દૂધમાં જીવાણુનાશક(એન્ટિબાયોટીક્સ)દવાઓના અંશ અંગેનું જાહેરનામુ
લેખક: ડો.અબ્દુલ સામદ , રિટાયર્ડ ડીન, મુંબઈ વેટરનરી કોલેજ, પરેલ, મુંબઈ.
ભાષાન્તર: ડો. ઘનશ્યામ ધોળકીયા, વડોદરા.
શું આપણે દૂધમાં રહેલ ઝેરી અને દવાઓના દૂધમાં અંશ નામૂદ કરવા અમલ કરી શકીશું?
ભારત સરકાર દ્વારા ખાદ્ય સુરક્ષા ધોરણ સંસ્થા (FSSAI) દ્વારા હાલમાં જ ભાર પાડવામાં આવેલ અખબારી યાદી દ્વારા જાહેરનામામાં જણાવ્યા મુજ્બ હાલમાં ખાદ્ય સુરક્ષા ધોરણ (દુષિત, ઝેરી અને અંશ) અધિનિયમમાં સુધારો કરવામાં આવેલ છે જે 1લીજાન્યુઆરી થી અમલ માં આવશે .FSSAIએ વેટરીનરીની દવાઓની યાદી બહાર પાડી છે જેમાં 103 દવાઓ સામેલ કરવામાં આવી છે જેમાં જંતુનાશક (એન્ટીબાયોટીક્સ) દવાઓ પણ સામેલ કરવામાં આવી છે. ગણી એન્ટિબાયોટીક દવાઓ માટે હાલની પરીક્ષણ પદ્ધતિને ધ્યાનમાં લઈને ન્યુનતમ અંશની મર્યાદામાં સુધારો કરવામાં આવ્યો છે. કેટલીક દવાઓ જેમકે નાઈટ્રૉફુરાન્સ,ક્લોરોમ્ફીનિકોલ,મેટ્રોનીડાઝોલ અને કાર્બાડોક્સની ન્યૂનતમ મર્યાદામાં સુધારો કરી આ રસાયણોના અંશ નામમાત્ર હાજરી સ્વીકારવામાં કરવામાં આવશે નહીં અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
આ જાહેરનામામાં સકારણ જણાવવામાં આવેલ છે કે મનુષ અને જાનવરોમાં એન્ટિબાયોટીક સામે પ્રતિકારક શક્તિ માટે ખતરો ઉભો થયો છે. એનું મુખ્ય કારણ જાનવરો તેમજ પક્ષીઓની સારવાર દરમિયાન અસંગત દવાઓનો ઉપયોગ છે.પરીક્ષણની અપૂરતી સગવડોને લીધે વેટરનરીયનને વિવિધ દવાઓનું મિક્ષર કરવું પડે છે. આથી દૂધનું પરીક્ષણ કરનારને તકલીફ થાય છે અને દુષિત થવાનું કારણ ઉત્પાદકને ત્યાં કે વિસ્તારમાં છે તે જાણી શકાતું નથી.
આ અંગે રસપ્રદ હકીકત છે કે આ માટે શિક્ષાત્મક પગલાંમાં પશુપાલકને બાકાત રાખી જે પ્રક્રિયા કરે છે તેને દુષિત અને દવાના અંશ માટે જવાબદાર ઠેરવવામાં આવે છે કારણકે અંતે તો તેઓ જ ઉપભોક્તાઓને ખાદ્ય પદાર્થ મોકલે છે.
આ પ્રશ્ન માટે આયોજન અને નિયમાનુસાર નિયત્રંણ થવું જોઈએ પરંતુ ઉત્પાદકોને બાકાત કરવા એ વિરોધાભાષી છે કેમકે ગણા ઉત્પાદકો પોતાની રીતે દવા ખરીદી પશુઓને આપતા હોય છે.વધુમાં વેટ સહાયક જરૂરી સુચનનોને ધ્યાનમાં ન લઇ અસંગત દવાઓ આપતા હોય છે.આવી દવાઓ દુકાનમાં ચિઠ્ઠી(પ્રિસ્ક્રિપ્શન ) વિના મળે છે. વેટ ડૉક્ટર દ્વારા કે ઉત્પાદક દ્વારા આ અંગે ની નોંધ ની કોઈ પદ્ધતિ નથી.આ એક જટિલ સમસ્યા છે. સરકારને સારી રીતે જાણકારી છે છતાં ફરીને આ અંગેના કાયદા, કાનૂન અને નિયમોનું જાહેરનામું બહાર પડયુ છે અને ગંભીરતાપૂર્વક પગલાં લેવા જણાવ્યુ છે.
