ગૌમૂત્ર અને ગાયનાં છાણનું એક અનોખું મહત્વ
ગાયનું મૂત્ર, જેને ભારતીય ભાષામાં ‘ગૌમૂત્ર’ કહેવામાં આવે છે તે એક ખૂબ જ અસરકારક કુદરતી દવા છે. વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ ગૌમૂત્રનો ઉપયોગ ધાર્મિક શુદ્ધિકરણ માટે થાય છે.
ગૌમૂત્ર પેટના અનેક રોગો માટે રામબાણ દવા છે. ગૌમૂત્રમાં જંતુઓનો નાશ કરવાની ક્ષમતા રહેલી છે. શરદી-કફ, મેદસ્વીતા, દમ, મધુપ્રમેહ, લોહીનું દબાણ, યકૃત, મૂત્રપિંડ, કેન્સર તેમજ ચામડીને લગતાં રોગોમાં તે ખાસ ઉપયોગી છે.
દૂધ આપતી ગાયના ગૌમૂત્રમાં લેકટોઝનું પ્રમાણ વધારે હોય છે, જે હૃદય અને મગજના રોગો માટે લાભદાયક છે. પથરીની બિમારીમાં ૨૧ દિવસ સુધી ગૌમૂત્રનાં સેવનથી રાહત મેળવી શકાય છે. ક્ષયની બિમારીમાં દવાની સાથે ગૌમૂત્રનાં ઉપયોગથી વધુ સારું પરિણામ મેળવી શકાય છે.
ગાયનું છાણ દુર્ગંધનાશક, પોષકતત્વોયુક્ત તથા જંતુનાશક હોય છે. ગાયના છાણનો રંગ મુખ્યત્વે ઘાટ્ટો કાળો અથવા સહેજ લીલાશ પડતો હોય છે. એવું માનવામાં આવે છે કે ગાય ના છાણમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. ગાયનું છાણ મુખ્યત્વે ખેતરોમાં સેન્દ્રિય ખાતર તરીકે વપરાય છે.
બધા પ્રાણીઓમાં ગાય એક એવું પ્રાણી છે કે જેનું છાણ દુર્ગંધનાશક દવા તરીકે વપરાય છે. આજે પણ ભારતના ઘણા ગ્રામીણ વિસ્તારમાં સુકા છાણાનો ઉપયોગ બળતણ તરીકે કરવામાં આવે છે. મોટા પ્રમાણમાં છાણ ભેગું કરીને “બાયોગેસ”નું ઉત્પાદન કરી વીજળી માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
બાયોગેસની અંદર મુખ્યત્વે મિથેન વાયુ રહેલો હોય છે. આમ, તે પુન:પ્રાપ્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની રહે છે. ગાયના છાણનું ધાર્મિક મહત્વ પણ રહેલું છે. હવનમાં બનાવવામાં આવતા યજ્ઞકુંડને છાણથી લીપવામાં આવે છે. ગામડાઓમાં મકાનોને પ્રદુષણમુક્ત તેમજ સ્વચ્છ રાખવા માટે ગાયના છાણથી લીપવામાં આવે છે.
અત્યારે “ગ્લોબલ વોર્મિંગ” ની સમસ્યા થી સમગ્ર વિશ્વ ચિંતિત છે. ઓઝોનનું પડ નબળું પડવાથી પૃથ્વી પર પરાવર્તિત થતાં પારજાંબલી કિરણોને શોષી લેવાની ક્ષમતા ગાયના છાણ માં રહેલી છે.