ગૌશાળામાં ગાયોની તદુરસ્તી અને ઉત્પાદન સુનિશ્ચિત કરવાં (ખાદ્યથી છાણ સુધીની પ્રક્રિયા)
પશુપાલક જાણે છે તેમ ઈ ગુણવત્તાવાળો ખોરાક એ ગાયની તંદુરસ્તી માટે મહત્વનો છે.એ ગાયના દૂધ ઉત્પાદનનો ખર્ચ નક્કી કરે છે.ગાયની તંદુરસ્તી પર સુસંતુલીત આહાર મોટો ભાગ ભજવે છે. આ માટે ઝડપી અને બિનખર્ચાળ એ છંનુ પરીક્ષણ છે. છાણ એ પાચનક્રીયાનુ આખરી ઉત્પાદન છે જે ખોરાક, પેટ અને મોટા આતરડાની સંલગ્ન પ્રક્રિયા દર્શાવે છે. આ લેખમાં છાણના અવલોકન પરથી પાચનક્રિયા અંગે ઓળખ અને પ્રશ્નો વિચારીશું.
પાચન અંગેની પાયાની પ્રક્રિયાની સમજ :
ગાયોનો મુખ્ય ખોરાક એ સારી વાગોળ થાય તેવો ચારો છે જે લાળનું ઉત્પાદન કરે છે અને પેટનું વાતાવરણ સારું રાખે છે.ગાયોએ ચાવવાનું ઘાસ જલ્દી પુરુ કરવુ ન જોઈએ. મોટા ભાગે ઘાસનું પાચન(આથો)પેટમાં થવુ જોઈએ. જો અપાચ્ય ખોરાક પેટમાંથી મોટા આતરડામાં જાય તો તેમાંથી એસીડ અને ગેશ ઉત્પન્ન થાય છે જેને લીધે જરૂરી પોશાક તત્ત્વો નાશ પામે છે અને છાણના બંધારણ પાર અસર થાય છે. ગાયને આખો દિવસ ચારો મળવો જોઈએ અને 12 કલાક જેટલો સમય ચાવવા અને વાગોળ માટે મળવો જોઈએ. ગાયને 24 કલાકમાં 6-8 વખત ખાવાનું જોઈએછે।જો 2 કે 3 વખત ખોરાક આપવામાં આવે તો ઝડપથી ખાઈ જાય છે જેથી જરૂરી પોષક તત્વો શરીરને પૂરતા પ્રમાણમાં મળતા નથી. વધુમાં ગાયને પૂરતા પ્રમાણમાં પાણી મળવું જોઈએ. આથો આવવાની પ્રક્રિયામાં ગણા પાણીની જરૂરિયાત હોય પૂરતું પાણી મળવું જોઈએ. પાણી ઓછું થવાથી શરીર સુકાય છે.
ગયો ખોરાક અને ખાદ્યના પ્રકાર પ્રમાણે થોડા થોડા સમયે પોદળો કરે છે જે દિવસનો 30 કિલ્લો જેટલો થાય છે.
તદુરસ્ત ગે દિવસ દરમ્યાન 100-150 લી જેટલી લાળ ઉત્પન્ન કરે છે. લાળ ઉત્પાદન માટે પુષ્કળ પાણીની જરૂરિયાત હોઈ ગાયેને દરરોજ 150 લઈ જેટલુ પાણી મળવુ જોઈએ।પાણી કે જરૂરી ક્ષારની તંગીથી પાચનક્રિયા પાર ગંભીર અસર થાય છે.
ઉપરોક્ત હકીકતને ધ્યાનમાં રાખી ગૌશાળામાં સારા ઘાસ ચારાનું તેમજ પાણીનું આયોજન કરવુ જોઈએ.
અન્ય લેખમાં છાણના પરીક્ષણથી પાચનક્રિયાની ક્ષમતા વિષે ચર્ચા કરીશું.
લેખક: ડો.અબ્દુલ સામદ , રિટાયર્ડ ડીન , મુંબઈ વેટરનરી કોલેજ, પરેલ
અનુવાદક: ડો. ઘનશ્યામ ધોળકીયા