જો પ્રક્રિયા કરતા પ્લાન્ટ ઉત્પાદકનુ આવુ દવાવાળુ દૂધ લેવાનું બધ કરે તો શું થાય? ઉત્પાદકની પ્રતિક્રિયા શું થાય? જો પશુ સારવાર સહાયકો સારવાર આપવાનું બધ કરે તો શું? શું જાનવર પીડાશે નહીં? આવા પ્રશ્નોના ઉત્તર મેળવવાના રહે છે.
ઉદેશ સારા હોવા છતાં અમલીકરણ ગણું મુશ્કેલ છે.નીતિનિયમો ને લીધે ડેરી ઉદ્યોગમાં તપાસ, ત્રાસ અને ભ્રસ્ટાચારનો ભય વ્યાપી રહ્યો છે.
અખબારી યાદી
પશુ સારવારમાં વપરાતી વેટરીનરી દવાઓ અને એન્ટિબાયોટીકસની ખાદ્ય પદાર્થમાં મર્યાદામાં છૂટ
પશુ સારવારમાં વપરાતી દવાઓ અને એન્ટિબાયોટીક્સના ખાદ્ય પદાર્થમા અનિયંત્રિત હાજરી એ માનવ જાત ની તંદુરસ્તી સામે ભય દર્શાવી રહ્યો છે અને જીવાણું એન્ટિબાયોટીક સામે પ્રતિરોધક શક્તિ ઉભી કરે છે.
આથી FSSIAએ દુષિત, ઝેરી,અંશના ધોરણમાં 2018માં સુધરો કરી વેટરનરી દવાઓની માંસ, માસની બનાવટો,મરઘાં, માછલી અને દૂધમાં મર્યાદા નક્કી કરી છે.
આ સુધારેલ જાહેરનામથી હાલના નિયમોને વધુ વિસ્તૃત કરી 103 વેટરનરી દવાઓ અને એન્ટિબાયોટીક્સની માંસ, માંસની બનાવટ,મરઘાં,માછલી અને દૂધ માં નવી મર્યાદા નક્કી કરવામાં આવી છે.
નવી જોગવાઈ મુજબ 76 એન્ટીબાયોટીક્સ (પ્રતિબંધિત અથવા ખાદ્ય ઉપયોગમાં લેવાતા પશુ ઉત્પાદન) ની મર્યાદા 0.01 મિલિગ્રામ/કિલ્લો યાદી મુજબના ખાદ્ય માટે નક્કી કરવામાં આવેલ છે જે હાલની પરીક્ષણ પદ્ધતિથી તપાસી શકાય છે.આ સુધારેલ જાહેરનામામાં પ્રતિબંધિત એન્ટીબાયોટીક્સ અને દવાઓ(નાઈટ્રોફુરાન્સ,ક્લોરામાફીનીકોલ,મેટ્રોનીડેઝોલ,કાર્બાડોક્સ વિ)નું માંસ, માંસની બનાવટ, મરઘાં,ઈંડા ,દરિયાઈ ખડયાળ જેમકે માછલી, કરચલા, ઝીગા વિમાં મર્યાદા નક્કી કરવામાં આવેલ છે જે મુજબ . ક્લોરોમ્ફીનિકોલ માટે 0.0003મિલીગ્રામ અને અન્ય દવાઓ માટે 0.001મિલીગ્રામ/કિલ્લો મર્યાદિત છે.એનો મતલબ થયો કે આથી વધુ માત્રા ખાદ્ય પદાર્થમાં સ્વીકાર્ય નથી.સુધારેલા /નવી જોગવાઈ આંતરરાષ્ટ્રીય કક્ષાના ઉત્તમ પરિમાણ ખાદ્ય સુરક્ષા મુજબના હોઈ પશુમન ઉત્પાદન દેશમાં કે અન્ય દેશમાં ખાવા યોગ્ય /નિકાશ માટે બનાવવામાં આવ્યા છે .
આ નિયમોનું અમલીકરણ સરકારી ગેઝેટમાં બહાર પડયાની તારીખથી થશે.ખાદ્ય/ખોરાકીને લગતા વ્યાપારીઓએ 1લી જાન્યુઆરી 2019 થી આ અંગેની તૈયારી કરવાની રહેશે.