ગાયોને પ્રોટીન આહાર આપવા માટેના ખાસ મુદાઓ

વાગોળ કરતાં જાનવરોમાં પ્રોટીનનું પાચન

વાગોળ કરતાં જાનવરોને પ્રોટીન અનેક જગ્યાએ થી ઉપલબ્ધ થાય છે અને પ્રોટીનનું પાચન બે રીતે થાય છે. રૂમેન (પેટ) માં વિઘટીત થતાં પ્રોટીનનું પાચન જીવાણું દ્વારા થાય છે અને એમોનિયા ગેસમાં રૂપાંતર થાય છે. આ જીવાણુઓ એમોનિયામાં રહેલ નાઈટ્રોજનનો ઉપયોગ માંઈક્રોબિયલ પ્રોટીન બનાવવામાં કરે છે જે અંતિમ તબક્કામાં એબોમેઝન અને નાના આંતરડામાં પાચન થાય છે અને પેપ્તઇઝમાં રૂપાંતર થાય છે. રૂમેન બાયપાસ પ્રોટીન સીધું એબોમેઝન અને આંતરડામાં જાય છે જ્યાં તેનું પાચન પાચક રસો જેમકે પેપ્સીન,ટ્રાયસીન અને આયમોટ્રાયસીન દ્વારા થાય છે. ગાયોને તેના ચયાપચય, હેમોગ્લોબિન બનાવવું, સ્નાયુ બનાવવા,પેપ્ટિન બનાવવા માટે વિવિધ પ્રકારના પ્રોટીનની જરૂરિયાત હોય છે.

કેસીન એ દૂધનું એક મહત્વનું ઘટક છે. આથી વધુ દુધ આપતી ગાયોને મોટા પ્રમાણમાં એમિનો એસિડની જરૂરિયાત પડે છે જે કેસીન બનાવવા માટે જરૂરી છે. વધારાના પ્રોટીનની જરૂરિયાત વધુ આહાર માગે છે.ઓછું દુધ આપતી ગાયો ને વધારાના પ્રોટીનની જરૂરિયાત રહેતી નથી કારણકે ગાય અન્ય ખોરાકમાંથી જરૂરી પ્રોટીન મેળવી લે છે જો જરૂરિયાત કરતાં વધુ પ્રોટીન ખવડાવવામાં આવે તો વધુ એમોનિયા અને યુરિયા ઉત્પન્ન થાય છે જે જાનવર માટે ઝેર પણ બની શકે.

મહત્વનાં એમિનો એસીડ 

મેથીયોનીન,લાયસિન,ફીનાઈલામાંઇન

વેલીન, થેયોનીન,ટીપ્તોપેન,આઈસોલુંકેન

હિસ્ટદાઇન,આર્જીનોતિન,લુસિન

જુદાં જુદાં પ્રકારના પ્રોટીન એ ૨૦ જેટલા એમિનો એસિડના  જુદાં-જુદાં પ્રમાણમાં સંયોજિત થવાથી થાય છે. ગાયો ૧૦ જેટલા એમિનો એસીડ કુદરતી રીતે બનાવી સકતી નથી એટલા માટે ખોરાકમાં આપવું જરૂરી છે. મેથીયોનીન અને લાયસિન મહત્વના એમિનો એસીડ છે જે ચયાપચય અને ઉત્પાદકતા માટે મહત્વના છે.

ગાયોના ખોરાકમાં બંને પ્રકારના પ્રોટીનની જરૂરિયાત હોય છે (૧) રૂમેનમાં વિઘટિત થતું. (૨) રૂમેન બાયપાસ કરતું જેમાં વધુ પ્રમાણમાં મેથીયોનીન અને લાયસિન હોય છે. પશુ ખાદ્ય નિષ્ણાતો માટે આ એક કોયડો છે. કારણ કે પૂરતાં પ્રમાણમાં  મેથીયોનીન અને લાયસિન આપવા માટે વધુ પ્રોટીનયુક્ત આહાર આપવો જરૂરી છે જે ખર્ચમાં વધારો કરે છે પશુ ખાધમાં ૧૪-૧૬% પ્રોટીન જરૂરી છે અને વધારાનાં પ્રોટીન માટે કૃત્રિમ એમિનો એસીડ ઉમેરવું જોઈએ.

