ઓસ્ટ્રેલીયામાં ખૂંધાળા દૂધાળું જાનવરોનો વિકાસ (AMZ)
ખૂંધાળા જાનવરો કે જેઓ મૂળ ઉષ્ણકટિબધ્ધ હવામાનના રહેવાસી છે તેઓ હવામાનની અસર, ચેપી રોગ તેમજ પરોપજીવીઓ ટેવાયેલા હોય છે પરંતુ દૂધ ઉત્પાદન ઓછું હોય છે.આથી ઉલટું સમશીતોષ્ણ હવામાનના જાનવરો ઉષ્ણકટિબદ્ધ વાતાવરણમાં વધુ દૂધ આપે છે.આ બન્ને પ્રકારના જાનવરોનું સમજ પૂર્વક સ્ક્રીકરણ કરવાથી બન્ને ઓલાદના સારા ગુણૉના સંયોજનથી કૃત્રિમ ઓલાદ તૈયાર થાય છે. આ વ્યૂહરચના મુજબ યોગ્ય આયોજન કરી સમશીતોષ્ણ હવામાનના જાનવરોમાં રોગ પ્રતિકારક ઓલાદ તૈયાર કરવામાં આવેલ છે.
આ જ વ્યૂહરચના મુજબ ઓસ્ટ્રેલીયામાં ખૂંધવાળા દુધાળા (AMZ)જાનવર તૈયાર કરવામાં આવેલ। શરુઆતમાં જર્સી અને રેડ સિધી ઓલાદનું સંકરીકરણ કરવામાં આવેલ જે અટકાવી જર્સી અને સાહીવાલ ઓલાદનું સંકરીકરણ કરવામાં આવ્યું। આ અંગેના પ્રયોગો ન્યુ સાઉથ વેલ્સ ના બેડગરી ખાડી વિસ્તારમાં કરવામાં આવેલ।આ વિકાસ 3 તબક્કામાં કરવામાં આવેલ।
વધુ પ્રમાણમાં ખૂંધાળા સિધ્ધ થયેલ સાંઢ ન મળતા વધુ દૂધ આપતી સાહીવાલ ઓલાદથી જન્મેલ સાંઢનો જર્સી ગાય સાથે સમાગમ કરવામાં આવેલ।
લેખક : ડો. અબ્દુલ સામદ રિટાયર્ડ ડીન, મુંબઈ વેટરનરી કોલેજ પરેલ, મુંબઈ
ભાષાંતર : ડો ઘનશ્યામ ધોળકીયા, વડોદરા