ગાયોની તંદુરસ્તી અને ઉત્પાદક્તાને સુદ્રઢ કરવા પોષણથી પોદળા સુધીની કડી

લેખક: ડો. અબ્દુલ સામદ, રિટાયર્ડ ડીન, મુંબઈ વેટરનરી કોલેજ, પરેલ

અનુવાદક: ડો. ઘનશ્યામ  ધોળકીયા, વડોદરા

2 પોદળા(છાણ)નું અવલોકન/પરીક્ષણ

પોદળાનું અવલોકન એ સૌથી સાદી અને બિન ખર્ચાળ પદ્ધતિ છે જેના  પરથી પાચનતંત્રની કાર્યક્ષમતા જાણી શકાય છે અને ગૌશાળામાં કરી શકાય છે.જો કે આ અવલોકન પરથી ચોક્કસપણે પોષણ વિષે કહી શકાય નહી પણ પાચનક્રિયા દરમ્યાનની પરિસ્થિતિ જાણી શકાય। જોકે પોષણ અને પાચનક્રિયા દ્વારા પોદળાનો રંગ,બાંધો અને પદાર્થ વિષે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી પણ વેટરનરી ડોક્ટર ઉત્પાદન ના આધારે કડી જોડી શકે છે.

પોદળા પરીક્ષણ માટે 3 સી (C)

Colour(રંગ)

પોદળાનો રંગ મોટે ભાગે ખોરાકનો પ્રકાર, એસીડીટી અને ખોરાક પાચનતંત્રમાં કેટલી ઝડપથી પસાર થાય છે તેના પર આધાર રાખે છે.સામાન્ય રીતે પોદળાનો રંગ ઘાટો લીલો હોય છે જે લીલા ઘાસચારા તેમજ સાઇલેજને કારણે હોય છે. બદામી લીલો રંગ સૂકા ચારને લીધે હોય છે જયારે  દૂધ માટે આપવામા આવતા ખાદ્યને લીધે લીલાશ પડતો પીળો રંગ હોય છે. પાચનની તકલીફને લીધે રાખોડી રંગ નો પોદળો હોય છે. કેટલીક દવાઓને લીધે પણ પોદળાનો રંગ બદલાય છે.ગાઢો લાલ રંગ મરડો,ફૂગ કે કૃમિને કારણે હોઈ શકે જયારે પાણી જેવો પાતળો પોદળો પાચનતંત્રમાં જીવાણુના(બેકટેરિયા) ચેપને કારણે હોઈ શકે. જયારે પોદળાનું અવલોકન  કરતા હોઈએ ત્યારે ગૌશાળાના અન્ય જાનવરોનો પોદળો પણ જોવો જોઈએ જેથી જે તે તકલીફ આ એક જ જાનવરમાં છે કે બીજા જાનવરોને પણ છે તે નક્કી કરી શકાય.ખોરાકને લીધે હોય તો ઘણી ગાયોનો પ્રશ્ન હોય છે.

Consistency(પોદળાનો બાંધો(પોદળાનું બંધારણ)

પોદળાનું બંધારણ મોટે ભાગે ખોરાકમાં રહેલ પાણીના પ્રમાણ તેમજ ખોરાકનું પાચન અંગમાં રહેવા પર છે.સામાન્ય પોદળો ગાઢ, કાંજી કે રબ જેવો હોય છે જે એકી સાથે બહાર નીકળી જાય છે અને પોદળો 1-2 ઈંચ જેટલો   થર હોય છે. એવો બંધાયેલો પોદળો એક સાથે ઉચકી (ઉસેડી) શકાય છે. જો ખોરાક ઝડપથી પાચન અંગોમાંથી  પસાર થઇ જાય તો પોદળો પાતળો હોય છે.ખોરાકમાં સાકરવાળા પદાર્થનું પ્રમાણ વધુ હોય તો પેટમાંથી જલદી પસાર થઈ મોટા આંતરડાના પાછલા હિસ્સામાં જાય છે અને આથો તૈયાર થાય છે. જો આથો વધુ આવે તો વધુ પ્રમાણમાં ગેશ(વાયુ) પેદા થાય છે તેથી પોદળો ફીણવાળો હોય છે. પાતળો પોદળો વધુ પડતા  પ્રોટીન અને પેટમાં વિઘટન થતા પ્રોટીનને લીધે થાય છે. ગરમીમાં એસિડિટી ચારો,ઓછુ પ્રોટીન અને પાણી ઓછુ  પીધું હોય તો પોદળો કઠણ થાય છે. પાણીની તંગીને લીધે પોદળો કઠણ અને ગાંઠવાળો હોય છે. થોડી  થોડી વારે થતો ઓછો પોદળો આતરડાની ચૂકને લીધે હોઈ  શકે. ડાબી બાજુમાં એબૉમેસમ(પેટનો અમુક ભાગ) ખસી ગયો હોય તો પોદળો પાતળો થાય છે જયારે બંધકોશ આતરડામાં અવરોધને કારણે થાય છે.

Content પોદળામાં રહેલ કણો (પદાર્થ)

ગાયોમાં પાચન એ પેટમાં પ્રાણવાયુ વિના આથો આવવાથી,એબૉમેસાં(પેટનો એક ભાગ)માં પાચક રસથી અને મોટા આતરડામાં જીવાણુથી થાય છે.સામાન્ય રીતે ગાયો જુદો જુદો ખોરાક ખાય છે.સામાન્ય રીતે દાણા અને ઘાસના મોટા ટુકડા પેટમાં ન પચતા આતરડાના પાછળના ભાગમાં આવે છે જ્યાં તેમાંથી આથો તૈયાર થાય છે. આંતરડામાં પાણી શોષવાની ક્રિયા થતી ન હોઈ  અને આથો વધુ પડતો હોય તો પોદળો સામાન્ય થતો નથી. આવા અપચાથી દૂર રાખવા ખોરાકમાં વધુ રેશાવાળો ખોરાક આપવો જેથી પેટમાં આવા ઘાસની ચાદર  તૈયાર થાય અને અપાચ્ય દાણા તેમાં  અટકી જાય.પોદળામાં વધુ પડતા મોટા દાણા દર્શાવે છે કે ગાયો યોગ્ય પ્રમાણમાં વાઘોળતી નથી અથવા તો ખોરાક પેટમાંથી જાળી પસાર થઇ જાય છે. વધુમાં વધારે પડતા અપાચ્ય દાણા દર્શાવે છે કે દાણા પૂરતા  દળાયા નથી.નરમ પોદળામાં આવા દાણા દેખાતા નથી માટે અવલોકન સારી રીતે કરવુ। આવા દાણા સૂકા પોદળામાં દેખાઈ આવે છે. આછો સફેદ પોદળો સાકરવાળા પદાર્થનું અપાચન દર્શાવે છે.ચીકાશવાળો કે બળાખા જેવા પદાર્થ વાળો પોદળો આંતરણામાં ઇજા કે વધુપડતા અર્થને લીધે હોય શકે. બળાખા જેવો પદાર્થ આંતરણામાં થયેલ ઇજાને  કુદરતી રીતે રૂઝ લાવવા માટે એક જાતનો સ્ત્રાવ છે.

બીજા લેખમાં ગાયોની પાચન ક્ષમતા જાણવા ગૌશાળામાં કરી શકાય તેવા પરીક્ષણ/તપાસ વિષે જાણીશું।