ગાયોને ગરમીથી થતી તકલીફો રોકી શકાય?

લેખક: ડો અબ્દુલ સામદ, રિટાયર્ડ ડીન, મુંબઈ વેટરનરી કોલેજ, પરેલ

અનુવાદક: ડો ઘનશ્યામ ધોળકીયા, વડોદરા.

એપ્રિલ માસ આવતાજ દેશમાં અતિશય ગરમીની બૂમરાણ શરુ થાય છે.ગાયોને ગરમીથી થતી તકલીફને ઓછી કરવા ગણી  થાય છે જે આ લેખ પરથી હકીકત અને સચ્ચાઈ સ્પષ્ટ કરશે.

ગાયોને જરૂરી આરામદાયક તાપમાન

ગાયોને સામાન્ય શારીરિક પ્રક્રિયા માટે માત્ર તાપમાન નહીં તાપમાન સાથે ભેજવાળા વાતાવરણની વધુ અસર થાય છે એવું કેટલાક અનુભવ પરથી જોવામાં આવ્યું છે. તાપમાન- ભેજનું પરિમાણ સમશીતોષ્ણ વાતાવરણમાં ઉછરતા જાનવરો માટે વાપરવામાં આવેછે જેમાં સૂર્યના કિરણોની  અસર, ગરમ હવાની ગતી, ભેજનું દબાણ ગણતરીમાં લેવામાં આવતું ન હોય ઉષ્ણકટિબંધ હવામાનમાં રહેતા જાનવરોમાં બીજા બે પરિમાણોગણતરીમાં લેવા સૂચન કરવામાં આવેલ છે (1)ગરમીના ભારણનું માપદંડ (હીટ લોડ ઈન્ડેક્સ,HLI) (2) સમતુલ્ય ગરમીનું માપદંડ(ઇકવીવેલન્ટ ટેમ્પરેચર  ઈન્ડેક્સ(ETI).

ગાયોની શારીરિક પ્રક્રિયાઓને ધ્યાનમાં લઈ નીચે મુજબની આગમચેતી  સૂચવવામાં આવે છે.

ETI (સમતુલ્ય ગરમી)                                   HLI(ગરમી)

સલામત                                             ——-                                                  ——

સાવચેતી/ચેતવણી                                30-40                                               89-92

ખાસ ચેતવણી/સાવચેતી                        34-35                                               92-95

ભયજનક                                            35 થી વધુ                                           95થી વધુ

 

ગરમીની અસરના લક્ષણો:

  • પાણી વધુ પીવું.
  • વધુ પડતો પરસેવો થવો.
  • ખોરાકમાં લેવામાં ઘટાડો થવો.
  • દૂધ ઉત્પાદનમાં ઘટાડો થવો.
  • દૂધના બંધારણમાં બદલાવ દા.ત. ફેટ અને પ્રોટીનમાં ઘટાડો થવો.
  • લોહીમા અંતઃસ્ત્રાવમાં ફેરફાર  દા.ત. પ્રોલેક્ટીનમાં વધારો થવો.

ગરમીથી થતી તકલીફો ઓછી કરવાનું આયોજન:

સૂર્યનાં સીધા કિરણોની અસરથી બચાવવા છાપરું બનાવવું। ઝાડોનો કુદરતી છાંયો સૌથી સારો છે. વાડની ફરતે ઝાડો વાવવાથી પણ ગણો ફાયદો થાય છે. કામચલાઉ છાંયો આપવા જુદા જુદા ગ્રેડની શેડ નેટ પણ લગાડી શકાય.આવી  જાળીઓ  સસ્તી અને જલ્દી લગાડી શકાય છે. ઉનાળામાં પવન નીચેથી ઉપર તરફ જતો હોઈ આવી જાળીને નુકસાન થવાની શક્યતાઓ છે. આ માટે જાળીમાં મોટા કાણાં(બાકોરાં) પાડવા. આવી જાળીઓ મેળવવા www.indiancattle.com પરથી માહિતી મળી શકે છે.

  • ઘાસનું સળીવાળું છાપરુ એ સસ્તું અને સામાન્ય રીતે ઉપયોગ લેવાય છે જે ગામમાં બનાવી શકાય છે.
  • ઉનાળામા ગરમીને લીધે 25% થી 30% જેટલું દૂધ ઉત્પાદન અને પ્રજનન ઘટી જાય છે.દા.ત. પશુપાલક પાસે 5 દૂધાળી ગાયો છેઅને દૈનિક 75 લી/દૈ દૂધ આપે છે તો ઉનાળામાં દૂધ ઉત્પાદનમાં અંદાજે રુ 42000 જેટલું નુકશાન થાય અને લાંબે ગાળે રોજના રૂ 100 પ્રમાણે રૂ 45000નું નુકશાન થાય છે. આ હકીકતને ધ્યાનમાં લેતા રૂ 20000 થી રૂ 25000 ખર્ચ કરવો તે પોષાય તેમ છે.સંકરિત ગાયોમાં  આ ખોટ પુરી શકાતી નથી.આથી સ્થળને  ધ્યાનમાં રાખી યોગ્ય છાપરાની વ્યવસ્થા કરાવી.
  • ધાતુના છાપરાં દિવસે ગરમીને શોષી અને રાત્રે ગરમીને પરાવર્તિત કરતી હોઈ  ગાયોને વધુ નુકશાનકારક હોય છે. છાપરાની ઉંચાઈ પણ મહત્વની છે. ગણી જગાએ જાનવરની ઉંચાઈ જેટાલાંજ ઉંચા છાપરા હોય છે. ગમાણ /કોઠાની લંબાઈ અને છાપરું બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રીને ધ્યાનમાં લઈ છાપરાની ઉચ્ચાઈ રાખવી જોઈએ.
  • છૂટા જાનવરોને ઠડુ પાણી અને બાંધેલા જાનવરોને 4-5 વખત પાણી પીવડાવવાઉં જોઈએ।આ ઉપરાંત પાણીનું ઉષ્ણતામાન પણ મહત્વનું છે.આ માટે અવાહક(ઇન્સુલેટેડ) પાણીની કુંડી વાપરવી એ સારું છે. આ માટે 2 પર્યાય છે. તૈયાર ઓવરહેડ ટાંકીઓ ખરીદતી વેળા ઇન્સુલેટેડ વધુ પડવળી ટાંકીની તપાસ કરાવી જે હવે બજારમાં મળે છે. વ્યાપારીઓની માહિતી માટે www.indiancattle.com વેબ સાઈટ પાર જોવું.
  • ઠંડક રાખવાની પધ્ધતિઓ : સામાન્ય પંખાથી લઇ ફોગર જેવી ગણી પધ્ધતિઓથી ગૌશાળા  ઠંડી રાખવાથી ફાયદો થાય છે તેવું ગણા પ્રયોગો પરથી જોવામાં આવેલ છે.

આ માટેની પસંદગીનો આધાર હવામાન એટલે કે સૂકી કે ભેજવાળી ગરમી અને કુદરતી હવાની દિશા પર આધાર રાખે છે.ભારતમાં આ માટે સામાન્ય પંખાથી માંડી ભીનાશવાળા ઔદ્યોગિક પંખાઓ મળે છે.