ગાયો કે બળદને બાંધવી કે નાથ જોડાવી એ અજાણતા જ જાનવર તરફ ક્રૂરતા છે.
લેખક: ડો. અબ્દુલ સામદ, ડીન મુંબઈ વેટરનરી કોલેજ, પરેલ
અનુવાદક; ડો. ઘનશ્યામ ધોળકીયા, વડોદરા
ગાયો અને બળદ એ સામાજીક જાનવર હોઈ તેઓને અન્ય જાનવરો સાથે મળે ત્યારે વધુ આરામદાયક(આનંદિત) જણાય છે.કેટલાક પશુપાલકો જાનવરોને ટૂંકી દોરીથી બાંધે છે તેથી જાનવર આરામથી બેસી શકતુ તેમજ હરીફરી શકતુ નથી તેમજ વાગોળ કરી શકતુ નથી તેમજ આરામ કરી શકતુ નથી. ગાયની સારી તંદુરસ્તી માટે 6-8 કલાક વાગોળ માટે તેમજ 12 કલાક જેટલો સમય આરામ માટે જોઈએ। દરેક ગાયની બેસવા, આરામ કરવાની સ્થિતિ અલગ હોય છે પરંતુ જો દિવસનો મોટો ભાગ બાધી રાખવામાં આવે તો તે શક્ય બનતું નથી. સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે ચોખ્ખી જમીન હોવી જોઈએ જેથી જાનવરની ચામડી ગંદી ન થાય. જયારે ગાયને બાંધવામાં આવે છે ત્યારે જે તે જગ્યાએ પેશાબ તેમજ પોદળો કરે છે અને તેજ જગ્યા બેસવું પડે છે. આથી જ સિમેન્ટ પરથાળ પર બેસતી ગાયોમાં બાવળા તેમજ ગર્ભાશયની બિમારી વધુ જોવા મળે છે.
અભ્યાસપરથી જણાયુ છે કે ગાયોમાં (ખાસ કરીને ખૂંધવાળી) જયારે બાંધવામાં આવે છે ત્યાર તણાવને લીધે લોહીમાં કોલેઝોલનુ પ્રમાણ વધારે જોવા મળ્યું છે. આને લીધે જાનવર ગુસ્સાવાળું જોવામાં આવે છે. પશુપાલકો માને છે કે જાનવરને બાંધવું જોઈએ કેમકે તે ગુસ્સો કરી બીજા જાનવરો સાથે લડે છે. ઉલ્ટાનું જાનવરને દિવસ રાત છૂટૂ મુકવામાં આવે તો તે શાંત રહે છે. વધુમાં વેતરના ચિન્હો સ્પષ્ટ દેખાય છે જેથી ગાયોમાં ગર્ભધારણ સારી રીતે થઇ શકે છે. ઉપરાંતમાં શાંતિથી બેસી સારી રીતે વાગોળ કરી શકે છે , પાચન સારું થાય છે અને ખોરાકની ખપત ઓછી થાય છે. શાંત ગાયોનું દૂધ વધારે તેમજ સારી ગુણવત્તાવાળુ હોય છે. નાથ તો જ બાંધવી જો દોરી 9 મીટર જેટલી લાંબી હોય અને ચરાણની જગ્યા માર્યાદિત હોય જેથી તે સારી રીતે ફરી શકે. 2 કલાક માટે બાંધવાથી પણ જાનવરમાં તણાવનું પ્રમાણ વધે છે જેથી ઉત્પાદકતામાં અસર થાય છે.