દેશી અને સંકરિત ગાયો પર દૂધ દોહતી વખતે વાછરડાંની હાજરીથી દુધ ઉત્પાદન પર અસર
ભારતીય પશુપાલકો દ્વારા દેશી ગાયને દોહતી વખતે વાછરડાંને ને ધાવવા (બતાવવા)ની પધ્ધતિ છે જે અભ્યાસ પરથી સાબિત થયુ છે કે આ એક વિજ્ઞાનીક પધ્ધતિ છે.મેક્સિકોના ટોબાસ્કો રાજ્યમાં 539 સંકરિત ગાયો પર દુધ દોહતી વખતે વાછરડાંને ની હાજરી -ગેરહાજરીની દુધ પર અસરનુ પૃથક્કરણ કરવામા આવ્યુ. ટોબાસ્કો રાજ્યના 95%વિસ્તારમાં ગરમ ભેજવાળુ વાતાવરણ છે.ત્યાંનું સરેરાશ ઉષ્ણતામાન 27*સે છે.જે ઉનાળામા 36*સે (મે -જુન માસ)અને શિયાળામા 18.5*સે (જાન્યુ)જોવા મળે છે.સપાટ વિસ્તારમા વારંવાર પૂર આવે છે.ગાયોને સામાન્ય રીતે ખુલ્લા (ખેતર /ગૌચર)માં ચરાવવામાં આવે છે.જયારે ઘાસ ઓછું હોય ત્યારે થોડો સમતોલ આહાર (ખાણ) આપવામાં આવે છે.
પ્રયોગમાં વાછરડાંને ધવડાવવા અને નધવડાવવા એમ બે ભાગમાં જુદા રાખવામાં આવેલ।આ બન્ને ગ્રુપની આંકડાકીય માહિતીનું પૃથક્કરણ કરવામાં આવેલ.જે ગાયોના વાછરડાં બતાવવામાં આવેલ નહી તેમાંની 40%ગાયોનો દુઘકાળ ટૂંકો અને વેચાણ લાયક દુધ ઓછું હતુ બાકીની 60%ગાયોંનો પ્રથમ દુધકાલ સામાન્ય હતો પરંતુ તે પછીના દુધકાળમા દુધ ઓછું અને ટૂંકો ગાળો જોવા મળેલ. આજ ગાયોના બીજા વિયાણમાં વાછરડાની હાજરીમાં દુધ સામાન્ય અને દુધ ગાળો જળવાઈ રહ્યો હતો (290-300દિવસ).
જે ગાયોને દોહતા પહેલાં વાછરડાંને ને બતાવવામાં આવ્યુ તે ગાયોની પાનો મૂકવાની પ્રક્રિયા ગણી સારી હતી જે 261દિવસમાં 1120લી. વેચાણ લાયક દુધ આપેલ।વધુમાં સબકલીનીકલ મસ્ટાઈટીસ(બાવળની બીમારી)ગણી ઓછી જોવામાં આવી.જે વાછરડાંને જન્મથી માથી અલગ કરવામાં આવેલ અને ઉપરના દુધ પર ઉછેર કરવામા આવેલ તેની વજનવૃધ્ધિ 277 ગ્રા/દૈનિક હતી અને મરણ પ્રમાણ વધુ જોવામાં આવ્યુ.વાછરડાંને ને માર્યાદિત સમય માટે બતાવવામાં(ધાવવા)આવ્યા ત્યારે તેઓની વજનવૃધ્ધિ 464ગ્રા /દૈનિક અને મરણ પ્રમાણ 6% જેટલુ ઓછુ થયે.
દેશના પશુપાલકોને ભલામણ કરવાની કે દેશી ઓલાદની ગાયો કે સંકરિત ગાયોમાં માતૃત્વની ભાવના વધુ હોઈ દુધ દોહતી વેળા વાછરડાંની ની હાજરીથી ગાય વધુ દુધ અને લાબા ગાળા સુધી દુધ આપે છે.જો પશુપાલક વાછરડાને ધવડાવવા યોગ્ય સ્વચ્છતા રાખી શકે તેમ ન હોય તો એક આચળ વાછરડાંને દુધ પીવા માટે છોડવુ.જો મિલ્ક રિપ્લેસર આપવા વિચારેલ હોય તો આ પધ્ધત્તિ પરીણામલક્ષી ન થાય. બીજુ વાછરડાંનું દુધનું પ્રમાણ જાળવી ન શકાય.
(અલવેઝ અને અન્યના “વિષુવૃત્તીય પશુઓના દુધ ઉત્પાદન”, વિશેના લેખના અવતરણ)
લેખક :ર્ડો અબ્દુલ સામદ રિટાયર્ડ ડીન મુંબઈ વેટરનરી કૉલેજ, પરેલ, મુંબઈ.
અનુવાદક: ર્ડો ઘનશ્યામ ધોળકીયા (વડોદરા ).