દાંતના પરીક્ષણથી વાછરડાની ઉમર જાણવી

લેખક: ડો. અબ્દુલ સામદ, ડીન, મુંબઈ વેટરનરી કોલેજ, પરેલ

અનુવાદક: ડો. ઘનશ્યામ ધોળકીયા, વડોદરા।

વાછરડાની ઉમર નક્કી કરાવી તે તેના  ખરીદ/વેચાણ તેમજ કિંમત નક્કી કરવા જરૂરી છે.દાંતના પરીક્ષણથી તેની ઉંમર નક્કી કરવી સહેલું છે. જન્મ વખતે ગાયના વાછરડાને 20 દૂધિયા દાંત હોય છે જયારે જાનવર મોટુ થાય છે ત્યારે આ દાંતને બદલે કાયમી દાંત આવે છે. દાંતની સંખ્યા  અને પ્રકાર જાણવા દંતાવલીની ફોર્મ્યુલા ઉપયોગમાં લેવામાં આવે છે. નવજાત વાછરડા માટે  2(ડી ઈ 0/4ડીસી 0/0અને  ડી પી 3/3)      ફોટો

દાંતની ફોર્મ્યુલા કેવી રીતે વાંચવી ?

દાંતની ગણતરી માટે મોઢાને  બે ભાગમાં વેચવામાં આવે છે પરંતુ ફોર્મ્યૂલા પ્રમાણે અડધા જડબાના દાંતની ગણતરી કરી 2થી ગુણવામાં આવે છે. અંશ  અને છેદ ના દાંતની સંખ્યા દરેક પ્રકારના દાંત ઉપર તેમજ નીચે દર્શાવવામાં આવે છે. ડી દુધિયા દાંત દર્શાવે છે જયારે ઈ કાપવાના, સી ચીરવાના(રાક્ષસી) દાંત અને પી  નાના પેઢાના ચાવવાના દાંત દર્શાવે છે. ફોર્મ્યુલા પ્રમાણે  નીચેના જડબામાં 8 કાપવાના દાંત ,ચીરવાનો એક પણ નહી જયારે ચાવવાના(નાની દાઢ)12 દાંત બંને જડબામાં 6-6 હોય છે.

દુધિયા દાંત અને કાયમી દાંત વચ્ચેનો તફાવત જાણવો.

દુધિયા દાંત કાયમી દાંત કરતા નાના હોય છે. દુધિયા દાંતમાં  ઉપરનો ભાગ કાયમી દાંત કરતા  સાંકડો હોય છે. દાંતના આકાર અને માપમાં તેમજ જડબાની પહોળાઈમાં પણ ફરક હોય છે. 2 અઠવાડીયાથી 12 મહિના સુધીની ઉંમરનો અંદાજ માત્ર દાંત પરથી કરવો મુશ્કેલ છે. આવી પરિસ્થિતીમાં વાછરડાની ઉંચાઈ અને વજન એ ઉપયોગી પરીમાણ  થઇ શકે છે.

દાંત                                                                          બહાર આવવાની ઉમર

પ્રથમ કાપવાનો દાંત  ડીઈ -1                                          જન્મથી 2 અઠવાડિયા.

બીજો કાપવાનો દાંત ડીઈ -2                                          જન્મથી 2 અઠવાડિયા.

ત્રીજો કાપવાનો દાંત ડીઈ -3                                           જન્મથી 2 અઠવાડિયા.

ચોથો કાપવાનો દાંત ડીઈ -4                                           જન્મથી 2 અઠવાડિયા.

1લી નાની દાઢ  ડીપી -1                                                 જન્મથી 1 અઠવાડિયા.

2જી નાની દાઢ ડીપી -2                                                 જન્મથી 1 અઠવાડિયા.

3જી નાની દાઢ ડીપી -3                                                  જન્મથી 1 અઠવાડિયા.