયા આથો આવવાની પ્રક્રિયા દ્વારા થતી હોય ત્યારે રૂમેનનું અંદર નું વાતાવરણમાં મહત્વનું છે. રૂમેન તંદુરસ્ત અને કાર્યશીલ રહે તે માટે તેનો pH યોગ્ય હોવો જોઈએ. રૂમેનનો pH જો વધુ હોય ત્યારે દાણા ખવડાવવામાં આવે તો ક્ષાર બને છે અને વાગોળ કરેલ ખોરાકમાં લાળ ભળવી જરૂરી છે. પશુપાલકે ખાત્રી કરવી જોઈએ કે જાનવરને યોગ્ય ખોરાક મળે છે. ઉપરાંતમાં જાનવરને બેસવાની પુરતી જગ્યા અને વાગોળ કરી પૂરતાં પ્રમાણમાં લાળ ઉત્પન્ન કરે છે. દરેક ગાયને આડા પડવાની (આરામ કરવાની) આદત હોય છે અને લાંબો સમય વાગોળ કરવાની હોય છે. રૂમેન નો આદર્શ pH ૬ થી ૬.૫ હોવો જોઈએ જેથી પાચન કરતા જીવાણુંઓ તંદુરસ્ત અને કામશીલ રહે. જો pH માં વધુ ફેરફાર થાય તો કેટલાક પ્રકારના જીવાણુંઓ શરીરમાં નાશ પામે છે જે ને લીધે પાચનક્રિયા પર અસર થાય છે દાખલા તરીકે જો pH ૬ થી નીચે જાય તો જે જીવાણું રેશાવાળા પદાર્થનું પાચન કરે છે. તે વધે તો રેશાવાળા ખોરાકનું પાચન થતું નથી.
રૂમેનને (પેટને) સામાન્ય રાખવા પશુપાલકે શું કરવું ?
(૧) પ્રથમ ખોરાકમાં લાંબુ કાપ્યા વગરનું સુકું ઘાસ જરૂરી છે. કારણકે તે લાંબો સમય ચાવે છે જેથી લાળ ઉત્પાદન વધે છે. ગાયના આહારમાં વધુ પ્રમાણમાં સારી જાતનું ઘાસ જેમકે સાઇલેજ હોવુ જોઈએ અને સમતોલ આહાર ઓછો હોવો જોઈએ.
(૨) ગાયે દિવસમાં ૧૦-૧૨ વખતે થોડો થોડો ખોરાક આપવો જોઈએ.
(૩) પૂરતાં પ્રમાણમાં પાણી આપવું જોઈએ કારણકે ગાય દર બે-ત્રણ કલાકે પાણી પીએ છે.
(૪) જો ગાયને વધુ પ્રમાણમાં સમતોલ ખોરાક આપવાની જરૂર હોય તો દિવસમાં બે વખતને બદલે થોડા પ્રમાણમાં વધુ વખત આપવું. બીજો વિકલ્પ આખો દિવસ ભેગું કરેલ ખાદ્ય આપવું જે દિવસ દરમિયાન ઉપલબ્ધ હોય છે. ત્યારે ગાય પોતાની રીતે ખાય છે. જો ગાય યોગ્ય રીતે ખાતી ન હોય તો બેઠેલી અથવા પડખે પડી વાગોળ કરતી હોવી જોઈએ અને મોઢામાંથી મોટા પ્રમાણમાં ફીણ બહાર આવી જોઈએ.