ઓસ્ટ્રેલીયન ખુંધળુ દુધાળુ ગાય(એમઝેડ ),એચએફ અને એએમઝેડ*એચએફ ની સંકર ગાયની તુલના
ખૂંધાળા જાનવરોની ગરમી સામે સહન શીલતા અને રોગ પ્રતિરોધકતાને કારણે ગણા દેશોમાં જ્યાં કઠોર, ઉષ્ણકટિબંધ હવામાન હોય છે ત્યાં જાનવરો રહી શકતા નથી. થોડા વંશ પછી આ જાનવરોને સ્થાનિક જાત તરીકે ઓળખવામાં આવે છે. દા ત ઓસ્ટ્રેલિયન હવામાનને અનુકૂળ જાનવરને ઓસ્ટ્રેલિયન ખૂંધાળા દૂધાળા જાનવર તરીકે ઓળખવામાં આવે છે. સ્થાનિકે વિકસાવેલ ઓલાદનેબોકૌરસ સાથે ફેળવવામાં આવે છે. સંકરિત ગાયોનો સહનશીલતા કેળવેલખૂંધાળા જાનવરોની ઓલાદ અને તેની સંકરિત ઓલાદ વિષે ગણા અભ્યાસ છે. વાચકોની માહિતી માટે આવા પ્રયોગોના પરિણામો રજૂ કરવામાં આવ્યા છે.
નીચે મુજબની આંકડાકીય માહિતી ન્યુ સાઉથ વેલ્સ પાસેના ટ્રાન્સ ગામની નજીકના એક ફાર્મની છે જ્યાં ગરમ હવામાન અને ટીક્સ નો ઉપદ્રવ છે.ગાયોને ગૌચરમાં ચરાવવામાં આવતી હતી અને 10 લી થી વધુ દૂધ અપાતી ગાયોને 2કિગ્રા જવ કે સોરગમ આપવામાં આવતું હતું। વધારા નં લી દૂધ માટે વધારામાં 1કિગ્રા ખાદ્ય આપવામાં આવતુ હતું। પરંતુ એચએફ ગાયોને આનાથી બમણું ખાદ્ય આપવામાં આવતું હતું.
પ્રથમ દુગ્ધકાળ એએમઝેડ એચએફ સંકરિત એએમઝેડ * એચ એફ
પ્રથમ વિયાણની ઉમર(માસ) 27+/-3 41+/- 6 26+/- 3
દુગ્ધકાળ (દિવસ) 296+/-9 276+/-32 294+/-21
દૂધ લી 2396+/-237 2987+/-572 2981+/-572
ફેટ % 5.3 3.9 4.6
ફેટ કિગ્રા 129+/-26 120+/-26 137+/-27
બીજો દુગ્ધ કાળ
પ્રથમ વિયાણની ઉમર (માસ) 39+/-2 55+/-5 39+/-4
બે વિયાણ વચ્ચેનો ગાળો(અઠવાડિયા) 52+/-1 57+/-7 55+/-5
દુગ્ધકાળ (દિવસ) 300 300 296+/-13
દૂધ લી 2929+/-305 4295+/-392 3361+/-609
ફેટ% 5.8 4.2 4.9
ફેટ કિગ્રા 169+/-13 183.33 166+/-27
સારાંશ :- 3 ઓલાદના પરિણામ પરથી જણાય છે કે પહેલા અને બીજા દૂઘકાળમાં ખૂંધાળા જાનવરોનો દૂધ ઉત્પાદન ખર્ચ એચ એફ અને સંકરિત ઓલાદ કરતા ગણો ઓછો હતો.
દેશના પશુપાલકોને ભલામણ :- લાંબા ગાળાની ગણતરી કરવી હોય તો ખર્ચ અંગે વિચારવું જોઈએ નહિ કે દૂધ ઉત્પાદન.આ અંગેની ગણતરી કરતા ગીર અને શાહીવાલ જેવી ઓલાદ વધુ ફાયદાકારક રહેશે.
લેખક: ડો.સુસાન એમ ડોનેગન અને ડો.એલ ઈ રોબર્ટસ ના ‘ઓસ્ટ્રેલીયામાં પશુ ઉત્પાદકતા’ લેખનો સારાંશ
અનુવાદ્ક: ડો ઘનશ્યામ ધોળકીયા, વડોદરા.