ટેબલ-૧ 

ખાદ્ય પદાર્થ lલાયસીન  મેથીયોનીન
 રજકાનો ઇલાજ  ૪.૪  ૧.૪
 મકાઈ નો ઈલાજ  ૨.૫  ૧.૫
 ઘાસ નો ઇલાજ  ૩.૩  ૧.૨
 જવનો ઇલાજ  ૩.૬  ૧.૭
 મકાઈ  ૨.૮  ૨.૧
 ઘઉં  ૨.૮  ૧.૬
 બ્ર્રેવરના દાણા ૪.૧ ૧.૭
કનોલા ભૂસી ૫ .૬ ૧.૯
મકાઈ ડીડીજી ૨.૨ ૧.૮
મકાઈ ગ્લુતેન ભૂસી  ૧.૭  ૨.૪
કપાસિયાની પાપડી ૪.૧  ૧.૬
સોયાબીનની પાપડી ૬.૧ ૧.૪
સુર્યમુખીની પાપડી  ૩.૬ ૨.૩
રક્ત (લોહીનું)  ખાદ્ય ૯.૦ ૧.૨
માંછલીનું ખાદ્ય ૭૭ ૨૮

જયારે એમિનો એસિડને આહારમાં સીધું ઉમેરવામાં આવે છે ત્યારે તેનું વિઘટન રૂમેન માં થાય છે. રૂમેનમાં વિઘટન થતું અટકાવવા સંરક્ષિત /ચિલેટેડ રીતે આપવું જરૂરી છે. આવું ચિલેટેડ મેથીયોનીન, લાયસીન ,બજાર માં ઉપલબ્ધ છે (Kemin Industries South Asia Pvt Ltd)

ગાયોને વધુ પડતું પ્રોટીન ખવડાવું યોગ્ય નથી.કારણકે તેનું વિઘટન થતાં એમોનીયા અને અંતે કાળજામાં યુરિયામાં રૂપાંતર થાય છે જે જોખમી છે. ઉપરાંતમાં તેની આડ અસર ગર્ભધારણ પર થાય છે. યુરિયાનાં નિકાલ માટે પણ ઉર્જા ખર્ચાય છે. પ્રોટીન ઓછું ખવડાવવાથી ખોરાકી ખર્ચ ઓછો થાય છે તે ઉપરાંત નાઇટ્રોજનનો નિકાલ પણ ઓછો થાય છે અને ગાયોમાં ઉત્પાદકતા સારી રહે છે.

આપેલ ટેબલમાં આપેલ રોજિંદા ખાદ્ય પદાર્થોમાં મેથીયોનીન અને લાયસીન નું પ્રમાણ દર્શાવામાં આવેલ છે. તે પર થી જોઈ શકાશે કે જે પશુ ઉત્પાદિત ખાદ્ય છે તેમાં આ બંને એમિનો એસિડનું પ્રમાણ વધુ છે. પરંતુ BSE ગણતરી બાદ ઘણાં દેશોમાં આવા પશુ ઉત્પાદિત પ્રોટીન પુરક આહાર પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.હવે માત્ર એકજ રસ્તો છે કે લાયસીન અને મેથીયોનીનને સંરક્ષિત રીતે ખોરાકમાં ઉમેરવું.

પ્રોટીન ખાદ્યની ભલામણ ઓછા દૂધ ઉત્પાદન કરતી ગાયોને ૧૪% જેટલું પ્રોટીન પૂરતું છે તે સાથે અન્ય જરૂરી ઉર્જા આપતાં તત્વો પૂરતાં પ્રમાણમાં સામેલ છે. વધુ દૂધ આપતી ગાયોને ૧૪-૧૬% પ્રોટીન ખાદ્ય સાથે વધારામાં સંરક્ષિત મેથીયાનીન અને લાયસીન કુદરતી ઉપલબ્ધતા ગણતરીમાં લેવી જોઈએ.હાલના અભ્યાસમાં જણાવે છે કે રૂમેનમાં થતાં વિઘટન અને વિઘટન ન થતાં પ્રોટીનનું પ્રમાણ ૫૧% અને ૪૯% હોવું જોઈએ.કેટલાક કિસ્સાઓમાં ૬૭:૩૩ પ્રમાણે પણ યોગ્ય જણાય છે. સામાન્ય રીતે રૂમેનમાં વિઘટિત થતાં પ્રોટીન ઓછા ખર્ચાળ હોય છે. આથી જ્યારે પ્રમાણ નક્કી કરવાનું હોય ત્યારે કીમતની પણ ગણતરી કરવી જોઈએ.


ડૉ.અબ્દુલ સામદ

ભાષાંતર : ડૉ. ઘનશ્યામ ધોળકીયા (વડોદરા)