વૃંદાવન થરપારકર દેશી ગાય ક્લબ” દેશહિત કાજે લોકો સંઘની જેમ જોડાયા
લેખક : ડો અબ્દુલ સામદ , રિટાયર્ડ ડીન, મુંબઈ વેટરનરી કોલેજ, પરેલ, મુંબઈ.
ભાષાંતર : ડો. ઘનશ્યામ ધોળકીયા, વડોદરા
કેટલાક વ્યાપારીઓ અને ટેક્નોલોજિસ્ટો એ થરપારકર ઓલાદની દેશી ગાય ને ઉછેરવાનો અને ટૂંકા ગાળામાં ઉત્પાદન ક્ષમતા વધારવાનો એક ઉમદા અખતરો કર્યો.
દેશના જાનવરોને સંરક્ષણ આપવું અને તેનો પ્રચાર કરવો એ દેશહીત માટે સુંદર કારણ છે. શ્રી ચંદ્રકકાંત ભારેકરના નેજા હેઠળની ટીમે સાબિત કર્યું કે આ કામ મુશ્કેલ નથી ઓછું દૂધ આપવાનું લાંછન માત્ર દેશી ગાયોપર મૂકવું તે યોગ્ય નથી. તેને ખવડાવનાર અને સાંભળનાર પણ તેટલાજ જવાબદાર છે.
આ માટે જે નમૂનો (મોડેલ) તૈયાર કર્યો છે તેને “વૃંદાવન થરપાર્કકર દેશી ગાય” નામે ઓળખે છે. અગરૂપે 2013માં પુના નજીક ભુક્મ ખાતે રુ 1 લાખના રોકાણથી ગૌશાળા શરુ કરી જેનું રોકાણ હાલમાં ઓછું થઇ રૂ 51000 જેટલું થયું છે.જે ગૌશાળા 9 ગાયોથી શરુ થયેલ તેમાં હાલમાં 150 ગાયો રહે છે.
તા. 29 ડિસેમ્બર 2016ના ઇન્ડિયન એક્સપ્રેસ્સના લેખ ” લુપ્ત થતી દેશી ગાયોનો બચાવ” મુજબ થરપારકર ગાય દૈનિક 2-3 કિલ્લો દૂધ આપતી હતી પરંતુ બુકુલમ ગૌશાળામાં સારા ખોરાક અને સારી માવજત કરતા આ ગાયોએ સરેરાશ 8 કિલ્લો દૂધ આપ્યુ .આમાં ની કેટલી કે તો 16 કિલ્લો જેટલું દૂધ આપ્યુ।આ ગૌશાળા એ સાબિત કર્યું કે જો સારી સંભાળ લેવામાં આવે તો આપણી દેશી ઓલાદની ગાયો પણ ઉત્પાદકતામાં ઓછી ઉતરે તેમ નથી.
માસિક લવાજમ/ભરણું મુજબની વેચાણ વ્યવસ્થાનું આયોજન પણ આર્થિક પદ્ધતિ છે.દરેક સભ્ય દૈનિક 2 લિટરના હિસાબી મહિનાના 60 લિટરના રૂ. 100/લિટર હિસાબે રૂ 6000/-ચૂકવે છે.આથી આ કલબે ગૌશાળાની કામગીરી માટે લોન લેવી પડતી નથી અને વ્યાજનો બચાવ થાય છે.આ પરથી એ પણ સાબિત થાય છે કે અજાણ્યા સ્ત્રોત્ર અને ગાયોના હાર વિશેની માહિતી ન હોય તેના કરતા ગ્રાહકો લીટર દીઠ રૂ 100 આપવા તૈયાર છે કેમકે સ્વચ,જાણીતા સ્ત્રોત્ર અને ઓર્ગનિક (સેન્દ્રીય)દૂધ મળે છે. આ ગ્રુપને વધારાની આવક છાણ, પેશાબ અને અન્ય ઔષઘી માંથી મળે છે.
વધુ માહિતી http://www.vtcc.in/ વેબ સાઈટ પરથી મળી શકશે.